For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મૂંઝવણ .

Updated: Nov 21st, 2022


- હું 33 વર્ષની પરિણીત સ્ત્રી છું. મારાં સ્તન નાનાં હોવાને કારણે મારું શરીર બેડોળ લાગે છે. સ્તનની સાઇઝ વધારવાનો કોઈ ઈલાજ બતાવવા વિનંતી. 

પ્રશ્ન : હું ૩૭ વર્ષનો યુવક છું. મને સમલૈંગિક સેક્સની આદત છે અને સમલૈંગિક પાસે મુખમૈથુન કરાવવામાં ઘણો આનંદ મળે છે. મને પંદર વર્ષથી હસ્તમૈથુન કરવાની પણ આદત છે. મારી તકલીફ એ છે કે છેલ્લા બે મહિનાથી હું હસ્તમૈથુન કરીને થાકી જાઉં છું, પણ વીર્ય નથી નીકળતું. બહુ જોર કરું ત્યારે પંદરથી વીસ મિનિટ પછી નીકળે છે અને ત્યારે ઘણો થાક લાગે છે. વીર્ય જલદી ન નીકળવાને કારણે સમલૈંગિક મિત્ર મને દૂર હડસેલી દે છે. મને શું તકલીફ છે એ જણાવશો અને વીર્ય જલદી નીકળે એ માટે શું કરવું એનું માર્ગદર્શન આપશો.

એક વ્યક્તિ (મુંબઈ)

ઉત્તર : વીર્યનું નીકળવું બે વસ્તુ પર આધાર રાખે છે. ૬૦થી ૬૫ વર્ષ પહેલાં એ મહદંશે ઉત્તેજના માટે તમને કોણ કઈ રીતે ઉત્તેજિત કરે છે એના પર આધાર રાખે છે. ધારો કે તમે એવી વ્યક્તિના વિચારથી હસ્તમૈથુન કરતા હો અથવા તો કોઈ એવી વ્યક્તિ સાથે સંભોગ કરતા હો જે તમને બહુ ઓછી પસંદ હોય તો સંભવ છે કે ચરમસીમા (સ્ખલન અવસ્થા) પર પહોંચતાં થોડો વધારે સમય લાગી જાય અને જ્યારે પહોંચો ત્યારે પણ આનંદમાં ઓછપ વર્તાય તેમ જ વીર્યની માત્રા પણ કદાચ ઓછી થઈ શકે.

૬૦-૬૫ વર્ષ પછીના તબક્કામાં હોર્મોનની ઊણપને કારણએવું પણ બનતું હોય છે. અડદની દાળ લસણમાં વઘારેલી તથા અડદિયો પાક ગાયના ઘી અને ખડીસાકરમાં બનાવેલો કદાચ હોર્મોન વધારવામાં મદદરૂપ થઈ શકે. કહે છે કે જો નિયમિત સૂર્યનમસ્કાર (યોગિક આસન) કરવામાં આવે તો પણ હોર્મોનનું સંતુલન જાળવવામાં મદદરૂપ થઈ શકે. 

જૂજ કિસ્સામાં કૃત્રિમ હોર્મોનની જરૂર પડતી હોય છે અને એ હોર્મોન ડૉક્ટરની દેખરેખ હેઠળ જ લેવાં જોઈએ કારણ કે મોટી ઉંમરના લોકોમાં આ હોર્મોન કોઈ વખત પ્રોસ્ટેટના કેન્સરને વણસાવી શકે છે એટલે હોર્મોન પ્રોસ્ટેટનું નિદાન (ગુદામાં આંગળી નાખીને અથવા તો લોહીની તપાસ કરીને) કર્યા પછી જ આપવાં જોઈએ.

પ્રશ્ન : હું ૩૩ વર્ષની પરિણીત સ્ત્રી છું. મારાં સ્તન નાનાં હોવાને કારણે મારું શરીર બેડોળ લાગે છે. સ્તનની સાઇઝ વધારવાનો કોઈ ઈલાજ બતાવવા વિનંતી.

એક મહિલા (સુરત)

ઉત્તર : સ્તનમાં કોઈ સ્નાયુ નથી, પણ સ્તનની નીચે ચોક્કસ સ્નાયુઓ છે. જો યોગ્ય કસરત કરવામાં આવે તો સ્તનની સાઈઝમાં છ-આઠ મહિનામાં એકાદ ઇંચનો ફરક પડી શકે. બાકી સ્તનમાં કોઈ સ્નાયુ નથી એટલે ક્રીમ, તેલ અને બજારમાં વેચાતા બીજા ઉપચારોથી ફાયદો જરૂર થાય છે, પણ એ વેચનારને થાય છે, લેનારને નહીં.

હકીકતમાં તમારી શારીરિક રચના એ માલિકની મહેરબાની છે અને એના માટે ખોટો અફસોસ ન કરવો જોઈએ, બલકે એને આનંદથી અપનાવવું જોઈએ. તમને એ જાણીને અચરજ થશે કે વાસ્તવમાં સ્તન જેટલાં નાનાં એમ એ નાનાં સ્તનવાળી સ્ત્રી વધુ ઉત્તેજના પામે છે કારણ કે ત્યાં ઓછા ભાગમાં વધુ જ્ઞાાનતંતુઓ ફેલાયેલા હોય છે. ઉપરાંત બજારમાં વિવિધિ પ્રકારની બ્રા મળે છે. તમે એનો પણ ઉપયોગ કરી શકો છો.

 પ્રશ્ન : મારી ઉંમર ૨૬ વર્ષની છે. મને વૃષણ પર હાથ ફેરવતી વખતે દુખાવો થાય છે. તો એનો ઉપાય શું?

એક યુવાન (કલોલ)

ઉત્તર : ઘણી વાર માણસ ઉત્તેજિત થયો હોય, પણ સ્ખલન અવસ્થા પર ન પહોંચ્યો હોય ત્યારે વૃષણમાં દુખાવો થતો હોય છે. આવી અવસ્થા જ્યારે સર્જાય ત્યારે લોહીનો ભરાવો પ્રજનનના અવયવોમાં થતો હોય છે અને હાથ લાગતાં થોડું દરદ અનુભવાય છે. આવા સમયે તમે સ્ખલન કરી નાખશો તો દુખાવો મટી જશે. જો આવું કરવાથી પણ દુખાવો ન મટે તો કોઈ સર્જ્યનને બતાવવું આવશ્યક છે.

- અનિતા

Gujarat