અજમાવી જૂઓ .
- ભરેલાં મસાલાવાળાં શાક બનાવતી વખતે તેમાં થોડો ચણાનો લોટ શેકીને નાખવામાં આવે તો શાકનો સ્વાદ ઓર વધી જશે.
- પાંપણને ઘાટ્ટી બનાવવા રોજ રાતના એરંડિયું લગાડવું.
- બટાકા ક્યારે પણ કાપીને બાફશો નહીં કાપવાથી તેમાં પાણી ભરાઇ જશે તેમજ સ્વાદ પણ બેસ્વાદ થઇ જશે. પલળેલાં બટાકા ક્યારેય ખરીદશો નહીં. કાપેલા બટાકા વધુ સમય સુધી પાણીમાં રાખશો નહીં.
- કાબૂલી ચણા, રાજમા જેવી મસાલાવાળી શાકભાજી બનાવતી વખતે તેનો મસાલો શેકતાં હોય ત્યારે તેમાં થોડું દહીં પણ મેળવો. તેના રૂપરંગ તેમજ સ્વાદ બદલાઇ જશે. ધ્યાનમાં રાખો કે દહીં ધીરે ધીરે નાખવું અને સાથે ચમચાથી હલાવતા રહેવું, નહીં તો દહીં ફાટેલું લાગશે તેમજ શાકનો રંગ બદલાઇ જશે.
- પનીરને ખમણતા પહેલાં તેના પર તેલનો હાથ ફેરવવાથી પનીર ખમણી પર ચોંટી નહીં જાય.
- લીંબુના અથાણામાં કાપેલી ખારેક, આદુ અને કિસમિસ ભેળવવાથી સ્વાદિષ્ટ લાગે છે તેમજ પાચક થાય છે.
- ગુલાબજાબુંના માવામાં એક ચમચા દૂધમાં થોડો સોડા ઘોળી ભેળવી ગુલાબજાંબુ બનાવવાથી મુલાયમ બને છે.
- કેકમાં સુકો મેવો નાખતા પૂર્વે કેક પર મેંદો ભભરાવવાથી સુકો મેવો નીચે નહીં બેસી જાય.
- તુરિયા અને દૂધીની છાલને ફેંકવી નહીં. થોડા તેલમાં તલ, મરચાંના ટુકડા તથી મીઠું નાખી કરકરા કરીને ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે.
- રાઇ અને મેથીદાણાને વાટી પેસ્ટ બનાવી વાળમાં લગાડવાથી વાળમાંનો ખોડો દૂર થાય છે.
- જેલીને મોલ્ડમાંથી વ્યવસ્થિત કાઢવા મોલ્ડને ફ્રિજમાંથી બહાર કાઢી ગરમ પાણીથી ભીંજવેલા કપડામાં લપેટીને બે મિનિટ રાખી મોલ્ડ ઊંધું કરવું.
- મીનાક્ષી તિવારી