Get The App

મૂંઝવણ .

Updated: Jul 18th, 2022

GS TEAM


Google News
Google News
મૂંઝવણ                                             . 1 - image


- મારાં લગ્નને  ત્રણ વર્ષ થયાં. અમારે કોઇ બાળક નથી. અમારી સેક્સલાઇફ પ્રમાણમાં ઘણી સારી છે. મારા પતિને ફોરપ્લેના ભાગરૂપે ઓરલ સેક્સ પસંદ છે. શું ઓરલ સેક્સ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નુકસાનકર્તા છે?

પ્રશ્ન: હું ૨૨ વર્ષનો યુવાન છું. છેલ્લાં ચાર વર્ષથી હું ગાંજો પીઉં છું. મેં સારું એવું જાતીય જીવન માણ્યું છે. છતાં છેલ્લાં કેટલાક સમયથી હું શિશ્નની ઉત્તેજનાને લગતી સમસ્યાથી પીડાઉં છું. એટલે કે મારું શિશ્ન લાંબા સમય સુધી ઉત્તેજિત અવસ્થામાં રાખી શકતો નથી. તે ઢીલું પડી જાય છે. મેં અશ્વિની અને વજોલી જેવી યૌગિક મુદ્રાઓના પ્રયોગો કરવાની તમારી સલાહ વિશે વાંચ્યું હતું, પરંતુ એ સિવાય બીજા કોઇ ઉપાય તમે મને સૂચવી શકશો?

ઉત્તર: તમારે સૌપ્રથમ ગાંજો પીવાનું છોડી દેવું જોઇએ, કારણ કે તેનાથી કામતંત્ર પર ખરાબ અસર થાય છે. હું તમને કોઇક ભરોસાપાત્ર લૅબોરેટરીમાં એકઠા કરેલા લોહીના નમૂના (૨૦-૨૦ મિનિટના ઇન્ટરવલ બાદ ત્રણ વખત લેવામાં આવતું અને પછી રોજિંદો ફેરફાર ટાળવા માટે ભેગું કરીને તપાસવમાં આવતું લોહી) વડે તમારા સિરમટેસ્ટોસ્ટેરોન (પુરુષ હોર્મોન)ની ચકાસણી કરાવવાની સલાહ આપું છું. આ ટેસ્ટના આધારે તમને આગળ સલાહ આપી શકાય. ત્યાં સુધી તમે યૌગિક મુદ્રાઓ કરવાનું ચાલુ રાખશો એવી વિનંતી છે.

પ્રશ્ન: હું ૨૮ વર્ષનો અપરિણીત યુવાન છું. ૧૯૯૬માં પહેલી વાર મેં એક વેશ્યા સાથે કૉન્ડોમ વાપર્યા વગર સંભોગ કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી મને પગના સાંધાઓમાં દરદ થાય છે અને હું બેચેની અનુભવું છું. ઉપરાંત મારું વજન પણ થોડુંક ઘટી ગયું છે.  મારા વ્યવસાયમાં મારે ખૂબ જ પ્રવાસ કરવો પડે છે. છતાં મને ચિંતા થાય છે કે આ સમસ્યાઓ એચઆઇવીના ચેપને કારણે તો સર્જાઇ નહીં હોય? એચ આઇવીનાં લક્ષણો જણાવશો. ૧૯૯૬ પછી મેં કોઇની સાથે સંભોગ કર્યો નથી. મને ઇલાજ સૂચવશો.

ઉત્તર: તમે એચઆઇવી પોઝિટિવ હો તો પણ તમારામાં તેનાં લક્ષણો હોઇ શકે અથવા તમે સંપૂર્ણપણે એ લક્ષણોથી મુક્ત હોઇ શકો. તમે કોઇક સારી લૅબોરેટરીમાં એચઆઇવીની ટેસ્ટ કરાવી લો તે વધારે ડહાપણભર્યું છે. હકીકતમાં ઘણાં સેન્ટરોમાં ગુપ્ત રીતે એચઆઇવીનું ટેસ્ટિંગ પણ કરવામાં  આવે છે.

પ્રશ્ન: હું ૧૪ વર્ષનો કિશોર છું. મને રાત્રે ઊંઘમાં પેશાબ થઇ જાય છે. હું આ માટે કોઇ ડૉક્ટર પાસે જવા માગતો નથી. શું હસ્તમૈથુનને કારણે આમ થતું હશે? આ સમસ્યામાંથી છુટકારો મેળવવા મને કોઇ યોગ્ય ઇલાજ સૂચવશો?

ઉત્તર: હસ્તમૈથુનને રાત્રે થનારા પેશાબ (ઍન્યુરેસિસ) સાથે કશો સંબંધ નથી. આ એક ખૂબ જ સાધારણ સમસ્યા છે અને સામાન્ય રીતે ૧૮ વર્ષની ઉંમરે તે આપમેળે બંધ થઇ જાય છે. રાત્રે સૂતાં પહેલાં બની શકે તેટલું ઓછું પાણી પિવાય તેનું ધ્યાન રાખશો. ઉપરાંત આયુર્વેદમાં આ સમસ્યાના ઇલાજરૂપે સૂતાં પહેલાં એક ચમચી કાળા તલ ચાવવાની સલાહ આપવામાં આવી છે.

પ્રશ્ન: હું ૨૮ વર્ષની પરિણીત સ્ત્રી છું. મારાં લગ્નને  ત્રણ વર્ષ થયાં. અમારે કોઇ બાળક નથી. અમારી સેક્સલાઇફ પ્રમાણમાં ઘણી સારી છે. મારા પતિને ફોરપ્લેના ભાગરૂપે ઓરલ સેક્સ પસંદ છે. શું ઓરલ સેક્સ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નુકસાનકર્તા છે? શું એનાથી સ્ત્રીની ફળદ્રુપતા પર અસર થાય ખરી? પ્રેગ્નન્સી દરમ્યાન ઓરલ સેક્સ કરવામાં કોઇ વાંધો ખરો?

ઉત્તર: એકબીજાને વફાદાર હોય એવા પાર્ટનરો માટે ઓરલ સેક્સ નુકસાનકર્તા નથી. વાત્સ્યાયને સુધ્ધાં 'કામસૂત્ર'માં ઓરલ સેક્સની ભલામણ કરી છે. આધુનિક કામશાસ્ત્ર આ માન્યતાને પુષ્ટિ આપે છે.

ગર્ભાવસ્થા દરમ્યાન ઓરલ સેક્સ કરવું સલામત છે, પણ જો ગાયનેકોલૉજિસ્ટે પ્રેગ્નન્સી દરમ્યાન કોઇક તકલીફને ધ્યાનમાં લઇને સંભોગ ન કરવાની સલાહ આપી હોય તો તમારે ઓરલ સેક્સ પણ ટાળવું જોઇએ. એનું કારણ એ છે કે ઓરલ સેક્સ દરમ્યાન યોનિમાં થતું સંકોચન ક્યારેક નોર્મલ સંભોગ દરમ્યાન થતા સંકોચન કરતાં વધારે તીવ્ર અને પાવરફુલ હોય છે.

પ્રશ્ન: હું ૫૩ વર્ષનો પુરુષ છું. છેલ્લા ચાર વર્ષથી હું એક વિચિત્ર તકલીફનો ભોગ બન્યો છું. મારું શિશ્ન ઉત્થાનની સ્થિતિમાં આવતાંની સાથે જ એકદમ ત્રાંસુ થઇ જાય છે. શું આ તકલીફ દૂર થવી શક્ય છે? મારે શું કરવું જોઇએ?

ઉત્તર: શિશ્નમાં ર્પ્લક (છારી) જામી ગઇ છે કે કેમ એ જાણવા માટે તમે ડૉપ્લર ટેસ્ટ કરાવી લો. આધુનિક દવાઓ આ તકલીફમાં ખાસ કશું કરી શકે એમ નથી. સિવાય કે તમે સર્જરી કરાવો. 

હા, આયુર્વેદ કે હોમિયોપથી જેવી વૈકલ્પિક ચિકિત્સા પધ્ધતિ આ પ્રકારની પરિસ્થિતિમાં અત્યંત મદદરૂપ સાબિત થઇ શકે.

- અનિતા

Tags :