અજમાવી જૂઓ .
હાથમાંથી કે વાસણમાંથી ખાદ્યપદાર્થની દુર્ગંધ દુર કરવા ચણાનો લોટ ઘસી ધોવું.
- મુલતાની માટીમાં એક નાનો ચમચો મધ અને બે નાના ચમચા દહીં ભેળવી પેસ્ટ બનાવવી. આ પેસ્ટ ચહેરા પર વીસ મિનિટ લગાડી રાખી ચહેરો ધોઇ નાખવો. તૈલીય ત્વચા માટે ફાયદાકારક સાબિત થશે.
- દહીંમાની ખટાશ દૂર કરવા દહીંને પાતળા મલમલના કપડામાં બાંધી પાણી નીતારી દહીં બાઉલમાં કાઢી તેમાં થોડું દૂધ ભેળવવું.
- મુખમાંના છાલાથી રાહત પામવા ચમેલીના પાનને ચાવીને ખાવા.
- ભાત રાંધતી વખતે તેમાં લીંબુનો રસ નાખવાથી ભાત છુટ્ટા અને સફેદ થશે.
ઇડલીને આથો આપતા પહેલા તેમાં બે ચમચી તલનું તેલ નાખવું.
- સ્પંજ પાતળું થઇ જાય તો મીઠાના પાણીમાં પલાળી સૂકવવાથી પહેલાં જેવું થઇ જશે.
- ફર્નિચર પરથી પેન્સિલના ડાઘા દુર કરવા લીંબૂની રસથી સાફ કરવું.
- કપડા પરના ડાઘા દુર કરવા ગરમ પાણીનો ઉપયોગ કરવો નહીં.
- બાથટબ પર પીળાશ છવાઇ જાય તો મીઠું અને ટરપેઇનટાઇનથી સાફ કરવુ.
- કાર્પેટ પર કોઇ પ્રવાહી પડે તો તેને લુઢવાને બદલે તેના પર બ્લોટિંગ પેપર દાબવું જેથી પ્રવાહી શોષાઇ જશે.
- રંગીન લાદીને ગરમ પાણથી ધોવી નહીં તેનો રંગ ઝાંખો પડી શકે છે.
- કાર્પેટ સાફ કરતી વખતે સખત દાંતાવાળું બ્રશ ઉપયોગમાં લેવું નહીં તેથાથી કાર્પેટના રૂછડા નીકળી જશે.
- હેરડાઇના ડાઘા કાંદાનો રસ લગાડી આછા કરવા.
- કાટના જૂના ડાઘ લીંબુ અને મીઠાના મિશ્રણથી દૂર કરવા.
- મીનાક્ષી તિવારી