mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

મૂંઝવણ .

Updated: Nov 20th, 2023

મૂંઝવણ                                                               . 1 - image


- મારાં લગ્નને ત્રણ વર્ષ થયાં છે, પણ હજી સુધી કોઈ સંતાન નથી. મારા પતિને સમાગમ વખતે મુશ્કેલીથી એક-બે ટીપાં જેટલું વીર્ય નીકળે છે. 

* હું ૨૫ વર્ષની પરિણીત સ્ત્રી છું. મારાં લગ્નને ત્રણ વર્ષ થયાં છે, પણ હજી સુધી કોઈ સંતાન નથી. મારા પતિને સમાગમ વખતે મુશ્કેલીથી એક-બે ટીપાં જેટલું વીર્ય નીકળે છે. અમે બધી ટેસ્ટ કરાવી છે અને બધા જ રિપોર્ટ નૉર્મલ આવ્યા છે. ઓછી માત્રાને લીધે વીર્ય ગર્ભાશય સુધી નહીં પહોચતું હોય? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક પરિણીતા (વડોદરા)

* એક-બે ટીપાં જ વીર્ય નીકળવું એ ખૂબ ઓછી માત્રા કહેવાય. વીર્યની માત્રા અડધા મિલિ લિટરથી પાંચ મિલિ લિટર નૉર્મલ ગણાય છે. તમે જેને વીર્ય કહો છો એ બરાબર ચેક કરવાની જરૂર છે. ઘણી વખત લોકો કાઉપર ગ્રંથિના દ્રવ્યને વીર્ય સમજી બેસતા હોય છે.

પુરુષ ઉત્તેજિત થાય છે ત્યારે ઘણી વાર એક-બે ટીપાં ચીકાસ બહાર આવે છે. આ ટીપાં પારદર્શક હોય છે, ગુંદર જેવા ચીકણાં હોય છે અને એ ઊભરાઈને બહાર આવે છે. આ કાઉપર ગ્રંથિનું દ્રવ્ય બે-ત્રણ ટીપાં જ હોય છે. વીર્ય સફેદ અથવા પીળાશ પડતા સફેદ રંગનું હોય છે, બહુ ચીકણું નથી હોતું અને એ પિચકારીની જેમ ઝટકાથી બહાર આવે છે. વીર્યની માત્રા સામાન્ય રીતે બે મિલિ લિટર જોવા મળે છે. મનગમતી વ્યક્તિને જોયા પછી કામેચ્છા વધુ તીવ્ર થાય અને ઇન્દ્રિયમાંથી લાળ બહાર આવે એને કાઉપર ગ્રંથિનો સ્રાવ કહેવાય છે. કાઉપર ગ્રંથિના સ્રાવમાં શુક્રજંતુની માત્રા એટલી નથી હોતી કે ગર્ભ રહી શકે. તમારા પતિને ખાસ પૂછી જોવું કે આ સ્રાવ થયા પછી પરમ આનંદનો અહેસાસ થાય છે કે નહીં. ઘણાં લોકો યોનિપ્રવેશ કર્યા પછી આગળ-પાછળ હલનચલન કરવાને બદલે ચરમસીમાની રાહ જોતા પડયા રહે છે. આવા લોકોએ આનંદની પરાકાષ્ઠાએ ન પહોંચે ત્યાં સુધી આગળ-પાછળ મૂવમેન્ટ ચાલુ રાખવી જોઈએ.

* મારા દિકરાની ઉંમર પાંચ વર્ષની છે. તે છેલ્લાં બે અઠવાડિયાથી તેની ચડ્ડીમાં હાથ નાખીને ઇન્દ્રિય સાથે રમતો હોય એવું લાગે છે. આ એક પ્રકારનું હસ્તમૈથુન છે? તેની આ કુટેવ નથી જતી. શું કરવું જોઈએ?

એક મહિલા (સુરત)

* બાળક ઇન્દ્રિયને અડે એને લીધે જે આનંદ થાય છે એ મેળવવા તે વારંવાર ચડ્ડીમાં હાથ નાખે છે. આને એક પ્રકારનું હસ્તમૈથુન કહી શકાય. આમ છતાં એક વાર તમારા ફૅમિલી ડૉક્ટર પાસે તેને લઈ જઈને તપાસ કરાવી લો કે તેને કોઈ ફંગલ ઇન્ફેક્શન કે બીજું કોઈ ઇન્ફેક્શન નથી લાગ્યુંને. એ પણ ચેક કરાવી લો કે તેના શિશ્ન પરની ચામડી ખૂબ જ સાંકડી તો નથીને. જો ચામડી ખૂબ જ ટાઈટ હોય તો સુન્નતનું ઑપરેશન કરાવવું હિતાવહ રહેશે. ઘણી વાર નાયલૉન કે સિન્થેટિકનાં કપડાં પહેરવાથી, ભેજવાળા હવામાનને લીધે અને પસીનાને લીધે ચામડીના જાતજાતના રોગો થઈ શકે છે. એને લીધે ખંજવાળ આવતી હોય તો પણ વારંવાર તેનો હાથ એ જગ્યાએ જઈ શકે છે. નહાતી વખતે ચામડી કેમ સાફ કરવી અને જાહેરમાં ઇન્દ્રિયને હાથ ન લગાવવો એની તાલીમ તેને ધીમે-ધીમે આપવાથી તમારા માન્યતા પ્રમાણેની તેની કુટેવ દૂર થઈ જશે.

* મારી ઉંમર ૨૪ વર્ષની છે. મારા પતિ યોનિપ્રવેશ કરે છે ત્યારે ખબર નથી પડતી કે શિશ્ન યોનિમાં બરાબર ગયું છે કે નહીં. તો એ વાતની ખબર કેવી રીતે પડે? અમે પહેલી વાર સેક્સ કર્યો ત્યારે મને દુ:ખાવો નહોતો થયો કે લોહી પણ નહોતું નીકળ્યું. સેક્સની જાણકારી ન હોય તો આવું થઈ શકે?

એક યુવતી (વાપી)

* હા, યોગ્ય જાણકારી ન હોય તો આવી સમસ્યા થઈ શકે છે. સ્ત્રીના ગુપ્તાંગમાં ત્રણ છિદ્ર હોય છે. સૌથી ઉપર પેશાબનું, એની નીચે યોનિમાર્ગ અને એની નીચે ગુદામાર્ગ. પેશાબના છિદ્રમાં એક આંગળી પણ ન જઈ શકે એટલે ઇન્દ્રિયના જવાનો પ્રશ્ન ઉપસ્થિત જ નથી થતો. ગુદામાર્ગ બહુ નીચે હોય છે. સામસામાં મોઢાં રાખીને સમાગમ કરો તો ગુદામાર્ગમાં ઇન્દ્રિયનો પ્રવેશ લગભગ અશક્ય છે. એટલે એક જ માર્ગ બાકી રહે છે અને એ છે યોનિમાર્ગ.

ઘણી સ્ત્રીઓને પહેલી વાર સમાગમ કરતી વખતે લોહી નીકળતું નથી. બીજું, તમને ઇન્દ્રિયનો પ્રવેશ થયો છે કે નહીં એનો અહેસાસ નથી થતો એનું કારણ એ કે સમાગમ વખતે તમારા બન્ને પગ વી શેપમાં ફેલાયેલા રહેતા હશે. એને લીધે યોનિમાર્ગનો આગળનો એક-તૃતીયાંશ ભાગ ઇન્દ્રિયને સ્પર્શતો જ નથી અને બાકીના ચાર ઇંચમાં સ્પર્શજ્ઞાાન નથી હોતું એટલે ઘણી વાર સ્ત્રીને ઇન્દ્રિયનો યોનિપ્રવેશ થયો હોવા છતાં પ્રવેશ નથી થયો એવો ભાસ થાય છે. જ્યારે તમને શક જાય ત્યારે ઇન્દ્રિયના યોનિપ્રવેશ પછી એક પગ સીધો કરી નાખો એટલે એ પગ તમારા પતિના બે પગની વચ્ચે આવી જશે. પછી તમારા બીજા પગની એડી પહેલા પગ પર મૂકી દો એટલે તમારા પગ ક્રૉસ થઈ જશે અને તમારા પતિના પગ તમારા પગની બહાર આવી જશે. આ પોઝિશનમાં ઇન્દ્રિય અને યોનિ વચ્ચેની પકડમાં મજબૂતી વર્તાશે.

- અનિતા

Gujarat