મૂંઝવણ .
- દોઢેક વર્ષમાં મારાં લગ્ન થવાનાં છે. મારે એ જાણવું છે કે લગ્નની પ્રથમ રાત્રે સફળ સંભોગ કેવી રીતે કરી શકાય અને હું પત્નીને વધારે ઉત્તેજના તથા સુખની પરાકાષ્ઠા કેવી રીતે આપી શકું?
* હું ૨૫ વર્ષની અપરિણીત યુવતી છું. છેલ્લાં દોઢ બે વર્ષથી હસ્તમૈથુન કરવાને લીધે મારું સ્વાસ્થ્ય ખૂબ જ બગડી ગયું છે. શરીર જાણે સુકાતું જાય છે, ગાલમાં ખાડા પડી ગયા છે, ચહેરાની ચમક ચાલી ગઈ છે, જનનાંગો પણ સુકાઈ ગયાં છે. મને કાંઈ જ સમજાતું નથી કે હું હવે શું કરું? માતાપિતા લગ્ન માટે દબાણ કરે છે પરંતુ આવી સ્થિતિમાં તેમને શું કહું ? શું મોરે કોઈ તપાસ કરાવવાની જરૂરિયાત છે?
એક યુવતી (મુંબઈ)
* તમે એકાએક આટલી બધી શંકાઓના ચક્રવ્યૂહમાં કેવી રીતે ફસાઈ ગયા તે તમારા પત્ર પરથી સ્પષ્ટત થતું નથી, પરંતુ જે કોઈ વ્યક્તિએ તમને એવું કહ્યું છે કે હસ્તમૈથુનથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે તે વ્યક્તિ પોતે પણ નથી જાણતી કે ખરેખર સત્ય શું છે. હસ્તમૈથુન કોઈ અકુદરતી ક્રિયા નથી અથવા તે કરવાથી શરીર પર કોઈ પણ જાતની ખરાબ અસરો પણ પડતી નથી કે જેથી શરીર દુર્બળ થઈ જાય. તમે નકામી શંકાઓથી ઘેરાઈને બેઠા છો. આ સ્થિતિમાંથી બહાર નીકળો. જીવનમાં કોેઈ રચનાત્મક પ્રવૃત્તિ કરો જેથી સુખશાંતિ પ્રાપ્ત થાય. માતાપિતા લગ્ન માટે કહી રહ્યાં હોય તો લગ્ન કરવામાં પણ કોઈ વાંધો નથી. ડોક્ટરની તપાસ કરાવવાથી પણ કશો ફેર પડવાનો નથી. તમે તમારી જ ગૂંથેલી શંકાની જાળમાંથી મુક્ત બની એવું કંઈક વિચારો જેથી તમે ફરીથી આશાવાદી વલણ અપનાવી સારું વિચારવાલાયક બની શકો.
* હું ૫૬ વર્ષની છું. મારી ઊંચાઈ પાંચ ફૂટ ત્રણ ઈંચ અને વજન ૬૯ કિલો છે. સ્વસ્થ છું. સ્ફૂર્તિ ધરાવું છું અને મારાથી નાની ઉંમરના લોકો કરતાં પણ વધુ કામ કરવાની શક્તિ ધરાવું છું, પરંતુ મને ગળ્યું ખાવાનો શોખ છે. દિવસમાં પાંચ વખત ચા પીવું છું અને તે પણ ગળી. બધા મને ટકોર કરે છે કે આટલી ચા પીવી સારી નહીં. તમે શું સલાહ આપશો?
એક સ્ત્રી (વાંકાનેર)
* તમારું વજન ઉંમર અને લંબાઈના પ્રમાણમાં ૫૪થી ૫૮ કિલોની વચ્ચે હોવું જોઈએ. ૬૯ કિલો વજન સામાન્ય કરતાં ૨૦ ટકા વધુ છે. તેને ઘટાડવાનો પ્રયત્ન કરશો તો વધુ સારું રહેશે. હજુ તમારું સ્વાસ્થ્ય સારું છે અને આગળ પણ એવું જ રહે તે માટે વજન ઘટાડવાથી લાભ થશે. એ દ્રષ્ટિથી જોઈએ તો ગળપણ, ખાંડ અને તળેલી વસ્તુઓ પર નિયંત્રણ રાખવું પડશે એટલું જ નહીં પણ થોડા પ્રમાણમાં કેલરી પણ ઘટાડવી પડશે. શરીરનું વજન એક કિલો ઓછું કરવા માટે ૧૫ દિવસમાં ૯૦૦૦ કેલરી ખર્ચ કરવી પડશે. ત્યારે મહિનામાં બે કિલો વજન ઓછું થશે. કોઈ ડાયેટીશિયનની મદદથી ખોરાક માટેનો ચાર્ટ તૈયાર કરાવો અને તેનું પાલન કરો.
* હું ૨૪ વર્ષની પરિણીતા, એક બાળકની માતા છું. લગ્નને પાંચ વર્ષ થઈ ગયાં છે. પતિ નૌકાદળમાં છે. હું તેમને બહુ ચાહું છું. પરંતુ તેઓ તેમના ઘરના લોકોને મારા કરતાં વધારે ચાહે છે. આ બાબતે જ ઘણી વાર મન દુ:ખ થઈ જાય છે. કૃપા કરી મારી સમસ્યાનું સમાધાન કરો.
એક બહેન (પૂના)
* તમે એક સૈનિકના પત્ની છો અને સૈનિક તો આખા રાષ્ટ્રને સમર્પિત હોય છે. તમને તો એમની પત્ની હોવાનો ગર્વ હોવો જોઈએ. આવી સંકુચિત માનિસકતા તમને શોભતી નથી. જો પતિ તમને પ્રેમ કરવાનો દાવો કરતા હોય, તો તમે વિશ્વાસ કરો. તેઓ તમને વધારે ચાહે કે તેમનાં ઘરવાળાંને એ બંનેની સરખામણી કદી ન કરો.
* હું ૨૦ વર્ષની છું. મારે એક ભાઈ અને એક બહેન છે. અમારાં મા-બાપ ત્રણેમાંથી કોઈને પ્રેમ નથી કરતાં. મારાં લગ્ન થવાનાં છે. સાંભળ્યું છે કે મારા સાસરિયાંના લોકો સારા છે. મારા લગ્ન તો થઈ જશે, પણ મારા પછી મારાં ભાઈબહેનનું કોણ જાણે શું થશે? હંમેશાં એમનો જ વિચાર આવ્યા કરે છે.
એક યુવતી (રાજકોટ)
* મા-બાપનો પોતાનાં બાળકો પર કુદરતી પ્રેમ હોય છે. તમારાં મા-બાપને પણ હશે જ. એવું જરૂરી નથી કે તેઓ પોતાનો પ્રેમ પ્રદર્શિત કર્યા જ કરે. તમે તમારા ભાઈ-બહેનની ચિંતા છોડી ભાવિ જીવનનાં સુંદર સપનાં જુઓ.
* હું ૨૧ વર્ષનો યુવાન છું. મારી સગાઈને એક વર્ષ થયું છે અને દોઢેક વર્ષમાં મારાં લગ્ન થવાનાં છે. મારે એ જાણવું છે કે લગ્નની પ્રથમ રાત્રે સફળ સંભોગ કેવી રીતે કરી શકાય અને હું પત્નીને વધારે ઉત્તેજના તથા સુખની પરાકાષ્ઠા કેવી રીતે આપી શકું?
એક યુવક (અમદાવાદ)
* એક વાત ખ્યાલમાં રાખો કે સંતોેષ અગત્યનો છે, સંભોગ નહીં. લગ્નની પહેલી રાત્રે સંભવ છે કે તમે થાકેલા હો. આપણા રીતરિવાજો અને વિધી નવપરિણીતોને થકવી દેનારા હોય છે. આ સંજોગોમાં સ્ત્રીની અપેક્ષા ઘણી હોય છે. તેણે મિત્રો પાસેથી જાત જાતની વાતો સાંભળી હોય છે, પરંતુ આવા સમયે બીજાઓનું અનુકરણ કરવાની જરૂર નથી. ફર્સ્ટ નાઈટે એક યા બીજી રીતે સ્ત્રીને પહેલાં સંતોષ આપી દેવો. ત્યાર પછી તમને ઉત્તેજના થાય ત્યારે સ્ત્રીના હાથમાં ઈન્દ્રિય આપી દેવી. સ્ત્રીને ખબર છે કે ઈન્દ્રિયના પ્રવેશ માટે કયું દ્વાર યોગ્ય છે.
* હું ૨૬ વર્ષનો છું. હું ઘણીવાર મારી ગર્લફ્રેન્ડનાં બ્રેસ્ટ સાથે રમું છું અને ક્યારેક વધુ પડતું દબાણ આપું છું. શું આનાથી બ્રેસ્ટ કેન્સર કે બીજી કોઈ બીમારી થઈ શકે?
એક યુવાન (સૂરત)
* શરીરના બીજા ભાગ પર દબાણ આપવાથી કેન્સર નથી થતું એ જ રીતે સ્તન પર દબાણ આવવાથી પણ કેન્સર નથી થતું. હા, એ વાત જૂદી છે કે કોઈને દબાણ સારું લાગે, કોઈને ન પણ ગમે. તમે તમારી ગર્લફ્રેન્ડને પૂછશો તો એ જ તમને તેનોે ગમોઅણગમો કહી શકશે. એને દર્દ થતું હશે તો પણ જણાવશે.
* હું બી.કોમ.ના છેલ્લા વર્ષનો વિદ્યાર્થી છું. મુંબઈમાં રહું છું જ્યાં જ્યાં નોકરી માટે જાઉં છું, ત્યાં ત્યાં ખૂબ જ નર્વસ થઈ જાઉં છું. મને લાગે છે કે અમુક કામ મારાથી નહીં જ થાય. આ જ કારણે બહુ સારી સારી નોકરીઓની તક મેં ગુમાવી દીધી. મને કંઈક માર્ગદર્શન આપો.
એક યુવક (મુંબઈ)
* તમારામાં આત્મવિશ્વાની ઉણપ છે. તમે તમારી અસફળતાઓ ભૂલીને પોતાની યોગ્યતાઓ જુઓ. તમારામાં યોગ્યતા છે એટલે જ તમે બી.કોમ.ના છેલ્લા વર્ષમાં પહોંચી ગયા છો. હવે જ્યારે પણ મોકોે મળે, ત્યારે દ્રઢ સંકલ્પ કરો કે તમે તે કામ માટે યોેગ્ય જ છો, એટલે જ તમને મોકોે મળ્યો છે અને તમે એમાં જરૂર સફળ થશો. જો એકવાર આત્મવિશ્વાસ ટકાવી રાખશો, તો ધીરે ધીરે તે વધતો જશે.
* મને હજી ૧૬ વરસ થયાં છે. મારાં માતા-પિતા અને ભાઈઓ મારી સાથે ઓરમાયું વર્તન રાખે છે. હું ૧૧માં ધોરણમાં ભણું છું. આ બધા હવે મને આગળ ભણાવવા નથી માગતાં, પણ મારે આગળ ભણવું છે. તેઓ મારાં લગ્ન કરી દેવા માગે છે. હું હમણાં પરણવા નથી ઈચ્છતી. કોઈ રસ્તો દેખાતો નથી. છોકરી છું, એટલે ઘર છોડીને નથી જઈ શકતી. આત્મહત્યા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી. શું કરું?
એક બહેન (વડોદરા)
* તમારા ઘરવાળા જેમની સલાહ માને તેમ હોય તેવા તમારા કોઈ સગાસંબંધીને મળીને તમારી ઈચ્છા ઘરનાંને કહેવડાવો કે ૧૮ વર્ષના ન થાવ ત્યાં સુધી લગ્ન નથી કરવાં અને તમારે આગળ ભણવું છે. ઓછામાં ઓછું ૧૨મા સુધી તો તમને ભણાવે જ એવી વિનંતી કરો. આત્મહત્યા કોઈ તકલીફનો ઉકેલ નથી, એટલે એવા વિચારો મનમાંથી કાઢી નાખો.
* હું પચ્ચીસ વર્ષનો યુવક છું. હમણાં જ મારું સગપણ થયું છે અને છ મહિના પછી મારા લગ્ન છે. મને ત્રણ વર્ષ પહેલાં ટીબી થઈ ગયો હતો. રોગ ફેફસામાં આગળ વધેલો હતો, જેના માટે એક વર્ષ સુધી મેં સતત દવા લીધી હતી. હવે હું પૂર્ણ રીતે સ્વસ્થ છું. પરંતુ મને ભય છે કે ક્યાંક દવાઓને લીધે મારી અંદરના શુક્રાણુઓ મરી ન ગયા હોય. શું હું પિતા બની શકીશ?
એક યુવક (સિદ્ધપુર)
* તમારી ચિંતા અસ્થાને છે. ટીબી વિરોધી દવાઓ શુક્રાણુ પર કોઈ ખરાબ અસર કરતી નથી. સાધારણ સંજોગોમાં પણ પુરુષની અંડગ્રંથિઓમાં દરરોજના લગભગ ૨૦ કરોડ શુક્રાણુ બને છે. જો તેનો વપરાશ થાય તો ઠીક નહીંતર થોડા સમય પછી તે જાતે જ ખતમ થઈ જાય છે. આ ક્રમ લગાતાર આવી જ રીતે ચાલતો રહે છે. જૂના શુક્રાણુ વપરાઈ જાય અથવા શોષાઈ જાય છે અને તેમનું સ્થાન નવા શુક્રાણુ લેતાં રહે છે. મનમાંથી ખોટી શંકાઓ કાઢી નાખો અને લગ્નજીવનનો પ્રારંભ કરો અને જ્યારે પણ પિતા બનો ત્યારે સુઅવસરને ગૃહશોભા પરિવાર સાથ જરૂર માણજો.
- અનિતા