- તીવ્ર વિજાતીય આકર્ષણને શી રીતે અંકુશમાં રાખી શકાય?
આપણે જાતીય શિક્ષણની જરૂરિયાત માટે આટલાં બધા ઢોલનગારાં શા માટે વગાડવા પડે છે? શું આપણે સહજતાથી વિમુખ થઈ ગયા છીએ એટલે?
એક યુવતી ( મુંબઈ)
* જાતીય જ્ઞાાનની જરૂર માણસોને પડે છે, પ્રાણીઓને નહીં. જાનવરરોેની સેક્સક્રીડા સીઝનલ હોય છે. તેઓ માત્ર પ્રજોત્પત્તિ માટે જ સંભોગ કરે છે. મનુષ્યનુંએવું નથી. એની કામક્રીડા સીઝનલ નથી. એ સેક્સ માત્ર પ્રજોત્પત્તિ માટે નહીં, આનંદ મેળવવા માટે પણ માણે છે. વળી, સમાજ અને લગ્નસંસ્થા માત્ર માણસો માટે જ છે, પ્રાણીઓ માટે નહીં. એટલે જ આપણા માટે સેક્સ એજ્યુકેશન ખૂબ જરૂરી બની જાય છે.
સેક્સ સંબંધિત એવી કઈ ટેવો છે જેને કુટેવ તરીક ઓળખાવી શકાય?
એક યુવક (અમદાવાદ)
* સારા કે નરસા જેવું ખાસ કશું હોતું નથી. સઘળો આધાર વ્યક્તિની માન્યતા કે પરિસ્થિતિ પર છે. આપણે ત્યાં મોટા ભાગના પુરુષો હેટરોસેક્સ્યુઅલ છે, માટે સજાતીય સંબંધો અસ્વીકાર્ય ગણાય છે, પણ સાન ફ્રાન્સિસ્કોમાં પચાસ ટકા કરતાં વધારે પુરુષો સજાતીય સંબંધો ધરાવે છે. આથી ત્યાં હેટરોસેક્સ્યુઅલ પુરુષોએ પ્રેશરનો અનુભવ કરવો પડે.
બાળકો ઘણી વાર 'હું ક્યાંથી આવ્યો? સેક્સ શી રીતે થાય? જેવા પ્રશ્નો પૂછી બેસતાં હોય છે. એમને શી રીતે સમજાવવા?
એક પિતા ( વડોદરા)
* બાળકને એની ઉંમર પ્રમાણે બને એટલી નિખાલસતાથીજવાબ આપવો જોઈએ. એને કહી શકાય કે બેટા, મને અને તારી મમ્મીને તારી જરૂર પડી. તું થોડા મહિના મમ્મીના પેટમાં રહ્યો અને પછી બહાર આવ્યો. જો તમે તરત જવાબ આપવામાગતા ન હો તો એને કહોકે બેટા, આનોે જવાબ હું તને આવતી કાલે આપીશ. આમ બોલવાથી બાળકમાં અવગણાયા હોવાનો ભાવ નહીં જાગે અને એ શેરીના દોસ્તારો પાસેમેળવવા નહીં દોડે. તમારા જવાબોથી બાળકના મનમાં નવા પ્રશ્નો માટેની દિશા ખૂલવી જોઈએ. હંમેશા 'આસ્કેબલ પેરેન્ટ્સ' બનો.
જૂના જમાનામાં સ્ત્રી અને પુરુષની ફળદ્રુપતા ચકાસવા માટે કૂંડામાં ઘઉંના દાણા નાખી તેના પર સ્ત્રી- પુરુષદ્વારા મૂત્રત્યાગ કરાવવાની પદ્ધતિ પ્રચલિત હતી. આવી બધી રીતો આજે પણ અમલમાં ન મૂકી શકાય?
એક યુવક (મુંબઈ)
* હા, સ્ત્રી- પુરુષની ફળદ્રુપતા માટેની આ પદ્ધતિ આજે પણ ચીનઅને અન્ય અમુક દેશોમાં વપરાયછે. આ પદ્ધતિ, અલબત્ત, દરેક કેસમાં સાચીનથી ઠરતી. જો એલોપેથી અને આયુર્વેદનું કોમ્બીનેશન કરવામાં આવે તો ઉત્તમ પરિણામ મેળવી શકાય.
ઓરલ સેક્સ સારું ગણાય કે ખરાબ?
એક યુવતી (રાજકોટ)
* ઓરલ સેક્સ અથવા તો મુખમૈથુન સંપૂર્ણપણે નોર્મલ ગણાય. શરત માત્ર એટલી કે એ અમલમાં મૂકતી વખતે સ્વાર્થની ભાવના ન હોવી જોઈએ. આ પણ સમભોગનો જ એક પ્રકાર છે અને સ્ત્રીપુરુષ બન્નેને એમાંથી એકસરખો આનંદ મળવો જોઈએ.
સંભોગથી સમાધિ સુધી જવાની વાત આપણે કરીએ છીએ, પણ અમુક સાધુમહારાજો સમાધિથી સંભોગ તરફ કેમ જતા હોય છે?
એક યુવક (અમદાવાદ)
* આમાં બે માર્ગ છે. એક તો, અનુભવ જ ન કરો. બીજો અંતિમ તંત્ર સાધનોનો છે. ભોગ એટલો બધો ભોગવી લો કે પછી એની કોઈ ઇચ્છા જ ન બચે.
તીવ્ર વિજાતીય આકર્ષણને શી રીતે અંકુશમાં રાખી શકાય?
એક યુવતી (મુંબઈ)
* કન્ટ્રોલ કરવાની જરૂર જ નથી. કન્ટ્રોલ કરવાથી ઉત્તેજના ઑર તીવ્ર બનશે. ઉંમરલાયક વ્યક્તિ આ સ્થિતિમાં માબાપની રજા લઈને લગ્ન કરી શકે. જો એ શક્ય ન હોય તો 'હાથે જ' સંતોષ પામી શકે. અહીં 'હાથે' શબ્દ મહત્ત્વનો છે. આ વાત સ્ત્રી અને પુરુષ બન્નેને લાગુ પડે છે.
લગ્નજીવનનાં પંદર-વીસ વર્ષ બાદ આવી જતી શુષ્કતા નિવારવા માટે શું કરવું? ફેન્ટસીનો ઉપયોગ યોગ્ય છે?
એક યુવક (ગણદેવી)
* કલ્પના હંમેશા હકીકત કરતાં વધારે રંગીન હોવાની. સેક્સક્રીડા દરમિયાન ફેન્ટેસાઈઝ કરવામાં કશું ખોટું નથી.
- અનિતા


