મૂંઝવણ .
- મને આઠ મહિનાની પુત્રી છે. મારી સમસ્યા એ છે કે હું જ્યારે સંભોગ કરું છું ત્યારે જે આનંદ આવવો જોઈએ એ નથી આવતો.
* મારી ઉંમર ૩૯ વર્ષની છે અને મારી પત્નીની ઉંમર ૩૮ વર્ષની છે. અમારાં લગ્નને સવા મહિનો થયો છે. મેં મારી પત્નીના માસિકના ચાર દિવસ પછી નિયમિત સંભોગ કર્યો છે. મારી પત્નીનું બીજા મહિનાનું માસિક હજી સુધી નથી આવ્યું. મારે જાણવું છે કે ૧) જો આ દરમિયાન ગર્ભ રહી ગયો હોય તો શું માસિક બંધ થવું એ એનું ચિહ્ન હોઈ શકે?, ૨) ગર્ભ રહી ગયો છે કે નહીં એ કેટલા વખત પછી ખબર પડે?, ૩) ગર્ભ રહેવાનાં શારીરિક ફેરફાર, લક્ષણો કે ચિહ્નો શું હોઈ શકે?, ૪) પત્નીને માસિક ન આવવાનાં બીજાં પણ કારણો હોઈ શકે? પત્નીને પેટમાં થોડું-થોડું દુ:ખે છે અને સફેદ ચીકણું પ્રવાહી પણ જાય છે.
એક પુરુષ (સુરત)
* ધારો કે તમારી પત્નીને મહિનો આવવાનો હતો, પણ મહિનો આવ્યો નથી તો સંભવ છે કે તેને ગર્ભ રહી ગયો હોય કારણ કે તમે ગર્ભનિરોધક સાધન વાપર્યા વગર સંભોગ કર્યો છે. એક મહિના ઉપરાંત અઠવાડિયું થઈ ગયું હોય (મહિનો આવવાની તારીખ ઉપરાંત અઠવાડિયું) તો તમે તમારી પત્નીનું સવારનું યુરિન (પેશાબ) કાચની એક સ્વચ્છ બોટલમાં ભરી એને કોઈ પેથોલોજી લેબોરેટરીમાં જઈને યુરિન ફોર પ્રેગ્નન્સી ટેસ્ટની તપાસ માટે આપી શકો છો. જો રિપોર્ટ પોઝિટિવ આવે તો સમજવું કે તમારી પત્ની ગર્ભવતી થઈ છે.
નોંધ : ઘણી વાર સ્ત્રીને જો શરૂઆતનો સમાગમ હોય તો જ્વલ્લે માસિક મોડું આવી શકે. ગર્ભ રહી ગયો હોય તો સ્ત્રીને ઊલટી થવી, મોળ આવવો વગેરે ચિહ્નો ઉદ્ભવી શકે છે, પણ દરેક સ્ત્રીમાં આ ચિહ્નો દેખાય જ એવું નક્કી નથી. યોનિપ્રવેશ કર્યા પછી દસ સેકન્ડની અંદર જ સ્ખલન થઈ જાય છે.
* મારી ઉંમર ૨૮ વર્ષની છે. મારાં મેરેજને અઢી વરસ થયાં છે. મને આઠ મહિનાની પુત્રી છે. મારી સમસ્યા એ છે કે હું જ્યારે સંભોગ કરું છું ત્યારે જે આનંદ આવવો જોઈએ એ નથી આવતો. હું થોડી વાર આલિંગન કરું છું. ત્યાર પછી મુખમૈથુન કરીને સંભોગ કરું છું. હું જ્યારે મારું શિશ્ન યોનિમાં પ્રવેશ કરાવું છું ત્યારે ફક્ત આઠથી દસ સેકન્ડમાં જ વીર્યસ્ખલન થઈ જાય છે એટલે મને કે મારી પત્નીને જે આનંદ આવવો જોઈએ એ નથી મળતો. મારી આ સમસ્યા ઘણા સમયથી છે તો મારે શું કરવું જોઈએ જેથી મને અને મારી પત્નીને આનંદ મળે? સંભોગ વખતે વીર્ય સ્ખલન જલદી ન થાય એ માટે પણ કોઈ ઈલાજ સૂચવશો.
એક યુવાન (ચાંપાનેર)
* બન્ને વ્યક્તિને સંતોષ મળવો આવશ્યક છે. હકીકતમાં સંતોષ જ મહત્ત્વનો છે, સંભોગ નહીં. સંભોગ જો સાચા અર્થમાં સમભોગ (સરખો ભોગ) બની જાય તો આનંદમાં અભિવૃદ્ધિ અનેકગણી થઈ જાય છે.
તમારી પરિસ્થિતિમાં ષિ વાત્સાયન સૂચવે છે એ પ્રમાણે યોનિપ્રવેશ કરતાં પહેલાં જ તમારી પત્નીને એક યા બીજી રીતે (જીભથી, હસ્તમૈથુનથી કે વાઇબ્રેટરથી) સંતોષ આપી દેવો આવશ્યક છે ત્યાર પછી તમે યોનિપ્રવેશ કરી શકો છો.
શીઘ્રપતન માટે ઘણાં કારણો જવાબદાર હોઈ શકે - જેમ કે ઇન્દ્રિયના આગળના ભાગમાં વધુપડતી સંવેદના, પ્રોસ્ટેટમાં ઇન્વેક્શન, ડાયાબિટીઝની શરૂઆત અથવા કામેચ્છામાં તીવ્ર વધારો. શીઘ્રસ્ખલન માટે આમાંથી એક યા વધુ કારણો જવાબદાર હોય છે. સાચું કારણ શોધીને એનો અસરકારક પર્મેનન્ટ ઈલાજ સંભવ છે. શીઘ્રપતનની ફરિયાદ કરતાં ઘણાં લોકો જો પૈરોક્સિટિન (પારી - આઈપીસીએલ, પેરોટિન - પ્રોટેક્ટ, એક્સઈટી - કેડિલા)ની ૨૦ મિલીગ્રામની ગોળી અલનના ચાર કલાક પહેલાં લે તો ઘણીખરી વ્યક્તિઓમાં શીધ્ર સ્ખલન થતું હોય તો એમાં વિલંબ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે અને પરિણામે પતિ-પત્ની બન્ને સંતોષ મેળવી શકે છે.
- અનિતા