પાયરી અને આફુસનો રસ ભેળવવાથી રંગ તેમજ સ્વાદ સારા થાય છે.
દાંતે મીઠું ઘસવાથી દાંતમાંના કીટાણુ નાશ પામે છે.
- એસિડિટીથી તત્કાળ રાહત પામવા ચપટી જીરૂ ચાવવું.
- દાડમનું શરબત એસિડિટિમાં રાહત આપે છે.
- ઇડલીની ચટણીમાં ખટાશ લાવવા સહેજ આમલી નાખવી.
- નાળિયેર પાણી રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરે છે તેમજ શરીરમાંના વાયરસ સામે રક્ષણ આપે છે.
- કરી માટે કાંદા સાંતળતી વખતે દહીં નાખવાથી રંગ તેમજ સ્વાદ સારો થાય છે.
- રગડા પેટીસની પેટીસને તવા પર શેકતા પહેલા તવા પર તેલ લગાડવું તેમજ પેટીસ તેલમાં બોળીને તવા પર મૂકવી અને શેકતી વખતે જરૂર પડતું તેલ નાખવાથી પેટીસ ક્રિસ્પી થાય છે. ઠંડી પણ સારી લાગે છે.બટાકામાં માવામાં આરાલોટ નાખવો.
- રસોડાની બારી તથા દરવાજાના કાચ ગંદા હોય તો જૂના અખબારને ગરમ પાણીમાં ડુબાડી લૂછવાથી ચકચકિત થાય છે.
- રાતના સૂતી વખતે બે ચમચા ઇસબગુળ ખાવાથી આંતરડામાંની ગરમી બહાર નીકળે છે. તેમજ પેટ સાફ આવે છે. સાથે બે ગ્લાસ પાણી પીવું જરૂરી છે.
- મહેંદી વાળ માટે ઉત્તમ કંડિશનર છે. હેરડાઇનો ઉપયોગ કરતા હો તો પણ કંડિશનર તરીકે મહેંદી વાળમાં પખવાડિયે એક વાર લગાડવી.
- મીનાક્ષી તિવારી


