Get The App

મૂંઝવણ .

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
મૂંઝવણ                                                               . 1 - image

- છેલ્લા પંદર વર્ષથી મલમ લગાવી કામસુખ માણું છું. આમ કરવાથી કોઈ હાનિ થાય ખરી? 

હું ૩૪ વર્ષની કમનસીબ પરિણીતા છું. દહેજને કારણે દિવસરાત ત્રાસ સહન કરીને લગ્નમાં પાંચ વર્ષ પછી મેં છૂટાછેડા લીધાં. ત્યારબાદ મેં સામે ચાલીને તેનાથી પણ મોટી આફત નોતરી. માતા-પિતાની મરજી વિરુધ્ધ ૫૦ વર્ષના વિધુર સાથે મેં પુન:લગ્ન કર્યા. લગ્ન પહેલાં ખૂબ સજ્જન લાગતી વ્યક્તિ શરાબી અને વ્યભિચારી નીકળી. રાતદિવસ શારીરિક તેમ જ માનસિક ત્રાસ આપીને વારંવાર છૂટાછેડાની ધમકી આપ્યા કરે છે.

એ વ્યક્તિને એટલી સહેલાઈથી છૂટાછેડા આપવાની મારી ઈચ્છા નથી. શું એવો કોઈ કાયદો છે જેનાથી હું પૂરેપૂરો હકથી ઘરમાં રહીને તેના અત્યાચારોનો જડબાતોડ જવાબ આપી શકું? તેનો યુવાન પુત્ર મને ખૂબ માન આપે છે. તે મને સગી મા માને છે પરંતુ કોને ખબર કે ભવિષ્યમાં  લગ્ન થયાં પછી તે બદલાઈ જાય અને પિત્રાપુત્ર ભેગાં મળીને મને ઘરમાંથી કાઢી મૂકે. મારી સમસ્યાનો કોઈ ઉકેલ છે ખરો? શું હું છૂટાછેડા લઈને ત્રીજીવાર લગ્ન કરી લઉં કે આત્મહત્યા કરું?

- એક યુવક (મુંબઈ)

* તમારી વાત પરથી એવું લાગે છે કે તમે તમારા પતિ સાથે મનમેળ સાધવાને બદલે રસ્તો બદલી નાખવામાં વધુ વિશ્વાસ ધરાવો છો.  દહેજના મામલે શરૂઆતમાં દરેક ઘરમાં વત્તાઓછા વિવાદ ઊભા થતા હોય છે. પરંતુ સમય પસાર થતાં આવી બાબતો સામાન્ય બની જતી હોય છે.

બની શકે કે તમારી પરિસ્થિતિ ખરેખર દુ:ખદાયક હોય. છૂટાછેડા લીધા પછી બીજી વાર લગ્ન કરતાં પહેલાં તમારે પૂરતી તપાસ કરવી જોઈતી હતી. ત્યારબાદ સમજદારીપૂર્વક લગ્ન કરવા જોઈતાં હતાં. પરંતુ તમે ઊંડો વિચાર કર્યા વગર જોયાજાણ્યા વિના તમારી પોતાની ઈચ્છાથી આધેડ વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા અને હવે તમને પણ ત્યાં ફાવતું નથી.

તમે એવું ઈચ્છો કે પરિસ્થિતિ તમારી અનુકૂળતા મુજબની હોય. તમારું દામ્પત્ય સુખદ બની રહે તે માટે તમારે તમારી જાતને વત્તાઓછા અંશે બદલવી પડશે. પરિસ્થિતિઓને તમારી  અનુકૂળતા મુજબની બનાવો અથવા તો પ્રતિકૂળ પરિસ્થિતિને અનુરૂપ તમે તમારામાં ફેરફાર કરો.

તમારી ઈચ્છા હશે તો જ આવું શક્ય બનશે. તમારે એટલું સમજી લેવું જોઈએ કે પતિ કોઈ ચીજવસ્તુ તો નથી કે જેને તમે વારંવાર બદલી શકો. તમારા હાલના પતિનો પુત્ર તમને ખૂબ માન આપે છે તે તમારું જમા પાસું છે તેથી તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાના પ્રયત્નો કરો. તમે સારા હશો તો બધા તમને માનસન્માન આપશે. તમારી દુનિયા બદલાઈ જશે અને દામ્પત્યજીવન સુખદ બનશે.

શું સંભોગ કર્યા પછી નબળાઈ આવે તે સ્વાભાવિક ગણાય?

- એક યુવક (ઉત્તર સંડા)

૦  વીર્યસ્ત્રાવથી અશક્તિ આવે એવા ખોટા માનસિક  અજ્ઞાાનને કારણે અશક્તિનો અનુભવ થાય. આવા અજ્ઞાાનમાંથી મુક્ત થવાય તો અશક્તિનો અનુભવ ન થાય. મૈથુન ક્રિયાથી  થતો શ્રમ બે દાદર ચઢવાથી થતા શ્રમ જેટલો જ શ્રમ છે. તેટલો શ્રમ અશક્તિનું કારણ ન બને. ઘણા મોટી સંખ્યાના લોકો  વીર્યસ્ત્રાવથી કમજોરી આવે તેવા અજ્ઞાાનથી ઘેરાયેલા હોઈ તેઓ જે અભિપ્રાય આપે તેને 'સત્ય' ગણી શકાય નહિ.

લગ્નને ૩૦ વર્ષ થયાં. શરૂઆતથી જ શીધ્રપતનની તકલીફ હતી. છેલ્લા પંદર વર્ષથી  મલમ લગાવી કામસુખ માણું છું. આમ કરવાથી કોઈ હાનિ થાય ખરી? છેલ્લાં બે વર્ષથી લિંગ વચ્ચેથી  ડાબી તરફ વળી ગયું છે અને તેની જાડાઈ પણ ઘટી જઈ મૂળ પાસેનો ભાગ વધુ  પાતળો થયો છે. બંનેને માનસિક પ્રસન્નતા પ્રાપ્ત થતી નથી.  વૃષણ પણ નાનાં અને શિથિલ છે. કંઈક માર્ગદર્શન આપી શકશો?

- એક પુરુષ (મહેમદાવાદ)

૦  તમે મલમ  લગાવો છો તેનાથી ઉત્થાન અવસ્થામાં સ્તંભન વધે છે, પણ આવી દવાની અસર સંવેદન (સુખદ લાગણી)ને ઘટાડી નાખે છે. તમે ઘણા વર્ષોથી તેના ઉપયોગથી ટેવાઈ ગયા છો. તેથી ધીમે ધીમે તેને છોડી શકશો. તેના ઉપયોગ છતાં બંનેને માનસિક પ્રસન્નતા તો રહેતી નથી. આ માટે વિવિધ પૂર્વક્રિડાઓ અને તરંગકલ્પના વિહાર (ફેન્ટસી)નો ઉપયોગ કરવાથી કામોત્તેજના વધશે. પેનિસમાં  કર્વેચર હોવું તે સામાન્ય બાબત છે. મૂળ પાસેનો ભાગ પાતળો  લાગે છે અને જાડાઈ પણ ઘટી છે તે બાબતમાં જો  કામોત્તેજના વધશે તો લાભ થશે. બાકી કામેચ્છા-કામોત્તેજના પર ઉંમરની અસર તો થતી જ હોય છે તે સ્વીકારવી રહી. પત્નીને કામોત્તેજના અને કામતૃપ્તિના અનુભવો સુધી પહોેંચાડવામાં પૂર્વક્રિડાઓ, કિલટોરિસ સાથેની સ્પર્શરમતો વગેરેનો  ઉપયોગ કરો.

- અનિતા