- મારાં લગ્ન માટે એક યુવક સાથે વાત ચાલતી હતી. અમે બંનેએ એકબીજાને પસંદ કરી લીધાં હતાં, પરંતુ જન્માક્ષર ન મળવાથી સંબંધ બંધાયો નહીં.
* મારી ઉંમર ૨૧ વર્ષ છે અને હું બી.એ.માં અભ્યાસ કરું છું. મારાં લગ્ન માટે એક યુવક સાથે વાત ચાલતી હતી. અમે બંનેએ એકબીજાને પસંદ કરી લીધાં હતાં, પરંતુ જન્માક્ષર ન મળવાથી સંબંધ બંધાયો નહીં. આથી એને તથા મને ખૂબ નિરાશા સાંપડી શું કરવું?
એક બહેન (વાપી)
* જન્માક્ષર વગેરે અંધશ્રધ્ધાળુ લોકોની તથા પંડિતોની પોકળ વાતો છે. આની સચ્ચાઈ સંદિગ્ધ હોવા છતાં આપણે ત્યાં જન્માક્ષર મેળવવાનો રિવાજ છે, કેમ કે આજના વૈજ્ઞાાનિક યુગમાં પણ લોકો આવી નિરર્થક વાતોને માને છે.
જેની સાથે તમારાં લગ્નની વાત થઈ હતી, એ યુવકમાં અને તમારામાં કુટુંબીજનોનો વિરોધ કરવાની તથા જાતે નિર્ણય લેવાની હિંમત હોય, તો તમારાં કુટુંબીજનોને દ્રઢતાથી જણાવી દો કે, તમે બંને આ બાબતમાં માનતાં નથી અને લગ્ન કરવા ઈચ્છો છો.
* મારા દીકરાનાં લગ્નને પાંચ વર્ષ થયાં છે અને તેને એક દીકરી પણ છે. એ ખૂબ દારૂ પીતો હોવાથી બે મહિના પહેલાં મારી પુત્રવધૂ એના પિયર જતી રહી હતી. હવે મારા દીકરાએ દારૂ છોડી દીધો હોવા છતાં એની પત્ની પિયરથી પાછી આવતી નથી. આથી એ ખૂબ પરેશાન રહે છે. મને ભય છે કે ક્યાંક ફરી દારૂ પીવાનો શરૂ ન કરી દે. શું કરવું?
એક માતા (ભરુચ)
* પતિને વારંવાર સમજાવ્યા પછી પણ એણે દારૂ પીવાનો છોડયો ન હોવાથી વ્યથિત તથા નારાજ થઈને જ એની પત્ની પિયર ચાલી ગઈ હોય, એવું બની શકે. એ પોતે જ ઘર છોડીને ગઈ હોવાથી જાતે પાછા આવવામાં નાનપ પણ અનુભવતી હોય, જ્યારે પતિ પણ કદાચ એમ વિચારીને એને લેવા નહીં ગયો હોય કે એ જાતે ગઈ છે, તો જાતે જ પાછી ફરશે. આમ બંને પોેતપોતાના અહમને મહત્ત્વ આપી રહ્યાં છે.
આવી સ્થિતિમાં વડીલોની જવાબદારી છે કે તેઓ મધ્યસ્થી બની, પુત્રવધૂને હવે એનો પતિ દારૂ નહીં પીે તેની ખાતરી આપીને પાછી લઈ આવે.
* મારી પત્નીને સમાગમથી સંતોષ નથી. મારા લગ્નને બે વર્ષ થયાં છે. પરંતુ શિશ્નની લંબાઈ કે જાડાઈ વધારવા માટે શું કરવું જોઈએ?
એક પતિ (રાજકોટ)
* મોટાભાગના કિસ્સાઓમાં સર્જરી (શસ્ત્રક્રિયા) કરાવવાની જરૂર પડતી નથી. જોકે શિશ્નની લંબાઈ વધારવા માટે સર્જરી કરવામાં આવે છે. તેનાથી શિશ્નની પહોળાઈ તથા લંબાઈ લગભગ એક ઈંચ જેટલી વધારી શકાય છે.
પેનાઈલ ઍલોંગેશન અથવા કોર્પોરેલ એડવાન્સમેન્ટ ફેલોપ્લાસ્ટી (કેપ) તરીકે ઓળખાતી શસ્ત્રક્રિયા વડે જાંઘના હાડકાની આસપાસની ચરબીનો થર કાઢીને, જાંઘના હાડકાની ઉપરની ચરબીનો ટુકડો કાઢીને અને જાંઘના હાડકાથી શિશ્નને જોડનારા અસ્થિબંધને કાપીને માત્ર શિશ્નની લંબાઈ વધારવામાં આવે છે. આનાથી તમારું શિશ્ન માત્ર થોેડુંક લાંબુ બને છે, કેમ કે તેનાથી સામાન્ય રીતે શરીરની અંદર રહેનારો શિશ્નનો ભાગ બહાર આવે છે.
શિશ્નને જાડું બનાવવા માટે સર્કમ્ફરેન્શિયલ ઑટોલોગસ પેનાઈલ એન્લાર્જમેન્ટ અથવા કેપ તરીકે ઓળખાતી શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. તેમાં પેટ તથા જાંઘની વચ્ચેના ભાગમાંથી અથવા નિતંબમાંથી ચરબી કાઢીને શિશ્નના દાંડામાં લગાવવામાં આવે છે. આવી શસ્ત્રક્રિયાને પરિણામે શિશ્નનો અનિયમિત આકાર તથા ખૂણાઓ, જ્ઞાાનતંતુનું નુકસાન અથવા ઘસારાથી શિશ્ન ટૂંકુ થવાનો જોખમોનો ભય રહે છે. આવા કેસમાં મોટે ભાગે વ્યક્તિને શસ્ત્રક્રિયાને બદલે થોેડીક સલાહની અને તેનો અભિગમ બદલવાની જરૂર હોય છે એમ હું માનું છું.
* હું ૩૩ વર્ષની પરિણીત સ્ત્રી છું. મારા લગ્નને દસ વર્ષ થયાં છે. મને સંભોગની ઈચ્છા થતી નથી અને યોનિમાં કશી સંવેદના અનુભવાતી નથી. કિશોર અવસ્થામાં એક નોર્મલ સ્ત્રીની માફક સંભોગ અને રોમાન્સની ઈચ્છા મને થતી હતી, પરંતુ પછી મેં વધુપડતુ હસ્તમૈથુન કરવા માંડયું. મને લાગે છે કે એનાથી મારી યોનિના વિસ્તારમાં આવેલા જ્ઞાાનતંતુઓને નુકસાન થયું હોવું જોઈએ અને એક દિવસ મને ખ્યાલ આવ્યો કે અગાઉ હું ઉત્તેજિત થતી ત્યારે જે ઝણઝણાટીની લાગણી અનુભવાતી એ હું ગુમાવી બેઠી હતી. હું ખૂબ જ હતાશ થઈ ગઈ છું. મારે શું કરવું જોઈએ?
એક યુવતી (સૂરત)
* હસ્તમૈથુનથી આપોઆપ જ્ઞાાનતંતુઓને કશું નુકસાન થતું નથી. સંભોગની સરખામણીમાં હસ્તમૈથુન કરતી વખતે કોઈ પણ વ્યક્તિ વધારે આનંદ અને સંતોષ અનુભવે છે. સામાન્ય રીતે હસ્તમૈથુન કલ્પનાઓ સાથે સંકળાયેલું છે અને આ કલ્પનાઓ વાસ્તવિકતા કરતાં વધારે રંગીન હોય છે. જોકે તમે જણાવ્યું છે એ પ્રમાણે તમને યોનિના ભાગમાં કશી સંવેદના થતી નથી એટલે તમે જ્ઞાાનતંતુઓને લગતા નુકસાનનો ડર મનમાંથી કાઢી નાખવા કરોડરજ્જુનો (આગલા, પાછલા અને બાજુના ભાગનો) એક્સ-રે કઢાવો તો સારું.
- અનિતા


