- અમે સંભોગ કરીએ છીએ ત્યારે મારી પત્ની યોનિમાં દુખાવાની ફરિયાદ કરે છે. તેનામાં શરૂઆતથી ઉત્તેજના પણ ઓછી જોવા મળે છે.
* હું ૩૪ વર્ષની બે બાળકોની માતા છું, હમણાં બે-ત્રણ મહિનાથી માસિકસ્ત્રાવ નિયમિત નથી આવતો. ગયા વખતે માસિક વધુ આવ્યું અને પેટમાં તથા કમરમાં સખત દુખાવો રહ્યો. ડોેક્ટરને બતાવ્યું, તો તેમણે અલ્ટ્રાસાઉન્ડ કરાવવાની સલાહ આપી. તેના રિપોર્ટ મુજબ ગર્ભાશયમાં એક ૧.૮ સેન્ટીમીટરની અને બીજી ૧.૪ સેન્ટીમીટરની વ્યાસની બે નાની રસોળીઓ છે, જે ગર્ભાશયના સ્નાયુઓ સાથે જોડાયેલી છે. ડોક્ટરનું કહેવું છે કે ઓપરેશન કરીને ગર્ભાશય કાઢી નાખવું જરૂરી છે, તો આ જ રોગથી છૂટકારો મળશે. શું ઓપરેશન કરાવ્યા વગર હુ ંસાજી ન થઈ શકું?
એક સ્ત્રી (ભરુચ)
* ગર્ભાશયની ગાંઠ કે રસોળીનો ઈલાજ બધી રીતે વિચાર કરીને જ કરવામાં આવે છે. જ્યારે ગાંઠ બહુ મોટી હોય, સ્ત્રીને પૂરતાં બાળકો થઈ ચૂક્યાં હોય અને તેને ગર્ભાશય કઢાવવામાં વાંધો ન આવતો હોય, ત્યારે ઓપરેશન દ્વારા ગાંઠ અને ગર્ભાશય કાઢી નાખવામાં આવે છે, પરંતુ ગાંઠ નાની હોય, બહુ તકલીફદાયક ન હોય, સ્ત્રીની ઉંમર નાની હોય કે તેનોે પરિવાર પૂર્ણ ન થયો હોય, તો દવાઓ પણ અજમાવી શકાય છે. તમારી ઉંમર વચ્ચેની છે અને કદાચ તમે ત્રીજું સંતાન પણ ઈચ્છતા નથી, એટલે જ તમારા ડોક્ટરે ગર્ભાશય કઢાવી નાખવાની સલાહ આપી છે. આમ કરવામાં કોઈ માસિકસ્ત્રાવ નહીં થાય. એટલું જ, બાકી બધુ ંતો જેમ છે તેમ ચાલ્યા જ કરશે, કેમ કે આ ઓપરેશનમાં અંડાશયને કાઢવામાં આવશે નહીં અને તમે એ પણ જાણતાં જ હશો કે નારીત્વને નિખારતાં હોર્મોન અંડાશયમાં જ બને છે. ઓપરેશન પછી વૈવાહિક જીવનમાં પણ કોઈ મુશ્કેલી નથી આવતી, કેમ કે યોેનિમાર્ગ પણ પહેલાં જેવો જ રહે છે.
* હું ૨૩ વર્ષની યુવતી છું, થોડા દિવસ પછી મારા લગ્ન થવાના છે. મારા ભાવિ પતિનું બ્લડગુ્રપ 'ઓ' પોઝીટીવ છે. મારું બ્લડગુ્રપ પણ 'ઓ' જ છે. આ કારણે કેટલાક દિવસથી હું બહુ ચિંતામાં છું. મને શંકા છે કે બ્લડગૂ્રપ એક હોવાના કારણે આગળ જતાં હું ક્યાંક મા ન બની શકું તો? આ સમસ્યાને લીધે અમે બંને બહુ પરેશાન છીએ.
એક યુવતી (ગાંધીનગર)
* તમે અને તમારા ભાવિ પતિ નકામી ચિંતા કરો છો. એક જ બ્લ્ડગુ્રપ હોય તો મા ન બની શકાય, આ બાબતે કાં તોે કોઈએ તમને ખોટા ભરમાવ્યાં, કાં તમારા સમજવામાં ક્યાંક ભૂલ થઈ છે. આ સ્થિતિ તો એકદમ સામાન્ય છે. હા, જ્યારે પત્નીનું બ્લડગુ્રપ આર.એચ. નેગેટિવ અને પતિનું બ્લડગૂ્રપ આર.એચ પોઝીટીવ હોય ત્યારે મુશ્કેલી ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં પણ અગાઉથી સાવચેતી રાખવામાં આવે તો, સામાન્ય રીતે જ સંતાન પ્રાપ્ત કરી શકાય છે.
* મારા લગ્નને બે મહિના થયા છે. અમે સંભોગ કરીએ છીએ ત્યારે મારી પત્ની યોેનિમાં સતત દુખાવાની ફરિયાદ કરે છે. તેનામાં શરૂઆતથી ઉત્તેજના પણ ઓછી જોવા મળે છે. બીજું, સંભોગ પછી તે તરત જ બાથરૂમ જાય છે તો એનાથી સંતાન થવામાં તકલીફ થઈ શકે?
એક પતિ (પેટલાદ)
* તમે જે પ્રમાણેની તકલીફ વર્ણવી છે એનાથી એક વાત સાબિત થાય છે કે સંભોગ પહેલાંની ક્રિયામાં તમે યોગ્ય સમય નથી ગાળતા. સંવનનની ક્રિયામાં થોડો વધારે સમય ગાળશો તો ઉત્તેજના વધુ આવશે, કામેચ્છા પ્રબળ બનશે અને પરિણામે યોનિમાર્ગમાં ચીકાશ પણ યોગ્ય માત્રામાં પેદા થશે. શ્રેષ્ઠ એ છે કે તમે તમારી પત્નીને પૂછી જુઓ કે તને ક્યાં હાથ લગાવું તો વધુ ઉત્તેજના આવે છે કે ગમે છે. એ પછી ત્યાં હાથ ફેરવવાથી તે ઉત્તેજિત થશે અને તેની યોનિમાં ચીકાશ પેદા થશે. આપણે ત્યાં ઘણાખરા પુરુષો પત્નીને ઉત્તેજિત કર્યા પહેલાં જ યોનિપ્રવેશ કરવાની કોશિશ કરે છે. એને લીધે યોનિમાર્ગમાં સૂકાપણુ હોવાને કારણે યોનિપ્રવેશ સમયે પત્ની દુખાવાની ફરિયાદ કરે છે. એનાથી તેની સંભોગ કરવાની ઈચ્છા ઓછી થઈ જાય છે અને પતિ એમ સમજે છે કે મારી પત્ની ઠંડી છે. હકીકતમાં પતિએ પોેતાની સંભોગ કરવાની રીત સુધારવાની જરૂર છે.
સંભોગ કર્યા પછી જો તમારી પત્ની તરત જ બાથરૂમ કરવા માટે ઊભી થઈ જતી હોય તો એનાથી ગર્ભ રહેવામાં કોઈ તકલીફ નથી થતી. જેલી કે કોઈ પણ તેલવાળો પદાર્થ આંગળી પર લઈને યોનિમાર્ગની ઉપર અને અંદરના અડધા ઈંચના ભાગમાં લગાવવો. એનાથી શિશ્નના યોનિપ્રવેશમાં સરળતા પડશે અને તમારી પત્નીને દુખાવા કે બળતરાની કોઈ ફરિયાદ પણ નહીં રહે. જો કે જેલી ક્રીમ લગાવવાથી શુક્રજંતુની ગતિ મંદ થવાની શક્યતા છે એટલે તમે બાળકનો પ્લાન કરો એ સમયે એનો ઉપયોગ ન કરવો.
- અનિતા


