- સ્ટ્રોબેરી ખાવાથી ઉત્તેજના વધે? કોના માટે-સ્ત્રી માટે કે પુરુષ માટે? બીજો કયો ખોરાક ખાવાથી ઉત્તેજના વધે?
સવાલ : હું ૨૯ વર્ષનો યુવાન છું. મારાં લગ્નને પાંચ વર્ષ થયાં છે. અમારી સેક્સલાઈફ ઘણી જ સારી છે, પણ હવે મોનૉટોની આવી જતાં પહેલાં જેટલી મજા નથી આવતી. કંઈક જુદું થાય એ માટે અમે હમણાં જ સેકન્ડ હનીમૂન પર પણ જઈ આવ્યાં. ત્યાં એક ફ્રેન્ડ સાથે વાત થતી હતી એમાંથી તેમણે મને ફ્લેવર્ડ કૉન્ડોમ બતાવ્યાં. એ બહારથી ખરબચડાં હતાં. તેનું કહેવું હતું કે આનાથી વાઈફને વધારે મજા આવશે. એની સુગંધ ખૂબ જ સારી હતી એટલે એક વાર અમે તે વાપર્યું પણ ખરું. જોકે એનાથી મારી વાઈફને વજાઈનામાં લાલાશ આવી ગઈ છે. શું સુગંધિત કૉન્ડોમને કારણે એમ થયું હશે? વાઈબ્રેટર વાપરવાથી વધુ મજા આવે છે એવું પણ તે કહેતો હતો. શું એ વાપરી શકાય?
એક યુવક (સુરત)
જવાબ : માર્કેટમાં જાતજાતનાં સુગંધિત અને ફ્લેવર્ડ કૉન્ડોમ મળે છે. મોટા ભાગે એનાથી એલર્જી થતી નથી. પરંતુ કદાચ બહારની ખરબચડી સપાટી, લાંબો સમય ઘર્ષણ અને વજાઈનામાં ડ્રાયનેસ હોય તો આવું થઈ શકે છે. જોકે કોઈ પણ વ્યક્તિ પાસેથી આ પ્રકારનાં કૉન્ડોમ ખરીદતાં પહેલાં તમારે એ ચેક કરી લેવું જરૂરી છે કે એ સારી બ્રેન્ડનાં અને સારી ક્વૉલિટીનાં હોય, એમાં લેટેક્સ વપરાયેલું હોય. હલકી કક્ષાનું લેટેક્સ હોય તો એનાથી પણ ખંજવાળ, લાલાશ અને બળતરા થઈ શકે છે.
સેક્સમાં વૈવિધ્ય આવે એ માટે જાતજાતની એક્સેસરીઝ માર્કેટમાં મળે છે. વિવિધ ફ્લેવરનાં, કૉન્ડોમથી જરૂર નાવીન્ય મળશે. સ્ટ્રોબેરી, પાઈનેપલ, ચોકલેટ, બનાના જેવી ફ્રૂટ્સ ફ્લેવરમાં વપરાતાં કેમિકલ્સની એલર્જી તો નથીને એ ચેક કરી લેવું જરૂરી છે.
વાઈબ્રેટ વાપરવામાં વાંધો નથી, પરંતુ એની વાઈબ્રેશનની ફ્રીક્વન્સી વ્યક્તિ એન્જોય કરી શકે એટલી હદની જ રાખવામાં આવે એ જરૂરી છે. વધુ પડતું વાઈબ્રેશન એ ભાગને સંવેદનારહિત પણ બનાવી શકે છે.
પ્રશ્ન : સ્ટ્રોબેરી ખાવાથી ઉત્તેજના વધે? કોના માટે-સ્ત્રી માટે કે પુરુષ માટે? બીજો કયો ખોરાક ખાવાથી ઉત્તેજના વધે?
(ચીરાબજાર)
ઉત્તર : મારા ખ્યાલથી સ્ટ્રોબેરી ખાવાથી ઉત્તેજના વધે છે એવું વિધાન કોઈ ફ્રૂટવાળાએ કહ્યું હશે. સ્ટ્રોબેરી ખાવાથી કામેચ્છા કે કામશક્તિ પર કોઈ અસર નથી પડતી. સ્ટ્રોબેરીનો શેપ અંડકોશ જેવો હોવાને કારણે કેટલાક લોકોને એમ લાગે છે કે એમાં અંડકોશમાંથી નીકળતાં હોર્મોન્સ જેવી તાકાત હશે, પણ એ કોઈ હકીકત નથી. સેક્સ માટે મહર્ષિ ચરકે ગાયનું ઘી લેવાનું કહ્યું છે. એક ચમચી ગાયનું ઘી એક કપ દૂધમાં નાખી જરૂર પૂરતી ખડી સાકર મિક્સ કરીને રોજ રાત્રે પી જવું જોઈએ. ગાયનું ઘી જ લેવું, કારણ કે એમાં વિટામિન એ વધારે હોય છે જે આંખ સારી બનાવે છે, યાદશક્તિ વધારે છે અને માનસિક તાણ ઓછી કરે છે. એનાથી એસિડિટીમાં રાહત મળે છે, કારણ તે એ પિત્તશામક છે. કહે છે કે એનાથી લોહીમાં ચરબી અને કોલેસ્ટરોલ નથી વધતાં. મહર્ષિ ચરક માત્ર ગાયના ઘી પર જ ભાર મૂકે છે, ભેંસના નહીં, કારણ કે જે તાકાત આખલામાં હોય છે એ પાડામાં નથી હોતી.
પ્રશ્ન : અમારી પતિ-પત્નીની ઉંમર પંચાવન વર્ષની છે. અમને બન્નેને એકસરખી તકલીફ થઈ છે. મારા લિંગના મુખ પર અને પત્નીની યોનિના મુખ પર લાલ-લાલ ઝીણી-ઝીણી ફોલ્લીઓ થઈ છે અને ખૂબ ખંજવાળ આવે છે. મારા લિંગનું મુખ ચામડી તતડીને બંધ થઈ ગયું હોય એવું લાગે છે. જોકે ખરેખર બંધ નથી થયું. પેશાબ બરાબર થાય છે. લિંગની ચામડી પહેલેથી જ ઉપર ચડેલી નથી. બન્નેને બળતરા થાય છે અને સંભોગ નથી થઈ શકતો, કરીએ તો પણ ચામડી ચડેલી નહીં હોવાથી સંભોગ કરતી વખતે ચામડી ખૂબ તણાય છે અને સંભોગ નથી કરી શકતાં, તો યોગ્ય ઉપાય જણાવશો.
(માટુંગા)
ઉત્તર : આનું મુખ્ય કારણ ફંગલ ઈન્ફેક્શન (મોનિલિયલ ઈન્ફેક્શન) હોઈ શકે. તમે લિંગ પર કેન્ડિડ-બી મલમ લગાવશો તો બે દિવસમાં રાહત થઈ જશે. તમારાં પત્નીને માત્ર કેન્ડિડ (બી નહીં) મલમ લગાવવાની સૂચના લગાવ્યા પછી તમે બન્ને જણ સુખેથી સંભોગ કરી શકશો. સંભોગ દરમ્યાન જો ચામડી ખેંચાતી હોય તો એનું નિરાકરણ ત્રણ રીતે આવી શકે. તમે જ્યારે યોનિપ્રવેશ કરો ત્યારે કોપરેલનું તેલ લગાવવું, જેથી પ્રવેશમાં સરળતા થઈ જાય. જો એનાથી સરળતા ન મળે તો સંભોગ કરતી વખતે કોન્ડોમ પહેરીને સંભોગ કરવો જેથી લિંગ પરની ચામડી ખેંચાવાનો પ્રશ્ન જ નહીં રહે અને પરિણામે બિલકુલ દુખાવો નહીં થાય. છેલ્લો વિકલ્પ સુન્નત (સર્કમસીઝનનું ઓપરેશન) છે. આ ઉંમરે મને એ યોગ્ય નથી લાગતું.
નોંધ : આ સમસ્યાનું મૂળ કારણ કદાચ શરીરમાં રહેલો ડાયાબિટિઝ પણ હોઈ શકે. એટલે બન્ને જણે બ્લડશૂગર ચેક કરાવી લેવું હિતાવહ રહેશે. જ્યારે મલમ ત્રણ-ચાર દિવસ લગાવો ત્યારે સંભોગમાં ન રાચવું. નહીંતર ઈન્ફેક્શન પિના પોન્ગ થયા કરશે.
- અનિતા


