અજમાવી જૂઓ .
* તેલની કડાઇમાં ચપટી મીઠું ભભરાવવાથી ફીણનો ઊભરો શમી જશે.
* શરદીમાં પાન પર લવિંગ નાખીને ખાવાથી શરદી જલદી પાકીજાય છે.
* શ્વાસનળીની બીમારીમાં પાન રામબાણ ઇલાજ છે. પાનનું તેલ ગરમ કરી છાતી પર એક અઠવાડિયા સુધી લગાડવું.
*પાનમાં પાકી સોપારી તથા જેઠીમધ નાખી ખાવાથી મન પર સારી અસર પડે છેે.
* ભૂખ વધારવા, તરસ બુઝાવવા અને પેઢાની સમસ્યાથી રાહત પામવા બનારસી તથા દેસી પાન ફાયદાકારક સાબિત થયા છે.
* કાચા ગાજર ખાવાથી જડબાનો વ્યાયામ થાય છે. સલાડમાં ગાજર ઉમેરીને ખાવાથી લાભકારી છે.
* ગાજર પેટને સાફ કરે છે, હેમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે તેમજ રક્તને શુદ્ધ કરે છે. તેમાં હૃદય ઉપચારક ગુણ પણ છે.
* ગાજર રક્તમાંના ખરાબ કોલોસ્ટ્રોલનું સ્તર ઓછું કરેછે. તે પેટના સામાન્ય રોગમાટે ગુણકારી છે. તે કંદ હોવા છતાં ફળો જેવો લાભ આપે છે.
* ઘીમાં મીણ પીગળાવી એક શીશીમાં રાખવું. ઠંડીના દિવસોમાં હોઠ પર નિયમિત લગાડવાથી હોઠ ફાટતા નથી.
* ફાટેલા, કાળા તથા પોપડીદાર હોઠ પર ફટકડીના ભુકામાં મધ ભેળવી લગાડવાથી ફાયદો થાય છે.
* મધમાં ગુલાબજળ ભેળવી હોઠ પર લગાડવાથી મુલાયમ રહે છે.
* માખણમાં શુદ્ધ કેસર ભેળવી લગાડવાથી હોઠ પર કુદરતી ચમક તથા લાલી આવે છે.
* જૂની રજાઈના કવર,બેડશીટ્સ અથવા સાડીમાંથી મનપસંદ આકાર તથા ડિઝાઇના તકિયા કવર બનાવી મોંઘવારીમાં બચત કરવી.
- મીનાક્ષી તિવારી