For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

મૂંઝવણ .

Updated: Sep 18th, 2023


- મેં સુહાગરાતે જ મારી પત્ની પાસેથી વાત કઢાવી હતી કે લગ્ન પહેલાં તેને કોઈની સાથે પ્રેમ હતો અને એકવાર તેણે પ્રેમી સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હતો. 

* મારી ઉંમર ૩૧ વર્ષની છે. હું પરિણીત છું. લગ્નને ૧૦ વર્ષ થઈ ગયાં છે. સંયુક્ત પરિવાર છે. પ્રેમ કરનારો પતિ અને બે સુંદર બાળકો પણ છે. સુખી હોવાનાં તમામ કારણો છે છતાં મૂંઝવણ એ વાતની છે કે મારા પતિ હજુ પણ તેમની માતાના છેડા સાથે બંધાયેલા છે. મારા કરતાં પણ વધુ સમય (રાત સિવાય) પોતાની માતાને આપે છે. જ્યારે મારો દિયર સંપૂર્ણ રીતે વહુઘેલો છે. સવારે ઑફિસે જતાં પહેલાં નાસ્તો કરવા માટે રૂમ બહાર આવે છે. ઑફિસેથી પાછા આવી સીધા રૂમમાં ભરાઈ જાય છે.

હું પણ ઇચ્છું છું કે મારા પતિ પણ મારી પાછળ એવા જ ગાંડા બને. ક્યારેક ક્યારેક તો મને મારી દેરાણીની ઇર્ષા પણ આવે છે. તો મારે શું કરવું?

- એક પત્ની (સુરત)

* તમે સ્વીકારો છો કે તમારા પતિ તમને પ્રેમ તો કરે જ છે અને તમને તેના તરફથી સંપૂર્ણ સંતોષ પણ છે. પછી વિના કારણ શા માટે મૂંઝાઓ છો? તમારે તો ખુશ થવું જોઈએ કે તમારા પતિ એક સંપૂર્ણ માનવી છે. તમારી સાથે તે તેમની માનું પણ ધ્યાન રાખે છે. મા તરફ પણ તેમની કશી તો ફરજ છે જ ને?

તમારે સ્ત્રીઓ જેવા લટકામટકા કરવા જોઈએ. ખુશનુમા વાતાવરણ, સ્વચ્છ વસ્ત્રો, ચહેરા પર સ્મિત, કામ ગુસ્સામાં નહીં, પરંતુ પ્રેમથી કરો. જો પતિને તેની મા તરફ વળગણ છે તો તમે પણ મા પાસે જઈને બેસો કે જ્યારે પતિ બેઠા હોય. હસીહસીને વાત કરો. જો એક પુરુષ હજુ પણ માના પાલવ સાથે બંધાયેલો છે તો તે માતામાં કશી ખાસ વાત હશે. તમે પણ તે જાણી લો. તમારા પતિ તમારી સાસુ તરફના પ્રેમનો લાભ જરૂર આપશે.

રહી દિયરની વાત, તો દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય છે એટલે વિના કારણ ઈર્ષા કરી તમારા મનને ચિંતાગ્રસ્ત કરવારની જરૂર નથી.

* હું ૩૦ વર્ષનો જવાન છું. બે વર્ષ પહેલાં મારાં લગ્ન થયાં હતાં. સુહાગરાતે જ મેં મારી પત્ની પાસેથી વાત કઢાવી હતી કે લગ્ન પહેલાં તેને કોઈની સાથે પ્રેમ હતો અને એકવાર તેના પ્રેમી સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હતો. તેમ છતાં તેનાં ઘરનાં લોકો રાજી નહોતાં અને આ લગ્ન કરવાં પડયાં હતાં. હવે તો એ છોકરાનાં પણ લગ્ન થઈ ગયાં છે. પત્ની સમ ખાઈને કહે છે કે હવે તે તેને સાવ ભૂલી ગઈ છે, પરંતુ મારે ગળે આ વાત ઊતરતી નથી કારણ કે મેં સાંભળ્યું છે કે વ્યક્તિ પોતાનો પહેલો પ્રેમ ક્યારેય ભૂલી શકતી નથી.

હું જ્યારે પણ પત્ની સાથે શરીર સંબંધ કરવાનો પ્રયાસ કરું છું ત્યારે એ વાત મારા મગજમાં આવી જાય છે કે તે ક્યારેક કોઈની રહી ચૂકી છે અને આવો અહેસાસ મારા મનમાં આવતાં જ મારા મનમાં કચવાટ થઈ જાય છે. શું તેને છોડી દઉં? પણ હું જાણું છું કે હું તેના વિના રહી નહી શકું કારણ કે હું તેને બેહદ પ્રેમ કરું છું.

એક પતિ (વડોદરા)

* તમારી પત્નીનો પહેલો પ્રેમ એ ભૂતકાળ હતો અને તમે આજે તેના વર્તમાન છો એટલે જૂની વાતોને ભૂલી જાવ કારણ કે હવે તમે જ તેનું જીવન છો. એ સાચું છે કે પહેલા પ્રેમની પીડા રહે છે, પરંતુ નવા જીવનમાં પ્રવેશ કરી અને ઘરપરિવારમાં વ્યસ્ત રહેવાથી જૂની સ્મૃતિ ઝાંખી પડી જાય છે.

* હું ૨૪ વર્ષનો યુવક છું. એક છોકરીના પ્રેમમાં હતો. તેની સાથે લગ્નની પણ વાત થઈ હતી, પરંતુ મારા ઘરનાં લોકો એ સંબંધ સ્વીકારવા તૈયાર હતા નહીં. પરિણામે તેનાં બીજે લગ્ન થઈ ગયાં. થોડા દિવસ અગાઉ તે મને મળી  ત્યારે જાણવા મળ્યું કે તેના પતિ સાથે તેને બનતું નથી. લગ્નના બે મહિના પછીથી તે તેના પિયરમાં જ રહે છે અને છૂટાછેડા થવાના છે. તે કહે છે કે હજુ પણ તે મને પ્રેમ કરે છે અને લગ્ન કરવા ઇચ્છે છે, પરંતુ મારા ઘરવાળા આ માટે રાજી નહીં થાય તે હું જાણું છું.

બીજી તરફ ઘરમાં મારા લગ્નની વાતો ચાલે છે. મારે લગ્ન કરવા નથી, પરંતુ મારે મારી દાદી સામે નમતું જોખવું પડશે. છતાં પણ હું ના કહેતા ડરું છું કારણ કે હું મારા પ્રેમને હજુ સુધી ભૂલી શક્યો નથી. હું કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરી સુખી રહી શકીશ?

એક યુવાન (મુંબઈ)

* જો વાસ્તવમાં તમે હજુ પણ એકબીજાને ચાહો છો તો લગ્ન કરી લેવામાં કશું ખોટું નથી, પરંતુ પહેલાં છૂટાછેડા થઈ જાય એ પછી. મુશ્કેલી એ છે કે ભારતમાં છૂટાછેડા લેવામાં વર્ષો નીકળી જાય છે. આ કાંઈ ૨-૪ મહિનાની વાત નથી. છૂટાછેડા પાછળ ખર્ચ પણ ઘણો થાય છે. વકીલો-કોર્ટોનાં ચક્કર કાપવાં પડે છે. જો તમે રાહ જોઈ શકો તેમ હો તો જોખમ લેવા તૈયાર થાઓ. ત્યાંસુધી બંને મિત્રો બનીને વાતચીત કરતા રહો જ્યાંસુધી તમારાં લગ્ન ન થઈ જાય અથવા તે તેના પતિ પાસે પાછી ચાલી ન જાય. એ પછી તમારે મિત્રતા તોડી કાઢવાનું યોગ્ય રહેશે.

- અનિતા

Gujarat
Worldcup 2023
English
Magazines