મૂંઝવણ .
- આપણે સંભોગ કરીએ ત્યારે એનો આનંદ લાંબો સમય ચાલે અને એનાથી આપણા શરીરને કોઈ નુકસાન ન થાય એ માટેનો ઉપાય બતાવશો.
* દેશી વાયેગ્રા અને વિદેશી વાયેગ્રામાં શું ફરક છે?
એક પુરુષ (ભૂજ)
* દેશી અને વિદેશી વાયેગ્રાની અસરમાં કોઈ ફરક નથી. એ જ રીતે બન્ને લેવાની રીત પણ એકસરખી જ છે. બન્ને વચ્ચે ફરક માત્ર કિંમતનો છે. દેશી વાયેગ્રા દસ રૂપિયાની એક મળે, જ્યારે વિદેશી વાયેગ્રા દસ ડોલરની એક મળે.
* મારો પુત્ર અમેરિકામાં ભણે છે. તેને ગયા વર્ષે જેનિટલ હર્પિસની તકલીફ થઈ હતી. અત્યારે તે વેલ્ટ્રેક્સ પર છે. તે બહુ ડિપ્રેસ થઈ ગયો છે. અમે પતિ-પત્ની પણ બહુ ચિંતામાં છીએ. અમને નીચેની બાબતે યોગ્ય માર્ગદર્શન આપશો : ૧) કોઈ છોકરીને આ બાબતની જાણ કરીને તે તેની સાથે લગ્ન કરી શકે? ૨) તે પિતા બની શકે? ૩) તે અમારી સાથે રહે તો તેનો રોગ અમારા કુટુંબમાં કે મારાં બીજાં સંતાનોમાં પ્રસરી શકે? ૪) શું વેલ્ટ્રેક્સ ભારતમાં મળે છે?
એક પુરુષ (સુરત)
* જેનિટલ હર્પિસ ઘણું ખરું અજાણી વ્યક્તિ સાથે નિરોધ પહેર્યા વગર સંભોગ કરવાથી થાય છે, પણ ક્યારેક સંભોગ કર્યા વગર પણ થઈ શકે. તમારા પુત્રે કોઈ છોકરી સાથે લગ્ન કરતાં પહેલાં તેને પોતાની બીમારી વિશે જણાવવું જોઈએ કે નહીં એ તેના પર છોડી દો. જો કે હકીકતથી દૂર ભાગવા કરતાં એનો સામનો કરવો વધારે સારો છે. આ જીવલેણ બીમારી નથી. ધારો કે લગ્ન પછી તમારા પુત્રને હર્પિસ થયું હોત તો? આને કારણે લગ્નો તૂટતાં નથી કે કોઈ છૂટાછેડા લેતું નથી. એક વાતનું ધ્યાન રાખવું કે જ્યારે હર્પિસની સમસ્યા હોય ત્યારે સંભોગથી દૂર રહેવું અથવા નિરોધ પહેરીને સંભોગ કરવો.
લગ્ન પછી તમારો પુત્ર અવશ્ય પિતા બની શકે છે જો તેનામાં શુક્રજંતુ પૂરતા પ્રમાણમાં હોય તો. હર્પિસથી શુક્રજંતુમાં કોઈ ખામી નથી સર્જાતી.
તમારા એક પુત્રને હર્પિસ થયું હોય તો તમારા કુટુંબમાં કોઈને કે બીજાં સંતાનોને એનો ચેપ નથી લાગતો. સ્વાભાવિક છે કે તેને જ્યારે હર્પિસનો ઉપદ્રવ થયો હોય ત્યારે તે ચોખ્ખાઈ વધારે રાખે. ઘરમાં કોઈ વ્યક્તિને એ રોગ થયો હોય તો તેને ઘરબહાર થોડી કાઢી મુકાય. ભારતમાં પણ વેલ્ટ્રેક્સ મળે છે. જે ગોળી વિદેશમાં મળે છે તે ત્યાંના કરતાં સસ્તા ભાવે ભારતમાં પણ મળે છે. જો યોગ્ય ડૉક્ટર મળી જાય તો આની સાથે-સાથે આવી તકલીફોમાં ઘણી વાર હોમિયોપથી અને આયુર્વેદ પણ ઘણાં કારગત નીવડતાં હોય છે.
* હું ૪૮ વર્ષનો અને મારી પત્ની ૪૪ વર્ષની છે. અમે અઠવાડિયામાં ચારેક વાર સંભોગ કરીએ છીએ. આટલી વાર સંભોગ કરવાથી મને કે મારી પત્નીને કોઈ તકલીફ થઈ શકે ખરી?
એક વ્યક્તિ (રાજકોટ)
* તમે અઠવાડિયામાં ચારેક વાર સંભોગ કરો છો એનાથી કોઈ તકલીફ થવાની શક્યતા નથી, ફાયદો થવાની શક્યતા છે. એક વાતનો ખ્યાલ રાખવો કે એ સંભોગ હોવો જોઈએ. મતલબ કે બન્ને પક્ષે સરખો આનંદ મળવો આવશ્યક છે. તમે સંભોગ કેટલી વાર કરો છો એ અગત્યનું નથી, પણ કઈ રીતે કરો છો અને તમારા બન્ને માટે કેટલો આનંદદાયક બની રહે છે એ વધારે મહત્ત્વનું છે. આમાં વધારે સંભોગ જેવી કોઈ વસ્તુ જ નથી. ઘણા લોકો લગભગ રોજ સંભોગ કરતા હોય છે. એક વાતનો ખ્યાલ રાખવો કે વપરાશથી વૃદ્ધિ થાય છે અને બિનવપરાશથી શિથિલતા (નપુંસકતા) આવે છે.
* આપણે સંભોગ કરીએ ત્યારે એનો આનંદ લાંબો સમય ચાલે અને એનાથી આપણા શરીરને કોઈ નુકસાન ન થાય એ માટેનો ઉપાય બતાવશો.
એક યુવાન (દીવ)
* સંભોગ ગમે એટલો લાંબો ચાલે એનાથી શરીરને નુકસાન થવાનો સવાલ જ ઊભો નથી થતો. જો થશે તો ફાયદો થશે. સંભોગ એ સમભોગ હોવો જોઈએ એટલે કે સરખો ભોગ હોવો જોઈે. મતલબ કે બન્નેને સંતોષ મળે એ રીતનો હોવો જોઈએ. સંભોગ કેટલો લાંબો અને કેટલો ટૂંકો એ અગત્યનું નથી, પણ કેટલો મજાનો અને કેટલો સંતોષજનક છે એ મહત્ત્વનું છે.
- અનિતા