Get The App

મૂંઝવણ .

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
મૂંઝવણ                                                               . 1 - image

- એક દિવસ એક પરણેલા છોકરાએ દોઢ મહિના પહેલાં બળજબરીથી મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો, જેથી મને માસિક ૧૫ દિવસ વહેલું આવ્યું. 

પ્રશ્ન: હું ૧૯ વર્ષની છોકરી છું. એક દિવસ એક પરણેલા છોકરાએ દોઢ મહિના પહેલાં બળજબરીથી મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો, જેથી મને માસિક ૧૫ દિવસ વહેલું આવ્યું. હજુ પણ એ માનસિક આઘાતમાંથી મુક્ત થઇ શકી નથી. પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધવાથી ગર્ભ રહી જાય છે. એ શંકાને લીધે હું ડરી ગઇ છું.

ઉત્તર: આપને ૧૫ દિવસ વહેલું માસિક આવ્યું, એનું કારણ આપને માનસિક તણાવ છે. જો ગર્ભ રહ્યો હોય, તો માસિકધર્મ આવે નહિ. એ દુર્ઘટનાને ભૂલી જાવ. આ વાત જો જો કોઇને ન કહેતા. ભવિષ્યમાં હવેથી સાવધાની રાખતાં શીખો.

પ્રશ્ન : હું ૪૦ વર્ષની પરિણીતા છું. મારી સમસ્યા મારી ૧૬ વર્ષની પુત્રીને લીધે છે. તે નાનપણથી જ ખૂબ જિદ્દી સ્વભાવની છે.  પહેલાં અમને એમ હતું કે એ મોટી થશે એટલે તેનો સ્વભાવ બદલાઈ જશે પણ એમ માનવું અમારી ભૂલ હતી. જેમ જેમ મોટી થતી જાય છે તેમ તેમ વધારે જિદ્દી અને જડ બનતી જાય છે. ઘરના કામકાજમાં કે ભરતગૂંથણમાં પણ તેને બિલકુલ રસ નથી. આખો દિવસ ટીવી જ જોયાં કરે છે મને તેના ભવિષ્યની ચિંતા થાય છે? મારવાથી પણ તેના પર કોઈ અસર નથી થતી.

- એક યુવક (રાજકોટ)

* પુત્રીના પાલનપોષણમાં તમારાથી કંઈક ભૂલ થઈ  ગઈ છે એ નક્કી છે. તમારે શરૂઆતથી જ તેને શિસ્તનું પાલન કરતા શિખવાડવું જોઈતુ હતું. કદાચ તમે તમારી ઈચ્છા પરાણે તેની ઉપર લાદવા માગો છો અને તે તેને સહજ રૂપથી નથી લઈ શકતી.

એ જ વધુ સારું રહેશે કે તેને ત્રાસ આપવાને બદલે તેની સાથે નરમાશથી વર્તન કરો. જુવાન છોકરી ઉપર હાથ ઉપાડવો યોગ્ય નથી. સમય જતાં તેનામાં પરિવર્તન આવી જશે. ઘણી વખત જવાબદારી માથે  પડવાથી પણ આપમેળે છોકરીઓનો સ્વભાવ બદલાઈ જતો હોય છે. તમારી પુત્રી સાથે પણ એવું થઈ શકે છે.

હું નાટયકલાકાર અને મોડેલ છું. મારા શરીર અને ઊંચાઈના પ્રમાણમાં પેનિસની સાઈઝ અને વૃષણની સાઈઝ ખૂબ ઓછી છે. (લગભગ દોઢ ઈંચ જેટલી) પેનિસની સાઈઝ અન ેજાતીય સુખને કોઈ સંબંધ નથી તેવું તમે જણાવ્યું છે તેનો હું પુરાવો છું, પરંતુ સમસ્યા એ છે કે અભિનેતા અને મોડેલ હોવાને કારણે જ્યારે હાફ પેન્ટ કે નીકર પહેરવાની જરૂર પડે ત્યારે તકલીફ પડે છે અને મારે કામ માટે ના પાડવી પડે છે. દા.ત.  નીકરની જાહેરખબર માટે  મેં ના પાડેલી. આથી મારે ઘણું આર્થિક નુકસાન ભોગવવું પડે છે. તો મહેરબાની કરી પેનિસની અને વૃષણની સાઈઝ વધારવાના ઉપાય બતાવશો.

- એક યુવક (રાજકોટ)

-  એવા કોઈ ઉપાયો અસરકારક નથી કે જેનાથી પેનિસ અને વૃષણની સાઈઝમાં વધારો થઈ શકે. સાચી વાત તમારા ધ્યાનમાં લાવું? તમે સાઈઝ વિશે નિરર્થક ચિંતા અને સભાનતા ધરાવો છો. બધું નોર્મલ હોવા છતાં તમને એવું લાગે છે કે સાઈઝ 'ખૂબ જ ઓછી છે' આવી ચિંતાભરી અને ખોટી સભાનતામાંથી મુક્ત થાઓ, તે 'આર્થિક નુકસાન' કરતાં વધારે  મહત્ત્વની  બાબત છે. તમે સભાનતા  છોડીને  આવી જાહેરખબરોમાં મોડેલિંગની તક મળે તો તેનો સ્વીકાર કરો. અનેક પુરુષોને માનસિક રીતે પીડતી આ કેવળ 'માનસિક' સમસ્યા છે. તમે પરિણીત છો. પત્ની સાથે કામસુખ  પામવામાં અને પત્નીને  કામસુખ આપવામાં  તમને કોઈ મુશ્કેલી પડતી નથી.  તો પછી નાહક ચિંતા છોડી દો.

પ્રશ્ન: મારા પતિની ઉંમર ૪૦ વર્ષની છે. તેમને રાત્રે  બીજાશયની ઉપરની ચામડીમાંથી ઘણી ખંજવાળ  આવે છે. ક્યારેક તો તે અડધા કલાક સુધી કાંસકો અથવા બ્રશથી ખંજવાળતા રહે છે. તે સિવાય તેમની બંને જાંઘમાં અંદરની અને હથેળીની ત્વચા કાળી પડી ગઇ છે. તેનું શું કારણ હોઇ શકે?

- એક યુવતી (રાજકોટ

* તમારી વિગતથી એવું લાગે છે કે તમારા પતિને થોડા સમય પહેલાં જાંઘના આંતરિક ભાગ તથા તેની આસપાસના વિસ્તારમાં દાદર થઇ હશે. તેેનાથી તેમની ત્વચા કાળી પડી ગઇ હોય તેવું બને. તેના કારણે જ ખંજવાળની સમસ્યા ઊભી થઇ હોય. પાછળથી દાદર તો મટી ગઇ, પરંતુ તેમની ખંજવાળની ટેવ ન ગઇ. આ એક સમસ્યા છે જેમાં ખંજવાળની આદત પડી જાય છે અને તેમ ન કરતા ચેન પડતું નથી.

આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ત્વચાની દવા કરતાં વધુ તો મનની અશાંતિ તથા વ્યગ્રતા દૂર કરનારી દવાની જરૂર છે. આ રોગની સારવાર માટે તમે તમારા પતિને ચામડીના રોગના નિષ્ણાતને મળવા માટે પ્રેરિત કરો. ડૉક્ટરની દેખરેખ હેઠળ દવા કરાવવાથી આ મુશ્કેલી દૂર થઇ શકે છે.

- અનિતા