* ગરમ મસાલો વાપરતી વખતે તેમાં બે ચમચી સાકર ભેળવવાથી શાકનો રંગ આકર્ષક દેખાશે.
* ગેસનો ચૂલો તથા કુકિંગ રેન્જ વિનેગારના પાણીમાં ડૂબાડેલા સ્પન્જથી સાફ કરવાથી નવા જેવો ચમકશે.
- સફેદ બૂટ પર ધૂળ જામી ગઈ છે? મૂંઝાશો નહીં. નેઈલ પોલિશ રિમૂવરથી સાફ કરવાથી બૂટ નવા જેવા ચમકી ઉઠશે.
- મૂળાનો રસ, કાકડીનો જ્યૂસ તથા ગુલાબજળ સપ્રમાણ ભેળવી 'સનબર્ન' પર લગાડવાથી ફાયદો થશે.
- તાજુ ખમણેલું નાળિયેર, ત્રણ-ચાર બદામ વાટેલી તથા એક ચમચી વાટેલી ખસખસ ભેળવી ચહેરા પર લગાડવાથી ત્વચા ચમકીલી થશે.
- બે ચમચી તાજું ક્રિમ એક ચમચો વાટેલી પાલખ, તથા તેટલા જ પ્રમાણમાં તેમાં મધ ભેળવી ચહેરા પર લગાડવું. રૂક્ષ ત્વચા માટે ફાયદાકારક નીવડશે.
- એક લીંબુના બે ફાડિયા કરી તેના પર મરીનો ભૂક્કો ભભરાવી ગરમ રાખ પર શેકી ચૂસવાથી અપચાની તકલીફ દૂર થશે.
- તુવરની દાળને પાણીમાં બાફી તે પાણી પીવડાવવાથી ભાંગનો નશોે દૂર થાય છે.
- એક કપ હૂંફાળા પાણીમાં એક ચમચી મધ ભેળવી પીવાથી અસ્થમાના દરદીને રાહત થશે.
- અપચાની તકલીફ થાય છે? મૂંઝાશો નહીં. સફરજનની છાલને લીંબુ પાણી તથા સાકર સાથે ઉકાળી 'એપલ ટી' પીવાથી રાહત થશે.
- કઠોળને તથા દાળને નહીં જેવું શેકી (થોડી જ સેકન્ડ શેકવી) ઠંડી પડે બરણીમાં ભરવાથી તેમાં જીવાત નહીં પડે.
- મિનાક્ષી તિવારી


