મૂંઝવણ .
- હું કોલેજ ભણતી 20 વર્ષની વિદ્યાર્થિની છું. હું સુંદર અને આકર્ષક છું. સમજણી થઈ છું ત્યારથી લોકોને મારા તરફ આકર્ષિત થતાં જ જોયા છે. પરંતુ સાચો પ્રેમ કરનારો આ જ સુધીમાં કોઈ નથી મળ્યો.
* હું ૪૨ વર્ષની વિધવા છું. ત્રણ બાળકોની માતા છું. પતિના સ્વર્ગવાસને પાંચ વર્ષ થઈ ગયાં. લગ્ન પહેલાં હું એક યુવાનના પ્રેમમાં હતી. પતિના ગુજરી ગયા પછી તે અમને આર્થિક સહાય કરે છે. થોડા સમયથી મને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની પ્રબળ ઇચ્છા થઈ છે. શું આવું કરવું યોગ્ય ગણાશે?
એક સ્ત્રી (જામનગર)
* આ ઉંમરે તમે બંને પરિપક્વ છો અને આવા સંબંધોનાં સારાં-ખોટાં પરિણામો તમે પોતે જ વિચારી શકો છો. શારીરિક ભૂખનો અસંતોષ અને એક સાથીની જરૂરિયાત દરેક વિધવાને પરેશાન કરે છે, પરંતુ આ માટે નૈતિક બંધન તોડવું બહુ જ જોખમી છે. વિશ્વાસ અને પ્રેમના આધારે ફેંસલો કરો.
* હું ૨૧ વર્ષની છું. મારાં લગ્ન બહુ જલદી થવાનાં છે. મારો માસિકધર્મ બહુ જ અનિયમિત છે, માટે ડરું છું કે લગ્નના દિવસે મારે પરેશાન ન થવું પડે. આ માટે શું માલા-ડી કે અન્ય કોઈ ગર્ભનિરોધક ગોળી લઈ શકું? હું હજી ભણવા માગું છું માટે ઓછામાં ઓછા બે વર્ષ સુધી હું બાળક નથી ઇચ્છતી. હું મારા મંગેતર સાથે પણ વાત નથી કરી શકતી. મારે શું કરવું?
એક યુવતી (રાજકોટ)
* કોઈ પણ ગર્ભનિરોધક ગોળી અત્યારથી ન લેશો. અત્યારે તો તમે કોઈ પણ સ્ત્રીરોગ નિષ્ણાત પાસે તમારા માસિકધર્મની અનિયમિતતાનો ઈલાજ કરાવો. ભવિષ્યમાં જો જલદી બાળક ન જોઈતું હોય, તો તેના માટે પતિની મંજૂરીથી જ કોઈ કુટુંબનિયોજન કેન્દ્રની સલાહ લઈ શકાય છે.
* હું ૧૯ વર્ષની છું. હું એક પરિણીત મુસ્લિમ યુવાનના પ્રેમમાં છું. આ વાત બધે જ ફેલાઈ ગઈ છે. આ કારણે બહુ બદનામી પણ થઈ છે. મારાં કુટુંબીજનોએ મારી સગાઈ બીજે ક્યાંક કરી નાખી છે. મારાં લગ્ન ટૂંક સમયમાં જ થવાના છે. મને સમજાતું નથી કે કોને પસંદ કરું. કુટુંબીજનોનું માનીશ તો છોકરાને છેતર્યો ગણાશે.
એક યુવતી (રાજકોટ)
* તમારો કહેવાતો પ્રેમી પરિણીત છે. વળી મુસ્લિમોમાં તો ચાર લગ્ન કરવાની છૂટ છે. થોડા સમય પછીએ તમને પણ છોડી દેશે તો તમે ક્યાં જશો? આ સિવાય પણ તેની સાથે લગ્ન કરવામાં ઘણી મુશ્કેલીઓ પડશે, માટે તમારાં માતાપિતા દ્વારા નક્કી કરેલા વર સાથે લગ્ન કરી લેવાં જોઈએ.
* હું ૨૬ વર્ષનો યુવાન છું. મારાં લગ્નને એક વર્ષ થઈ ગયું છે. મારી પત્ની સાથે અઠવાડિયામાં ૪-૫ વાર સંબંધ રાખું છું મને જણાવશો કે એક રાતમાં ઓછામાં ઓછો કેટલી વાર સમાગમ કરવો જોઈએ?
એક યુવક (બારડોલી)
* દરેક વ્યક્તિમાં જાતીય ઇચ્છા જુદી જુદી હોય છે. એક રાત્રીમાં કેટલી વાર સહવાસ કરવો જોઈએ તે અંગેનો કોઈ જ માપદંડ નથી. આ વસ્તુ પતિ-પત્નીની ઇચ્છા અને સંબંધો પર આધારિત છે.
* હું કોલેજ ભણતી ૨૦ વર્ષની વિદ્યાર્થિની છું. હું સુંદર અને આકર્ષક છું. સમજણી થઈ છું ત્યારથી લોકોને મારા તરફ આકર્ષિત થતાં જ જોયા છે. ઘણાં છોકરા સાથે મિત્રતા કેળવી પરંતુ સાચો પ્રેમ કરનારો આ જ સુધીમાં કોઈ નથી મળ્યો. બધાંની આંખોમાં મને વાસના જ દેખાય છે. મારી બાબતમાં જ આવું કેમ થાય છે?
એક યુવતી (વડોદરા)
* જો તમે ખૂબ જ સુંદર દેખાતાં હો, તો યુવાનો તમારી તરફ ઢળવાના જ, એમાં કોઈ અનુચિત કે અસામાન્ય વાત નથી. સાચો પ્રેમી શોધવાને બદલે તમે તમારા માટે યોગ્ય શોધ કરો. તમારી ઉંમર હવે લગ્ન કરવા જેવડી થઈ ગઈ છે માટે તમારાં માતા-પિતા આ વિશે પ્રયત્નશીલ તો હશે જ, તેથી હવે તમે દોસ્તી માટે હાથ લંબાવતા લોકોથી દૂર જ રહો.
* હું ૨૫ વર્ષની પરિણીતા છું. ૬ વર્ષ પહેલાં મારાં લગ્ન થયાં હતાં. કોઈ કારણથી ૪-૫ મહિનામાં જ અમારા છૂટાછેડા થઈ ગયા પછી માતાપિતાએ મારાં બીજે લગ્ન કર્યાં. બીજા પતિ સાથે પણ લાંબું નભી ન શક્યું. એ મારાથી અસંતુષ્ટ જ રહેતા. ૩-૪ મહિના પતિની સાથે રહ્યા પછી હું પિયર પાછી આવી. પતિ મારાથી છૂટાછેડા ઇચ્છે છે. હું છેલ્લા ૪-૫ મહિનાથી પિયરમાં જ રહું છું અને બહુ જ પરેશાન છું. મહેરબાની કરી મને માર્ગદર્શન આપો.
એક પરિણીતા (ડાકોર)
* તમે એ ખુલાસો નથી કર્યો કે વારેઘડીએ તમારું દામ્પત્યજીવન તૂટી જવાનું કારણ શું છે. જો તમારામાં કોઈ શારીરિક કમજોરી (ત્રુટિ) નથી તો પછી જાહેર છે કે તમારા વ્યક્તિત્વમાં ધૈર્યની ઊણપ છે.
જો તમારો સ્વભાવ જ આનું કારણ હોય તો એને તમારે બદલવો જોઈએ. લગ્ન એક સમાધાન છે, માટે થોડું ઝૂકવું પડે અને ભૂલ હોય તો માફી માગવી પડે. તેથી ગભરાવું ન જોઈએ. હજી પણ સમય છે, પતિ સાથે સમાધાન કરી તમારા ઘેર પાછાં ફરો, તેમાં જ તમારી ભલાઈ છે.
- અનિતા