Get The App

અજમાવી જૂઓ .

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image

- ભિંડાના બન્ને છેડા કાઢીને ભિંડાને પોલિથિન બેગમાં ભરી રેફ્રજરેટરમાં રાખવાથી વધુ સમય તાજા રહે છે.

- ગરમ ઑલિવ ઓઈલ, એક ચમચો મધ, એક ચમચી તજનો ભુક્કા ભેળવી વાળમાં 30 મિનિટ લગાડી રાખી વાળ ધોઈ નાખવાથી વાળ ખરતા અટકશે.

- શાકને વધુ સમય તાજું રાખવા અખબારના કાગળમાં લપેટીને રાખવું.

- લીંબુ પર કોપરેલ ચોપડીને રેફ્રિજરેટરમાં રાખવાથી તે મહિનો-દોઢ મહિનો સુધી તાજા રહે છે.

- રોટલી કડક થઈ ગઈ હોય તો તેને ગરમ કરી કુકરમાં બંધ કરીને રાખવી. દસ-પંદર મિનિટમાં રોટલી મુલાયમ થશે.

- ટામેટાની છાલ જલદી ઉતરવા તેને થોડી વાર ગરમ પાણીમાં રાખવા.

- લસણની કળીને પાંચ-દસ મિનિટ ગરમ તવા પર રાખી છોલવાથી સરળતાથી ફોતરા ઉખડે છે.

-  ટામેટાં નરમ પોચાં પડી ગયા હોઈ સમારવામાં તકલીફ થતી હોય  તો થોડીવારમાં બરફના ઠંડા પાણીમાં મુકી રાખી સમારવા.

-  ગોળ મેથીનો પાક બનાવી ખાવાથી ગઠિયા વા માં ફાયદો થાય છે.

-  ટરપેઈનટાઈન તેલમાં પાણી ભેળવી હાથ-પગના નખ ધોવાથી નખ ચમકીલા રહેશે. અઠવાડિયામાં ત્રણ વખત કરવું.

-  દાઝ્યા પર ટરપેઈનટાઈનનુું તેલ લગાડવાથી ફોડલાં નહીં પડે અને બળતરા પણ ઓછી થશે.

-  ચાની ભુક્કી ઉકાળી તે પાણી ઠંડુ કરી તેમાં કપડું ભીંજવી દાઝ્યા પર પટ્ટી બાંધવી તથા પટ્ટીને  વારંવાર બદલતા રહેવાથી શરીર પર ફોડલાં નહીં પડે તથા દાઝ્યાના નિશાન પણ નહીં રહે.

- મીનાક્ષી તિવારી