Get The App

મૂંઝવણ .

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
મૂંઝવણ                                                               . 1 - image

- લગ્નને 2 મહિના થયા છે. મારી સમસ્યા એ છે કે સુહાગરાતથી લઈને અત્યાર સુધી અમે સંપૂર્ણપણે સંતુષ્ટ થઈ શક્યા નથી.

હું ૧૫ વર્ષની સ્કૂલે જતી વિદ્યાર્થિની છું. મારા નિતંબ શરીરના અન્ય ભાગ કરતા ખૂબ ભારે છે, જેના કારણે મને ખૂબ જ શરમ આવે છે. કૃપા કરીને એવો કોઈ ઉપાય જણાવો, જેથી નિતંબમાં થોડો ઘટાડો કરી શકું?

એક કન્યા (રાજકોટ)

* તમે નિયમિત વ્યાયામ કરો. જોગિંગ  અને દોરડા કૂદવાથી તમને સારે એવો લાભ થશે.

હું ૨૧ વર્ષની  પરિણીતા છું. લગ્નને ૨ મહિના થયા છે. મારી સમસ્યા એ છે કે સુહાગરાતથી લઈને અત્યાર સુધી અમે સંપૂર્ણપણે સંતુષ્ટ થઈ શક્યા નથી. આ સમસ્યાનું શું કારણ હોઈ શકે છે?

એક પત્ની (ગોધરા)

* સમાગમના આનંદનો કોઈ નિશ્ચિત  માપદંડ નથી હોતો. તમારા હજી તો નવાનવા લગ્ન થયા છે. એકબીજા સાથે ખૂબ સમય પસાર કરો, સમાગમ કરતા પહેલાં આલિંગન, ચુંબન અને પ્રેમભરી વાતો કરો. આમ કરવાથી ખરેખર તમને ખૂબ આનંદ મળશે. તદુપરાંત રોમેન્ટિક ફિલ્મ પણ જુઓ. સમાગમ માટે કોઈ સારા પ્રકાશકના સેક્સ વિષયક પુસ્તકો વાંચીને પણ તમે આ વિષયે તમારી જાણકારી વધારી શકો છો.

હું ૨૬ વર્ષની યુવતી છું. મારા સ્તનનો આકાર ખૂબ જ નાનો છે. આ કારણસર હું હીનભાવના અનુભવું છું. કોઈપણ પોશાક મારા પર શોભતા નથી. એવો કોઈ ઉપાય જણાવો. જેનાથી મારા સ્તનના આકારમાં વૃદ્ધિ થાય?

એક યુવતી (નવસારી)

* છોકરીઓનું દેહલાલિત્ય ખાસ કરીને પોતાની માને અનુરૂપ હોય છે, એટલે કે આનુવંશિક હોય છે. તેથી જો તમારા સ્તનનો આકાર પ્રમાણમાં નાનો હોય તો તેમાં વૃદ્ધિ કરવાનો કોઈ ઉપાય નથી.

કોસ્મેટિક સર્જરીથી જરૂર સંભવ છે, પરંતુ ખૂબ જ મોંઘી પ્રોસેસ છે. આ સ્થિતિમાં તમે પેડેડ બ્રાનો ઉપયોગ કરી શકો છો. કપડાનું ફિટિંગ પણ શોભે તેવું રાખો, એટલે કે કપડાં વધારે ઢીલા કે વધારે પડતા ફિટ પણ ન હોવા જોઈએ. જો આ વાતોનું ધ્યાન રાખશો તો અવશ્ય તમે આકર્ષક દેખાશો.

મારા ચહેરા પર ખીલ થયા છે શું મારે શિંગદાણા, ચોકલેટ, ઠંડા પીણા અને તળેલા પદાર્થ બંધ કરવા જોઈએ.

એક યુવતી (અમદાવાદ)

* કોઈ ચોક્કસ પ્રકારના આહારથી ખીલ થાય છે એ માન્યતા ગલત છે. આમ છતાં પણ કેટલીક વ્યક્તિઓને ચોકલેટ, ઠંડાપીણા, તળેલા પદાર્થોની એલર્જી હોય છે. તમને પણ આ પદાર્થોની એલર્જી હોય તો તમારે આ પદાર્થ ત્યજવા જરૂરી છે. તમને બંધકોશની સમસ્યા હોય અને તમે બહારનો કચરો ખાતા હો તો તમારી સમસ્યા વધુ વકરવાનો ડર છે. આમ  વધુ પ્રમાણમાં કોઈ પણ વસ્તુ  હાનિકારક છે.

છેલ્લા બે વર્ષથી બાળક ઝંખીએ છીએ. પ્રયત્ન કર્યા પછી પણ મને ગર્ભ રહેતો નથી. તબીબી સારવાર પણ ચાલુ છે. હોમિયોપેથી અને એલોપેથી એક સાથે લેવામાં વાંધો છે ખરો?

એક યુવતી (વડોદરા)

* સંતાન થવા પાછળ ઘણા કરણો કામ કરી રહ્યા છે. આ બદલ ઝીણવટભરી તબીબી તપાસની જરૂર છે. હોમિયોપેથી અને એલોપેથી દવા સાથે લઈ શકાય કે નહીં. આ બાબતનો આધાર તો તમે કઈ દવા લો છો તેના પર આધાર રાખે છે. તમારે કોઈ કુશળ ગાયનેકની દેખરેખ હેઠળ સારવાર કરાવવી જરૂરી છે.

મેં સાંભળ્યું છે કે પપૈયુ ખાવાથી ગર્ભપાત થાય છે. શું આ વાત સાચી છે?

એક યુવતી (સુરત)

* ના, પરંતુ પપૈયાના બીયામાં આ ગુણો રહેલા છે. બીયા ખાવાથી ગર્ભપાત થવાની શક્યતા છે. આ કારણે ગર્ભાવસ્થા દરમિયાન પપૈયાથી દૂર રહેલું સલાહપ્રદ છે.

 હું અસ્થમાનો રોગી છું. ડોક્ટરે મને ઇસ્થલિના ઇન્હેલર લેવાની સલાહ આપી છે. પરંતુ હવે મને ઇન્હેલરની પણ અસર થતી નથી. હવે મારે શું કરવું?

એક યુવક (વાપી)

* ક્યારે ક્યારે દમનો હુમલો થાય ત્યારે શ્વાસનળીમાં ઇન્ફેક્શન થઈ જાય છે જેને કારણે શ્વાસમાં ખેંચીને લેવામાં આવેલી દવા શરીરને મળતી નથી. આને કારણે શ્વાસનળીમાં કફ થાય છે. આ સમયે ઇન્જેક્શન સાથે આપવામાં આવેલી દવાઓ અને એન્ટીબાયોટિક્સ વધુ અસર ઉપજાવે છે. હુમલાનું જોર ઓછું થતાં ઇન્હેલરની અસર પહેલાં જેવી થઈ શકે છે.

હું ૭૦ વર્ષની વૃદ્ધ મહિલા છું. મારા પેટમાં હંમેશા દર્દ રહે છે. એક્સરે, સીટીસ્કેન જેવા બધા ટેસ્ટ કરાવ્યા બાદ દવાઓ પણ લીધી, પરંતુ આરામ થતો નથી. મને ડાયાબિટિસ અને બંધકોષની સમસ્યા છે.  યોગ્ય ઉપચાર બતાવવા વિનંતી.

એક વૃદ્ધા (અમદાવાદ)

* ક્યારેક ક્યારે ડાયાબિટિસના રોગીને પેટમાં દર્દ રહે છે. કોઈ પણ ટેસ્ટમાં આનું કારણ ખબર પડતી નથી. આ પ્રકારના રોગીઓમાં સુગરનું પ્રમાણ કાબુમાં લેવામાં આવે તો પેટનું દર્દ થાય છે. સ્ટુલટેસ્ટમાં કરમ હોવાનું જણાય તો ડોક્ટરની સલાહ લેવી. કેટલાક રોગીઓના આંતરડામાં રક્ત ઓછું પહોંચવાને કારણે પણ પેટમાં દરદ થાય છે. આ માટે તમારે પેટના રોગોના ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. 

- અનિતા