Get The App

મૂંઝવણ .

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
મૂંઝવણ                                                               . 1 - image

- હું એક યુવતીને પ્રેમ કરવા લાગ્યો છું,  અને  મારી સાથે રહેવા તૈયાર છે, પરંતુ સમાજ એ સાસરિયાઓ અવરોધરૂપ બન્યા છે, તેથી હું મૂંઝવણમાં મુકાઈ ગયો છું,  

હું ૨૦ વર્ષની યુવતી છું, બે મહિના  પછી મારા લગ્ન છે. સુહાગરાત અને જાતીય સંબંધો વિશે મને કશી જ માહિતી નથી મને આ બાબતે યોગ્ય માર્ગદર્શન આપશો.

એક  યુવતી (રાજકોટ)

* આજની યુવા પેઢીમાં જાતીય વ્યવહારો વિશેની સમજણ હોય છે જ, પરંતુ તમે આ વિશે ખરેખર કશું ના જાણતા હો તો કોઈ સારા લેખકનાં પુસ્તકો વાંચો. સસ્તુ અને ઉતરતી કક્ષાનું સાહિત્ય વાંચવુ જોઈએ નહીં. કારણ કે એવાં પુસ્તકો  માર્ગદર્શન આપવાના બદલે ગેરમાર્ગે દોરતાં હોય છે.

હું ૧૪ વર્ષનો વિદ્યાર્થી છું, મારી સ્કૂલમાં જ ભણતી એક છોકરી સાથે મને પ્રેમ થઈ ગયો છે.  એ છોકરી જાણે છ ેકે હું એને પ્રેમ કરું છું.  પણ મારા પ્રેમના ઊંડાણને એ સમજી શકતી નથી. એટલે હાલમાં એ કોઈ બીજા  છોકરાના ચક્કરમાં છે. તેને બીજા શહેરમાં લઈ જઈને એની સાથે લગ્ન કરી લઉં કે આમ દૂરથી જ જોયા કરું?

એક વિદ્યાર્થી ( અમદાવાદ)

* કિશોરાવસ્થામાં વિજાતીય પાત્ર માટે આકર્ષણ થાય એ સ્વાભાવિક છે. પરંતુ એને પ્રેમ સમજવાની ભૂલ ના કરશો, કારણ કે એ ફક્ત આકર્ષણ હોય છે. તમારા આવેગ અને  આવેશને શાંત થવા દો અને તમારી  કારકિર્દીને જ તમારું લક્ષ્ય બનાવો. થોડાં વર્ષો પછી તમને જ તમારા આવા ગાંડપણ  બદલ હસવું આવશે. આથી સંયમથી કામ લો અને કોઈ આડુ અવળું પગલું ના ભરશો. અત્યારે અભ્યાસ સિવાય તમારે બીજી કોઈ બાબતમાં  રસ લેવો જ ના જોઈએ.

હું ૨૨ વર્ષનો, બી.એ.ના ત્રીજા વર્ષમાં ભણતો યુવક છું. મારા લગ્નને ત્રણ વર્ષ થઈ ગયાં છે, પરંતુ મારાં સાસરિયાંઓ મારી પત્નીને મોકલતા નથી.  એટલું જ નહીં, મારા પત્ની  મને મળવા, મારી  સાથે વાત કરવા કે ઘેર આવવા પણ ઉત્સુક લાગતી નથી. દરમિયાનમાં હું એક અન્ય યુવતીને પ્રેમ કરવા  લાગ્યો છું,  અને  મારી સાથે રહેવા તૈયાર છે, પરંતુ સમાજ એ સાસરિયાઓ અવરોધરૂપ બન્યા છે, તેથી હું મૂંઝવણમાં મુકાઈ ગયો છું,  મારી પત્ની મારી સાથે રહેૈવા તૈયાર નથી અને બીજું કોઈ મારી સાથે રહે એ મારી પત્ની અને સાસરિયાઓને મંજૂર નથી. તો શું આખી જિંદગી મારે એકલા જ રહેવું પડશે?

એક યુવક ( રાજકોટ)

* લગ્ન પછી પણ તમારી પત્ની તમારી સાથે રહેવા તૈયાર નથી એનું કારણ શું છે? એ તમને મળવાનું તો દૂર, વાત કરવાનું   પણ પસંદ કરતી નથી. એની અને તમારા સાસરિયાઓની નારાજગીનું કોઈ ખાસ કારણ તો હશે જ અને તમે એ બરાબર જાણતા પણ હશો. વડીલોને સાથે રાખી સાસરિયાઓ સાથે બેસી તમારી સમસ્યાનું સમાધાન કરો. તમારો વાંક હોય તોે સ્વીકારી  લો. કોઈ બીજી  યુવતીના લફરામાં પડવાના બદલે તમારી   પત્ની સાથે સમાધાન કરી લો. નહીં તો તમારી સમસ્યા ઉકેલવાના બદલે વધી જશે.

હું ૧૮  વર્ષનો યુવાન છું, હું જ્યારે જ્યારે કોઈને જોરથી બોલતા સાંભળું ૅછું ત્યારે ગભરામણ થવા લાગે છે.  મારા ધબકારા વધી જાય છે. કોઈની સાથે  હું છૂટથી વાત પણ કરી શકતો નથી અને વાત કરતી વખતે પણ હું ગભરાટ  અનુભવું છું. તદુપરાંત ઊંઘ ના આવવાની પણ મારી ફરિયાદ છે. તેના કારણે આખો દિવસ મને સુસ્તી રહ્યા કરે છે. મહેરબાની કરીને ઉપાય બતાવશો.

એક  યુવક (સુરત)

* તમે વહેલી તકે કોઈ  મનોવૈજ્ઞાાનિકની સલાહ લો અને તેની સારવાર લો. તમારે હજુ ઘણી  લાંબી મજલ કાપવાની છે. આ સમસ્યા જ્યાં સુધી નહીં ઉકેલાય ત્યાં સુધી તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થઈ શકશો નહીં. આથી સમસ્યાની ગંભીરતા સમજી વહેલી તકે નિદાન કરાવો.

- અનિતા