મૂંઝવણ .
- મારા ભાવિ પતિ એવું માને છે કે કદાચ મારામાં જાતીય ઉત્તેજના ઓછી છે શું આના લીધે અમારા સંબંધમાં કડવાશ તો નહીં આવી જાય?
* હું મારી જ જ્ઞાાતિની એક યુવતીને મનોમન પ્રેમ કરું છું, પરંતુ એ ડરના કારણે પ્રેમનો પ્રસ્તાવ મૂકી શક્યો નથી કે તે શું જવાબ આપશે એ યુવતીની સગાઈ પણ થઈ ગઈ છે. હું તેની સામે કેવી રીતે પ્રેમનો પ્રસ્તાવ મૂકું?
એક યુવતી (અમદાવાદ)
* તમે પ્રેમનો પ્રસ્તાવ મૂકવામાં ઘણું મોડું કરી દીધું છે હવે તો એ યુવતીની સગાઈ પણ થઈ ગઈ છે તેથી તમારે આ ઘટના ભૂલી જવી જોઈએ.
* મેં ૧૭ વર્ષની ઉંમરે પ્રેમલગ્ન કર્યા હતા. અત્યારે મારી ઉંમર ૨૫ વર્ષની છે અને મારે બે પુત્રોે છે. મારા સાસરે ઘણી સુખસાહ્યબી છે. કુટુંબમાં શરાબ, જુગાર જેવી બદીઓ બેધડક ચાલે છે, પરંતુ માાર પતિ આ બધાથી દૂર છે. તેમણે પોતાના સ્વતંત્ર બિઝનેસ શરૂ કર્યો છે. બિઝનેસ તો ઠીક ઠીક ચાલે છે, પરંતુ તેઓ સતત મારી ઉપેક્ષા કરવા લાગ્યા છે. તેમના આવા વર્તનનું કદાચ એ હોેઈ શકે કે તેમના એક મિત્રને પોતાની પત્નીથી ઉપેક્ષા મળતી હોવાના કારણે તે મારી નજીક આવી ગયો. મને પણ ખબર છે કે આ બધું ખોટું થાય છે તેમ છતાં તેને હું છોેડી શકતી નથી તો મારે શું કરવું જોઈએ?
એક મહિલા (સુરત)
* તમે પ્રેમલગ્ન કર્યા છે અને તમે અત્યારે તમારા પતિથી માત્ર એટલા માટે વિમુખ થયા છો કે તેઓ પોતાના બિઝનેસમાં વ્યસ્ત થઈ ગયા છે. બિઝનેસ જમાવવા માટે ભારોે મહેનત, ધગશ અને ધ્યાનની જરૂર પડે છે. આવી પરિસ્થિતિમાં તેઓ થોડા દિવસ માટે પ્રેમ વ્યક્ત ન કરી શક્યાં અને તમે તેમને સાથ આપવાને બદલે દુરાચારમાં ડૂબી ગયા આ બિલકુલ યોગ્ય ન ગણાય. તમારી ભલાઈ એમાં જ છે કે તમે પતિના મિત્ર સાથેનો સંબંધ તોડી નાખો અને પતિ તથા બાળકો પર ધ્યાન આપો.
* મારી ઉંમર ૨૩ વર્ષની છે. મારી સગાઈ થઈ ગઈ છે. અમારા હળવામળવા પર કોઈ પણ પ્રકારની રોકટોક નથી. તેથી આવી સ્વતંત્રતાને લીધે અમારી વચ્ચે ત્રણ-ચાર વખત શારીરિક સંબંધ પણ બંધાઈ ગયો છે.
સમાગમ દરમિયાન મને ખૂબ પીડા થાય છે અને કોેઈ પણ જાતનો આનંદ અનુભવાતો નથી. મારા ભાવિ પતિ એવું માને છે કે કદાચ મારામાં જાતીય ઉત્તેજના ઓછી છે શું આના લીધે અમારા સંબંધમાં કડવાશ તો નહીં આવી જાય?
એક યુવતી (વાપી)
* શરૂઆતમાં જાતીય અંગો સખત હોવાને કારણે શારીરિક સંબંધ દરમિયાન થોડું દુઃખે છે, પરંતુ તે થોડા ઢીલાં પડયાં પછી સમાગમ સુખદાયક બનવા લાગે છે. જો કે લગ્ન પહેલાં શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ કારણ કે સંકોચને કારણે નિશ્ચિત મને સંબંધ બંધાતો નથી. ઉપરાંત, ગર્ભ રહી જવાનો કે બીજી કોઈ તકલીફનો મનમાં ડર રહ્યા કરે છે.
* હું ૧૬ વર્ષનો કિશોર છું. મારી ઊંચાઈ પાંચ ફૂટ દસ ઈંચ છે અને વજન માત્ર ૪૫ કિલો છે. આ કારણસર હું ખૂબ પાતળો દેખાઉં છું. મારા મિત્રો મારી મજાક ઉડાવે છે, પરંતુ તેનાથી કોઈ લાભ થયો નહિ. મને ક્યારેક સ્વપ્નદોષ પણ થઈ જાય છે જેથી મને ચિંતા થાય છે. ક્યાંક મારું પાતળું શરીર આ કારણસર તો નથી ને? કોઈ એવો ઈલાજ બતાવો કે મારું શરીર હષ્ટપુષ્ટ થઈ શકે.
એક યુવક (વલસાડ)
* કિશોરાવસ્થામાં જે દિવસોમાં ઊંચાઈ વધતી હોય ત્યારે શરીર દૂબળું પાતળું દેખાય એ સામાન્ય બાબત છે. જેમ જેમ તમે તમારી પૂરેપૂરી ઊંચાઈ મેળવી લેશો તેમ તેમ તમારું શરીર પછી ભરાવદાર થતું જશે.
ઉચિત તો એ રહેશે કે તમે આવા સમયની રાહ જુઓ અને ત્યાં સુધી આ બાબતે વધુ ચિંતા ન કરો. તેમ છતાં જો તમે તમારું વજન વધારવા જ માગતા હો તો આનો એકમાત્ર સરળ ઉપાય એ છે કે તમે દિવસમાં જેટલી કેલેરી વાપરતા હો તેનાથી વધુ કેલરી લેવાનું શરૂ કરી દો.
આ માટે તમે દિવસમાં ત્રણવાર ભોજન કરવાને બદલે પાંચ-છ વખત કરો. આવું કરવામાં સૌથી મોટી મુશ્કેલી એ છે કે એકવાર તમને આની ટેવ પડશે તો પછી આનાથી પીછો છોડાવવો મુશ્કેલ બની જશે.
સ્વપ્નદોષ પુખ્ત પુરુષના જીવનની એક સામાન્ય ક્રિયા છે. આને સ્વપ્નદોષને બદલે સ્વપ્નમૈથુન કહેવું વધારે યોગ્ય રહેશે કારણ કે આવું કામુક સપનાને કારણે થાય છે. આ એક રીતે કામેચ્છાના નિકાલનો કુદરતી માર્ગ છે. આનાથી શરીરમાં ક્યારેય નબળાઈ આવતી નથી. આ ક્રિયા તો બિલકુલ એવી છે જેમ કે એક છલોછલ પાણી ભરેલા ગ્લાસમાં જો વધારે પાણી રેડવામાં આવે તોે પાણી બહાર ઢોળાવા લાગે છે.
આવી જ સ્થિતિ વીર્યની છે. તેનો ઉપયોગ થાય કે ન થાય, પરંતુ શરીરમાં તેનું નિર્માણ સતત થતું રહે છે. જો મૈથુન કે હસ્તમૈથુન દ્વારા આનો નિકાલ ન થાય તો એ સ્વપ્નમૈથુનના માધ્યમ દ્વારા બહાર નીકળી જાય છે.
- અનિતા