મૂંઝવણ .
- મને સાત માસનો ગર્ભ છે. મારા પગ, ઘૂંટી અને કયારે કયારે ચહેરા પર પણ સોજો આવે છે.
* હું ૧૮ વર્ષની યુવતી છું. માસિક ચક્ર નિયમિત હોવા છતાં મારા સ્તન અલ્પવિકસિત છે. તે ઉન્નત થઈ શકે તે માટેનો કોઈ ઉપાય છે? લગ્ન તથા સંતાનોત્પતિ બાદ સ્તન આપોઆપ ઉન્નત થઈ જાય એમ સાંભળ્યું છે, તે સાચું છે?
વસુંધરા કોટક (વેરાવળ)
* વક્ષસ્થળનો વિકાસ કરી શકે એવી કોઈ દવા કે ક્રીમ હજી સુધી શોધાઈ નથી તેમજ એ માટેની કોઈ ચોક્કસ કસરત પણ નથી. આથી જે કુદરતી હોય, તેને સહજતાથી સ્વીકારી લઈ તેને સંતુષ્ટ રહો.
સંતાનોત્પતિ પછી સ્તનોમાં આપોઆપ વૃધ્ધિ થાય છે, તે વાત સાચી છે. સગર્ભાવસ્થાના બીજા મહિનાથી જ આ પરિવર્તન થવા લાગે છે. સગર્ભાવસ્થા અને શિશુને સ્તનપાન કરાવવાના સમય દરમિયાન સ્તન લચી ન પડે, તે માટે યોગ્ય માપની બ્રા પહેરવી જરૂરી છે.
આ સાથે બીજી પણ એક સ્પષ્ટતા કરવી જરૂરી છે કે, દામ્પત્ય જીવનમાં અલ્પ વિકસિત સ્તનને લીધે જાતીય સુખ ભોગવવામાં કોઈ અવરોધ નડતો નથી. આમ છતાં જો કોઈ યુવતી લઘુતાગ્રંથિ અનુભવતી હોય, તો પ્લાસ્ટિક સર્જરી દ્વારા સ્તનના કદમાં વૃધ્ધિ થઈ શકે છે.
* પુરુષની ઈન્દ્રિય માટે ઉત્તેજિત થવાની પ્રક્રિયા શું હોય છે?
રહિમત ખાન (ભરૂચ)
* પુરુષનું શિશ્નોત્થાન જોવાથી, સ્પર્શવાથી, કામુક વાતો સાંભળવાથી કે એની કલ્પના કરવાથી થાય છે. માણસનાં મગજમાં કામકેન્દ્ર ઉત્તેજિત થાય ત્યારે મેરુદંડ મારફત ઉત્તેજના નીચે તરફ જાય છે. ત્યાં અમુક નસો એ ઉત્તેજનાને જનેન્દ્રિય ઉપકરણ સુધી પહોંચાડે છે. આ પ્રક્રિયા દરમિયાન પેલ્વિસમાં લોહીનો પ્રવાહ વધે છે અને શિશ્ન ઉત્તેજિત થાય છે. પુરુષની ઉંમર જેમ જેમ વધે તેમ તેમ તેને શિશ્નોત્થાન માટે વધુ પ્રત્યક્ષ ઉત્તેજનાની જરૂર પડે છે. તેમ છતાં ભય, અપરાધભાવ અને વ્યાકુળતા જેવી ચિંતાજનક સ્થિતિ કામોત્તેજનાની પ્રક્રિયામાં રુકાવટ ઊભી કરે છે.
* મારી ઉંમર ૩૬ વર્ષ છે અને મારા રકતમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ૧૦ ગ્રામ છે. મેં ઘણા ઇલાજ કર્યા આયરનની ગોળીઓ પણ લીધી પરંતુ હેમોગ્લોબિનના સ્તરમાં ફાયદો થયો નથી.
સુમિત્રા દેસાઇ (વાપી)
* આયરન ટોનિક લેવાથી પણ ફાયદો ન થયો હોય તો ખૂનમાં લાલ કણોની ઉણપ સાધારણ નથી. એનિમિયાના કારણની તપાસ કરવા સંપૂર્ણ તબીબી તપાસની જરૂર છે. આનું એક કારણ થેલાસીમિયા પણ હોઇ શકે છે. ડોકટરની સલાહ વગર આડેધડ આયરનની ગોળીઓ લીધે ન રાખો.
* મને સાત માસનો ગર્ભ છે. મારા પગ, ઘૂંટી અને કયારે કયારે ચહેરા પર પણ સોજો આવે છે. આ સોજા મોટે ભાગે સાંજને સમયે આવે છે. આ દિવસોમાં મારું વજન પણ વધી ગયું છે.
હેમલ વ્યાસ (નડિયાદ)
* ગર્ભાવસ્થાના અંતિમ સપ્તાહોમાં પગ અને ઘૂંટી પર સોજા આવવા સામાન્ય છે. આમ છતાં પણ તમારું બ્લ પ્રેશર અને એલ્બ્યુમિન માટે તમારા પેશાબનું પરીક્ષણ કરાવો. સાથે સાથે તમારા વજનનો રેકોર્ડ પણ રાખો. આ દિવસો દરમિયાન પ્રીકલેમ્પિસયા થઇ શકે છે. આમાં ગર્ભવતી મહિલાનું વજન ખૂબ જ વધે છે. બ્ડ પ્રેશર પણ વધે છે. અને પેશાબમાં એલ્બ્યુમિન જાય છે. આ માટે તમારા ડોકટરની સલાહ લો.
* મારા હોઠ પર ઝીણાં કેશ છે. મારે એ દૂર કરવા છે. થ્રેડીંગ અને વેકસિંગ સિવાય અન્ય વિકલ્પ બતાવવા વિનંતી.
વીણા દરૂ (જામનગર)
* સૌથી સરળ પધ્ધતિ થ્રેડીંગ અને વેકસિંગ જ છે. આમ છતાં પણ ખૂબ જ સૂક્ષ્મ કેશ હોય તો તમે પીલ ઓફ પેક લગાવી શકો છો. બજારમાં જુદી જુદી જાતના પેક ઉપલબ્ધ છે. નિયમિત વપરાશથી વાળ દૂર થઇ શકશે.
* મારે નખ વધારવા છે પરંતુ મારા નખ ખૂબ જ નરમ છે આથી વારેવારે તૂટી જાય છે. નખ, તૂટે નહીં આ માટે શું કરવું જોઇએ.
ગૌરી મહેતા (પાલણપૂર)
* નખ તૂટી જવાની ફરિયાદ સામાન્ય છે. આપણી ત્વચાને પોષણ જોઇએ છે. તેમ આપણા નખને પણ પોષણની જરૂર છે. તમે ગ્લીસરીન અથવા લીંબુની છાલથી તમારા નખની રોજ માલીશ કરો. આ ઉપરાંત ૧૦ દિવસ સુધી એક ચમચી જીલેટીન લેવાનું શરૂ કરો દવા તરીકે જીલેટીન લેવામાં વાંધો નથી એ પણ યાદ રહે કે ફાઇલિંગ કરતી વખતે નીચેની દિશામાં વધુ સમય સુધી ફાઇલિંગ કરવું નહીં. નખને ચોરસ અથવા ગોળાકાર રાખવા. આ ઉપરાંત આહારમાં દૂધ, દહીં, ક્રીમ અને ચીઝનું પ્રમાણ વધારી દો.
- અનિતા