For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

મૂંઝવણ .

Updated: May 29th, 2023


 - મારા લગ્ન હજુ નથી થયા પરંતુ મારી બહેનપણીઓ વારંવાર  'સલામત સેક્સ' વિશે વાતો કરે છે. મને આ વિશે જરા સમજાવશો.

* હું ૩૨ વર્ષીય પરિણીતા  છું. મારા લગ્નને સાત વર્ષ થયા પણ સંતાન નથી. હું અને મારા પતિ અનેક ટેસ્ટ કરાવી ચૂક્યા છીએ. મારી હિસ્ટેરિયોગ્રાફી અને લેપ્રેસ્કોપી ટેસ્ટ પણ કરાવી છે.

ડોક્ટરો કહે છે કે મારા પતિના વીર્યની મોબિલિટી ઓછી છે તેથી કશું થઈ શકે એમ નથી.  શું તમે અમને કોઈ દવા કે ઉપાય સૂચવી શકો એમ છો. જેનાથી અમારે ઘરે પારણું બંધાય? અમે હવે હતાશ થઈ ગયા છીએ.

એક પત્ની (નડિયાદ)

* તમે જો સામાન્ય હો તો તમારા પતિ માટે એન્ડ્રોલોજિસ્ટને મળવું જરૂરી છે જેથી કરીને તેમની ચોક્કસ ખામીનો ઈલાજ થઈ શકે. આશા છોડી હતાશ થવાની જરૂર નથી. તમારા કરતા અટપટા કેસમાં પણ ગર્ભ રહ્યાના દાખલા બન્યા છે.

* મેનોપોઝ પછી સામાન્ય જાતીય સંબંધ રહી શકે કે કેમ?

એક મહિલા (રાજકોટ)

*  ચોક્કસ. મેનોપોઝ પછી પણ સામાન્ય રીતે જ જાતીય સંબંધ માણી શકાય. આમ છતાં જો યોનિમાર્ગ પૂરતો ચીકાશભર્યો ન રહેતો હોય તો કે વાય. અથવા ટુડે જેલી જેવો પદાર્થ વાપરી શકાય.

* હું ૨૬ વર્ષની પરિણીતા છું, લગ્નને એક વર્ષ થયું છે. લગ્ન પછી મેં આશરે પાંચ દિવસ માટે ગર્ભનિરોધક ગોળીઓ લીધી હતી. તે પછી ગોળીઓ લેવાનું બંધ કર્યું હતું. પરંતુ ત્યારબાદ મહિનામાં અનિયમિતપણે બેવાર માસિક આવતું. તેટલું જ નહિ, દરેક મહિને તેરમાં દિવસે આછા ગુલાબી રંગનું પ્રવાહી થોડા કલાક માટે નીકળે અને પછી બંધ થઈ જાય. હજી સુધી મને ગર્ભ રહ્યો નથી. શું મને થતી તકલીફ તેને માટે કારણભૂત છે. મારા પતિએ શુક્રાણુની ટેસ્ટ કરાવી છે જે ૫૦ લાખ સેલ જેટલા છે.

એક પત્ની (અમરેલી)

* મહિનાનીે મધ્યમાં થતો ગુલાબી સ્ત્રાવ એ ગર્ભબીજ નીકળવાની નિશાની છે. તે કોઈ બિનફળદ્રુપતા માટેનું કારણ નથી. તમારા પતિના શુક્રાણુની સંખ્યા સારી છે તેથી તમે ગર્ભધારણ કરી શકો એમ છો. તમારે યોેગ્ય સમય અને ગણતરીપૂર્વક સંભોગ કરવો. તેમ છતાં વધુ માર્ગદર્શન માટે ડોક્ટરને મળો તો વધુ હિતાવહ છે.

પ્રશ્ન : હું એક ફેકટરી કામદાર છું, અને ઘણી બજારું સ્ત્રીઓ સાથે સંબંધ બાંધ્યો છે. મને ડર છે કે મને એઇડસ જેવી કોઈ બીમારી થઈ હોય. તો શું મારે એચઆઈવી ટેસ્ટ કરાવવી જોઈએ?

એક પુરુષ (સુરત)

ઉત્તર : નીચેની પરિસ્થિતિમાં મુકાયેલી વ્યક્તિએ એચઆઈવીનું પરીક્ષણ કરાવવું સલાહભર્યું છેઃ

- જો એ એક કરતાં વધારે સેકસ્યુઅલ પાર્ટનર ધરાવતી હોય.

- જો એણે એચઆઈવીનો ચેપ ધરાવતી વ્યક્તિ/ બાઈસેકસ્યુઅલ/ હોમોસેકસ્યુઅલ વ્યક્તિસાથે અસુરક્ષિત સંભોગ કર્યો હોય.

- જેને એચઆઈવીનો ચેપ લાગ્યો છે કે કેમ એની જાણ ન હોય એવી વ્યક્તિ સાથે સમાગમ કર્યો હોય.

- ડૉક્ટર કે નર્સ જેવી વ્યક્તિઓએ કે જેને એચઆઈવી ધરાવતી વ્યક્તિઓના શરીરમાંથી નીકળેલા પ્રવાહીનો સ્પર્શ થયો હોવાની શક્યતા હોય.

- ભૂતકાળમાં લોહી લીધું હોય કે શરીરનું કોઈ અંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય. 

-  જે પ્રેગ્નન્ટ હોય અથવા ગર્ભાધાન કરવાનું વિચારી રહી હોય.

- સર્જરી, એન્જિયોગ્રાફી અને ડાયાલિસિસ કરાવ્યા પહેલાં અને પછી.

- જે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન હોય.

પ્રશ્ન : મારા લગ્ન હજુ નથી થયા પરંતુ મારી બહેનપણીઓ વારંવાર એવી વાત કરે છે કે પરણ્યા પછી શરીર સંબંધ બાંધતી વખતે ખૂબ સાવચેતી રાખવી જોઈએ. તેઓ 'સલામત સેક્સ' વિશે વાતો કરે છે. મને આ વિશે જરા સમજાવશો.

એક યુવતી (ઇન્દોર)

ઉત્તર : સેક્સને કારણે એચઆઈવી સહિતના રોગોનો ફેલાવો ઓછામાં ઓછો થાય એ માટે ઉપયોગમાં લેવાતી ટેકનિકને સેફ સેક્સ કે સેફ પ્રેક્ટિસ કહે છે. ચેપ ન ધરાવતી બે વ્યક્તિ વચ્ચેની તમામ જાતીય એક્ટિવિટીઝને સેફ ગણવામાં આવે છે. બેમાંથી એક અથવા બન્ને વ્યક્તિને ચપ લાગેલો હોય ત્યારે જો વીર્ય, યોનિમાંથી નીકળતું કે અન્ય કોઈ શારીરિક પ્રવાહી એક્સચેન્જ ન થાય તો એ પ્રવૃત્તિ સેફ ગણાય. નિરોધનો ઉપયોગ સેફ સેક્સનો એક પ્રકાર છે.

યોનિમૈથુન, મુખમૈથુન અને ગુદામૈથુન ટાળીને સલામત રીતે સેક્સ માણી શકાય છે, જેમ કે સંવેદનશીલ અંગોને પંપાળવાં, વૈકલ્પિક સંભોગ અજમાવી શકાય (જેમ કે પાર્ટનરની બે સાથળો વચ્ચે કે સ્તનોની વચ્ચે શિશ્નનું ઘર્ષણ.) બન્ને પાર્ટનર્સ એકબીજાને હસ્તમૈથુન કરી શકે અથવા જાતે હસ્તમૈથુન કરી શકે. હસ્તમૈથુન જેવું સેફ સેક્સ બીજું એકેય નથી.

- અનિતા

Gujarat
Worldcup 2023
English
Magazines