મૂંઝવણ .
- આજકાલ જુદી જુદા જાતનાં કાન્ડોમની અડ ટીવી પર બતાવવામાં આવે છે. એ વાપરવાથી સેક્સ લંબાવી શકાય? ઓર્ગેઝમ મળી શકે?
* હું ૩૮ વર્ષનો પરિણીત પુરુષ છું. અમારી સેક્સલાઈફ આર છે. અમે અઠવાડિયામાં લગભગ ત્રણ વખત સંભોગ કરીએ છીએ. મારા મિત્રે એક સ્પ્રે આપ્યું છે. એક વખત સંભોગ કરતી વખતે મેં એ સ્પ્રે છાંટયું ત્યારે એ વખતે સંભોગ દરમ્યાન મારું સેક્સ લાંબો સમય ચાલ્યું અને પત્નીને ખુબ જ આનંદ મળ્યો. હવે તે વારે ઘડીએ મને સ્પ્રે વાપરવા કહે છે. હું રેગ્યુલરલી સ્પ્રે વાપરી શકું? સ્પ્રેની સાઈડઈફેક્ટ શું? આજકાલ જુદી જુદા જાતનાં કાન્ડોમની અડ ટીવી પર બતાવવામાં આવે છે. એ વાપરવાથી સેક્સ લંબાવી શકાય? ઓર્ગેઝમ મળી શકે?
એક પતિ (અમદાવાદ)
* આજકાલ વિદેશમાં મેડિક્લ બજારમાં જાતજાતનાં સ્પ્રે મળે છે. કોઈક પુરુષો માટે સંભોગનો સમય વધારવા માટે હોય છે તો કોઈક નેબલ સે એટલે કે નાકમાં છાંટવા માટે હોય છે જેથી સ્ત્રીઓમાં સેક્સની ઇચ્છા વધે.
શીઘ્રપતન માટે જે મળે છે એમાં મુખ્યત્વે લોકલ અનેસ્થેટિક એટલે કે એવી દવા હોય છે જે શિશ્ન પર છાંટે તો ત્યાંની સંવેદના ઓછી થઈ જાય છે અને સંભોગ લાંબો સમય ચાલે છે. ઘણી વાર ડેન્ટિસ્ટ મોઢામાં આ દવાનો ઉપયોગ કરે છે, જેથી અંદરનો ભાગ સંવેદના અને દર્દ વિનાનો બધિર બની જાય છે. ઘણી વાર આ મેડિસિનનો ઉપયોગ ઇન્જેક્શન આપતાં પહેલાં ચામડી પર કરવામાં આવે છે. આની સાઇડ-ઇફેક્ટમાં મુખ્યત્વે દવાની એલર્જી થઈ શકે. ઇન્દ્રિય પર લાલ દાણા ફૂટી નીકળે તો કોઈક વાર ઇન્દ્રિયમાં અથવા તો સાથીદારની યોનિમાં બળતરા થાય. તમે જે કોન્ડોમની વાત કરો છો એની જાહેરખબર મેં નથી જોઈ પણ માની શકાય કે કાન્ડોમની અંદર આવા લોકલ અનેસ્થેટિકનો મલમ લગાવ્યો હોય તો સંભોગ લાંબો સમય ટકી શકે.
* મારી ઉમર ૨૦ વર્ષ છે અને હું કાલેજમાં ભણું છું. મારે એ જાણવું છે કે હથ-પગ- વાળની જેમ શું પ્રાઇવેટ પાર્ટ્સ પણ રોજ સાફ કરવા જરૂરી છે?
એક યુવતી (વલસાડ)
* હા, દરેક વ્યક્તિ એટલે કે ી પુરુષ બન્ને જેમ પોતાના શરીરનાં બીજાં અંગો સાફ કરે છે એ જ પ્રમાણે તેમણે તેમનાં જનનાંગો પણ રોજ ફ કરવાં જોઈએ. આમ કરવાના ફાયદા ઘણા જ છે, નુકસાન બિલકુલ નથી.
આપણે ત્યાં એક ખોટી ધારણા ચાલતી આવે છે કે પ્રાઇવેટ પાર્ટ્સને હાથ ન લગાવાય. નાનાં છોકરા-છોકરીઓ પ્રાઈવેટ પાર્ટ્સને હાથ લગાડે ત્યારે વડીલો ત્યાં જ રોકે છે કે અરે શું કરે છે? નાનપણથી આપણા મનમાં એ નાખવામાં આવ્યું છે કે સારાં છોકરા- છોકરીઓ પ્રાઇવેટ પાર્ટ્સને હાથ લગાડતાં નથી. આ મિથ્યા ધારણા પોતાના હાથે જ પ્રાઇવેટ પાર્ટ્સને ધોઈને ઓછી થઈ જાય છે.
પ્રાઇવેટ પાર્ટસને હાથ લગાવો એ તદ્દન નાર્મલ બાબત છે. બીજી વાત એ છે કે જો આ પ્રાઈવેટ પાર્ટ્સમાં ગાંઠ, ઇન્ફેક્શન કે બીજી કોઈ સમસ્યા હોય તો ત્યાં વ્યક્તિનું ધ્યાન દોરાય છે. ીએ યોનીમાર્ગનું નિયમિતરૂપે સાબુ તેમ જ પાણીથી ધોવો જોઈએ. આ યોનિમાર્ગનો ભાગ ધોતી વખતે એ ધ્યાન રાખવું કે પ્રાઇવેટ પાર્ટ્સ ધોવાની દિશા એક્તરફી એટલે કે યોનિમાર્ગથી ગુદા તરફ હોવી જોઈએ, પણ રિવર્સ ડિરેક્શન નહીં. જો રિવર્સ ડિરેક્શનમા ં ધોવામાં આવે તો મળનું મળનું ઇન્ફેક્શન ક્યારેક યોનિમાર્ગમાં અને મૂત્રમાર્ગમાં ફેલાવાની સંભાવના રહે છે.
ીએ ગુપ્તાંગના વાળ ૧૫ દિવસે મહિને નિયમિતરૂપે રેઝરથી અથવા કાતરથી કાપવા જોઈએ. નહીં તો ઘણી વાર પરસેવો જમા થવાને કારણે ઇન્ફેક્શનની શરૂઆત થાય છે. વાળ ન કાપવાને કારણે માસિક વખતે પણ હાઇજીન જળવાતું નથી અને ઘણી વખત ફંગલ ઇન્ફેક્શન થવાની સંભાવના રહે છે.
* મને શીઘ્રસ્ખલન થાય છે. જ્યારે હું મારી પત્ની સાથે ક્રિયા કરું ત્યારે પહેલી વારમાં ૨-૩ મિનિટમાં જ પાણી નીકળી જાય છે, જેથી હું મારી પત્નીને સંતોષ નથી આપી શક્તો. તો મારે માટે કોઈ દવા બતાવશો, જેથી હું લાંબા સમય સુધી ક્રિયા કરી શકું. મને ટીબીની બીમારી છે. હું સમયસર દવા ખાઉં છે. મહિનો દવા ખાવાની છે. દિવસમાં હું ૧૬૦૦ પાવરની દવા ખાઉં છું. શું એનાથી મારી સેક્સલાઇફ પર અસર પડી શકે? એનો મને કોઈ ઉપાય બતાવો. મારે બીજી વખત ક્રિયા કરતી વખતે કેટલા સમયનો ગપ રાખવો?
એક પતિ (નડિયાદ)
* માસ્ટર્સ અને જાન્સનના કહેવા મુજબ શીઘ્રપતન એ પુરુષોના સેક્સપ્રોબ્લેમ્સમાં મોખરે છે. સેક્સોલોજિસ્ટના ક્લિનિકમાં પણ નપુંસક્તા અથવા ઈડી અને શીઘ્રપતન જેવી પુરુષોની મોટી સેક્સ સમસ્યા હોય છે.
તકલીફ પુરુષમાં છે, પણ એની અસર જોડીદારને થાય છે. તમારી પત્નીને સમાગમમાં જોઇનો આનંદ નથી મળતો. એથી તમારી પત્નીને સેક્સ પ્રત્યે ધીરે ધીરે અણગમો પણ થશે. અધૂરામાં પૂરું, તમને ટીબીની બીમારી છે. તમે સમયસર દવા ખાઓ છો એ ખૂબ જ અગત્યની બાબત છે. ટીબી આપણે ત્યાં ખૂબ જ કામન હેલ્થ પ્રાબ્લેમ છે. સારી વાત એ છે કે ટીબીની દવા રેગ્યુલર લેશો તો એ સોએ સો ટકા મટી જશે. જો ટીબી ફેફસાંમાં હોય તો દવા ચાલુ કર્યા પછી પહેલા મહિના સુધી એકબીજાને ચુંબન ન કરવું. ખાસ કરીને હોઠ પર કિસ ન કરવી. જેમાં એકબીજાની લાળ એકબીજાના શરીરમાં જાય. જો થૂંકમાં તમારા ટીબીના જંતુ દેખાતા હોષ તો એ રિપોર્ટ સાવ નોર્મલ ન આવે ત્યાં સુધી કિસ ન કરવી. ટીબીની દવાની કોઈ આડઅસર ગમે એ પાવરની હોય તો પણ સેક્સલાઇફ પર નહીં પડે. અત્યારે બની શકે તો બીજી વખતનું સેક્સ બીજા દિવસે જ કરજો, જેથી અશક્તિ ન લાગે, શીઘ્રપતન માટે દવા કરતાં સેક્સ થેરપી માટે સેક્સોલોજિસ્ટને મળો અથવા તમારા ફમિલી ડાક્ટરને કન્સલ્ટ કરો.
- અનિતા