Get The App

મૂંઝવણ .

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
મૂંઝવણ                                                               . 1 - image

- હું સમાગમ કરતી વખતે વીર્યસ્ખલન જલદી થઈ જવાને કારણે મારી પત્નીને સંતોષ નથી આપી શક્તો. 

* મારી ઉંમર ૫૫ વર્ષની છે. હું છેલ્લા પાંચ વર્ષથી ધંધાર્થે પત્નીથી અલગ મુંબઈમાં રહું છું. આમ અલગ રહેવાને કારણે મને હસ્તમૈથુનની આદત પડી ગઈ છે. રોજ હસ્તમૈથુન કરવાને કારણે હું મહિનામાં બે-ત્રણ દિવસ પત્નીને મળવા જાઉં છું ત્યારે જલદી વીર્યસ્ખલન થઈ જાય છે અને પત્નીને યોગ્ય સંતોષ નથી આપી શકતો. મારે એ જાણવું છે કે હસ્તમૈથુનની આદતમાંથી કેવી રીતે છુટકારો મેળવી શકાય? એના કારણે લાંબા ગાળે શરીરમાં કોઈ રીઍક્શન થાય કે આડઅસર આવી શકે ખરી?

એક પુરુષ (વડોદરા)

* હસ્તમૈથુન એક આદત છે, બીમારી નથી એટલે એનો કોઈ ઇલાજ નથી. હસ્તમૈથુનને કારણે શીઘ્રસ્ખલનની સમસ્યા ક્યારેય નથી સર્જાતી. શીઘ્રસ્ખલનની સમસ્યા દૂર કરવી હોય તો એનું મૂળ કારણ શોધીને એનો યોગ્ય ઉપાય કરવો જોઈએ. એનાં કારણોમાં મુખ્યત્વે વધુપડતો કામાવેગ, ઇન્દ્રિયના આગળના લાલ ભાગ પર વધુપડતી સંવેદના, પ્રોસ્ટેટ કે મૂત્રનલિકામાં ઇન્ફેક્શન અથવા ડાયાબિટીઝની શરૂઆતમાંથી કોઈ પણ એક કે વધારે કારણ હોઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં જે વ્યક્તિ સમાગમના ચારથી છ ક્લાક પહેલાં પૅરોક્સિટિનની ૨૦ મિલીગ્રામની ગોળી લે તો શીઘ્રસ્ખલન વિલંબિત સ્ખલનમાં ફેરવાઈ જાય છે. તમે તમારી પત્નીને સંતોષ જરૂર આપી શકો; પછી એ મુખમૈથુનથી હોય, આંગળીથી હોય, વાઇબ્રેટરથી હોય કે બીજી કોઈ રીતે હોય, તમે પત્નીને એક યા બીજી રીતે સંતોષ આપી પછી જ યોનિપ્રવેશ કરશો તો કોઈ દવા-ગોળી લીધા વગર પણ કોઈ સમસ્યા નથી એવો આભાસ થશે.

* હું ૪૩ વર્ષનો પરિણીત પુરુષ છું. મને સંભોગ કર્યા પછી શિશ્નમાં બળતરા થાય છે, ચામડી ફાટી જાય છે અને ખૂબ જ ખંજવાળ આવે છે, બે દિવસ પછી શિશ્ન પર સફેદ સૂકી ચામડી જેવું નીકળે છે. આવું આઠ-દસ દિવસ સુધી ચાલે છે અને પછી આપમેળે સારું થઈ જાય છે. મને ડાયાબિટીઝ નથી. ડૉક્ટર પાસે જતાં શરમ આવે છે. યોગ્ય દવા અને માર્ગદર્શન આપવા વિનંતી.

એક પુરુષ (મુંબઈ)

* આ સમસ્યા ત્રણ કારણોસર થઈ શકે : ૧) ફંગલ ઇન્ફેક્શન પત્નીને પૂછી જોવું કે યોનિમાર્ગમાંથી સફેદ પાણી જાય છે? યોનિમાર્ગની આજુબાજુ ચળ (ખંજવાળ) આવે છે? અન્ડરવેઅર પર સફેદ કે પીળા ડાઘા પડે છે? જો આમાંથી કોઈ પણ વસ્તુ થતી હોય તો એમ સમજવું કે તમારી પત્નીનું ફંગલ ઇન્ફેક્શન તમારી સમસ્યાનું કારણ છે. આના ઇલાજ માટે તમારી પત્નીને યોનિમાર્ગમાં મૂકવાની યોગ્ય ગોળી આપવી જોઈએ. દા.ત. કેન્ડિડ વજાઇનલ ટૅબ્લેટ્સ. રોજ રાત્રે સૂતી વખતે લગાતાર છ દિવસ સુધી આ ગોળી યોનિમાર્ગમાં મૂકવી જોઈએ. તમને પણ ખંજવાળ આવતી હોય તો કેન્ડિડ-બી નામનો મલમ સવારે નાહ્યા પછી લગાવશો તો બે-ત્રણ દિવસમાં રાહત થઈ જશે. રાહત થઈ ગયા પછી પણ પાંચ-છ દિવસ સુધી મલમ લગાવવાનું રાખજો. આ સારવાર દરમ્યાન સમાગમ ન કરવો, જેથી ઇન્ફેક્શનની આપ-લે ન થાય. ૨) ડાયાબિટીઝ : તમને ડાયાબિટીઝ નથી, પણ ફરી એક વાર ચેક કરાવી લેવું વધારે ઉચિત રહેશે ૩) વધુપડતું ઘર્ષણ : ઘર્ષણ ઓછું કરવા માટે યોનિમાર્ગમાં યોગ્ય ચીકણાટ થવી જરૂરી છે. ફોર-પ્લેમાં વધુ સમય ગાળવો અથવા હસ્તમૈથુન વખતે કોપરેલનું તેલ સારીએવી માત્રામાં લગાડયા પછી જ હસ્તમૈથુન કરવું. આમ કરવાથી ઘર્ષણ નિરંતર ઓછું થઈ જશે. જો તમારી સમસ્યા ઘર્ષણના કારણે સર્જાતી હશે તો આ પ્રમાણે કરવાથી તમને રાહત થશે.

* હું ૩૬ વર્ષનો પરિણીત પુરુષ છું. સમાગમ કરતી વખતે વીર્યસ્ખલન જલદી થઈ જવાને કારણે મારી પત્નીને સંતોષ નથી આપી શક્તો. આવી પરિસ્થિતિમાં જીભ અથવા આંગળીથી સંતોષ આપી દેવો જોઈએ. શું જીમ અથવા આંગળીથી સંતોષ મળે ખરો? એમ કરવાથી કોઈ નુક્સાન તો ન થાયને? બીજું, મને યોનિને બદલે ગુદામાં સંભોગ કરવામાં વધારે આનંદ મળે છે, પણ ગુદાપ્રવેશ કરતી વખતે પત્નીને દુખાવો થાય છે. તો દુખાવા વગર ગુદામૈથુન કેવી રીતે કરી શકાય?

એક યુવક (વાપી)

* સંભોગમાં સંતોષ મહત્ત્વની વસ્તુ છે, સંતોષ કઈ રીતે આપો છો એ નહીં (મુખમૈથુન), (હસ્તમૈથુન) અથવા અપદ્રવ્ય (કૃત્રિમ લિંગ, વાઇબ્રેટર, આંગળી)થી સંતોષ આપી દેવો જોઈએ; કારણ કે મહત્ત્વની વસ્તુ સંતોષ છે, સંભોગ નહીં અને સંતોષની અનુભૂતિ બે કાન વચ્ચે થાય છે, બે પગ વચ્ચે નહીં. મુખમૈથુનથી કોઈ નુકસાન નથી થતું. ઋષિ વાત્સ્યાયને તેમના કામસૂત્રમાં એનો ઉલ્લેખ કર્યો છે. અર્વાચીન યુગમાં પણ વિજ્ઞાાન એમ કહે છે કે મુખમૈથુન એક ઉત્તમ વેરિયેશન છે અને એનાથી કોઈ જ નુકસાન નથી થતું. ગુદામૈથુન ઘણી વખત વ્યક્તિને ત્રાસદાયક લાગે છે, કારણ કે એમાં યોગ્ય લુબ્રિકેશન નથી હોતું. ગુદામૈથુન કરતી વખતે વ્યક્તિએ સારા પ્રમાણમાં તેલ જેવો ચીકણો પદાર્થ વાપરવો જોઈએ જેથી પ્રવેશ સરળ અને દુખાવારહિત બને. વ્યક્તિ ગમે તે મૈથુનમાં રાચી શકે છે, શરત એ કે એમાં બન્ને પક્ષની અનુમતિ હોવી જોઈએ.

- અનિતા