Get The App

મૂંઝવણ .

Updated: May 13th, 2024

GS TEAM

Google News
Google News
મૂંઝવણ                                                               . 1 - image


- લગ્ન પહેલાં મારી પત્નીએ કોઈની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. પત્નીએ  તેનો અપરાધ કબૂલી લીધો. હવે હું સામાન્ય નથી થઈ શકતો, હું શું કરું?

* હું ૨૬ વર્ષની પરિણીતા છું. લગ્નને ચાર વર્ષ થયાં છે. લગ્ન પછી પતિ છ મહિના સુધી સાથે રહ્યા પછી વિદેશ જતા રહ્યા. બે વરસ પછી ફરી છ મહિના માટે આવ્યા, પરંતુ ત્યારે પણ હું મા ન બની શકી. અમે બંનેએ અમારી શારીરિક તપાસ કરાવી છે. મારા પતિ એકદમ નોર્મલ છે. એક ડૉક્ટરે કહ્યું કે નબળાઈને લીધે હું ગર્ભધારણ કરી શકતી નથી. મેં સ્કેનિંગ પણ કરાવ્યું છે. એમાં ગર્ભાશયનું કદ પણ બરાબર છે, તો પછી હું મા કેમ નથી બની શકતી? મારા પતિ તેમનાં માબાપનું  એકનું એક સંતાન છે એટલે હું ઇચ્છીશ કે તે બીજા લગ્ન કરીને સંતાનસુખ મેળવે.

એક પરિણીતા (વડોદરા)

* તમે કોઈ ઇનફર્ટિલિટી સેન્ટરમાં તમારી પૂરી તપાસ કરાવી ઈલાજ કરાવો. નિરાશાજનક વિચારો છોડી દો. તમને સફળતા જરૂર મળશે.

* હું ૧૮ વર્ષની બી.એ.ના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની છું. ગયા વર્ષે હૉસ્ટેલમાં રહેતી હતી ત્યારે મારી એક બહેનપણી સાથે સજાતીય શારીરિક સંબંધ બાંધી બેઠી. હવે મેં એ હૉસ્ટેલ અને બહેનપણી બંનેને છોડી દીધા છે. કૉલેજમાં એક યુવક મારી સાથે મિત્રતા કરવા માગે છે. એ ઇચ્છે છે કે હું એક વાર તેની સામે પ્રેમનો એકરાર કરી લઉં પછી તે ભણવાનું પૂરું કરી પગભર થઈને મારી સાથે લગ્ન કરી લેશે. હું પણ તે યુવકને પસંદ કરું છું, પણ પહેલા કરી બેઠેલી ભૂલથી મને પોતાની જાત પ્રત્યે જ ઘૃણા થવા લાગી છે. હું પોતાને કોઈના પ્રેમને લાયક નથી ગણતી, હું શું કરું?

એક વિદ્યાર્થિની (સુરત)

* તમે એવું કોઈ ઘૃણિત કાર્ય નથી કર્યું કે પોતે અપરાધભાવ અનુભવીને નિરાશ થઈ જાવ. પહેલાં જે બની ગયું એ ભૂલીને ભણવામાં ધ્યાન આપો. ઉંમરલાયક થશો એટલે તમારા માટે સારા ઘરના સો માંગા આવશે એટલે તમારે અત્યારથી એ બાબતની ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

* હું ૩૦ વર્ષનો પરિણીત યુવક છું. એન્જિનિયર છું. લગ્નને ચાર વર્ષ થયાં છે. એક દિકરો છે. પત્ની પણ નોકરી કરે છે. તે સારા સ્વભાવની છે. દામ્પત્યજીવન ખૂબ જ સુખમાં પસાર થઈ રહ્યું હતું, એવામાં પત્નીના એક દૂરના સગાંએ મને જણાવ્યું કે લગ્ન પહેલાં મારી પત્નીએ કોઈની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. પત્નીએ પણ થોડા સંકોચ સાથે તેનો અપરાધ કબૂલી લીધો. ઘણી કોશિશ કરવા છતાં હવે હું સામાન્ય નથી થઈ શકતો, હું શું કરું?

એક યુવતી (અમદાવાદ)

* પત્નીના દૂરના સગાંએ તમને આવું કડવું સત્ય નહોતું જણાવવું જોઈતું જે સાંભળીને તમારું દામ્પત્યજીવન ભયમાં મુકાઈ જાય. તમારી પત્નીએ તેની ભૂલ સ્વીકારી લીધી છે. તમારે એને તેનો ગુણ માનવો જોઈએ. પત્નીને માફ કરીને તમારા દામ્પત્યજીવનને બરબાદ થતું બચાવી લો. તમારી પત્ની હવે તમારા બાળકની મા પણ છે એટલે તમારી સાથે જ તેનું પણ ભવિષ્ય જોડાયેલું છે. આથી જ કોઈપણ નિર્ણય લેતાં પહેલાં આ વાતને જરૂર ધ્યાનમાં રાખજો. લગ્ન પહેલાંના સંબંધોને વધુ મહત્ત્વ આપીને જો તમે પત્ની સાથેનો સંબંધ તોડી નાખશો તો તમે જ વધારે દુઃખી થશો. 

- અનિતા

Tags :