Get The App

મૂંઝવણ .

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
મૂંઝવણ                                                               . 1 - image

- પરાકાષ્ઠાની ક્ષણોમાં  અને તેની સમાપ્તિની ક્ષણોમાં હું અવાજ મોંમાંથી નીકળે તેમ હસ્યા કરું છું. આવા અવાજને હું રોકી શકતી નથી.  શું તે રોકી શકાય? રોકવાની જરૂર છે? 

પરાકાષ્ઠાની ક્ષણોમાં  અને તેની સમાપ્તિની ક્ષણોમાં હું અવાજ મોંમાંથી નીકળે તેમ હસ્યા કરું છું. આવા અવાજને હું રોકી શકતી નથી.  શું તે રોકી શકાય? રોકવાની જરૂર છે? આમ હસવું તે કોઈ વિચિત્ર બાબત છે?

-એક યુવતી( રાજકોટ )

 * ના, કામોત્તેજના તેની પૂર્ણતાએ પહોંચ્યા પછીની કામ પરાકાષ્ઠાની ક્ષણોમાં અને તેના સુખપૂર્વક અનુભવ પછીની તરતની ક્ષણોમાં વ્યક્તિએ ભિન્ન ભિન્ન અનૈચ્છિક અભિવ્યક્તિ જોવા મળે છે. કણસવાનો અવાજ, પ્રેમભરી લવરીકે તમારા કિસ્સામાં જોવા મળે છે તેવો હસવાનો અવાજ બધું જ નોર્મલ છે. તેમાં કશી વિચિત્રતા નથી. તેને  રોકવાની જરૂર નથી અને સાચી બાબત એ છે કે આ નોર્મલ અનૈચ્છિક વર્તન છે. આવું હાસ્ય સ્વાભાવિક છે. તે પરાકાષ્ઠાના કામસુખની ક્ષણોમાં અનાયાસ, અભાનપણે પ્રકટ થતા પરમ સુખની અભિવ્યક્તિ છે. તેનો રોકવાનો વિચાર ન કરશો.

 હું ૩૨ વર્ષની પરિણીતા છું. લગ્નને ૮ વર્ષ થઈ ગયા છે. મારે બે બાળકો છે.  ગર્ભ ન રહે એટલા માટે હું છેલ્લાં ૩ વર્ષ ગર્ભનિરોધક ગોળી 'ઓવરલ' લઉં છું.

મેં સાંભળ્યું છે કે લાંબા સમય સુધી ગર્ભનિરોધક ગોળીઓ લેતા રહેવાથી કેટલીક બીમારીઓ થઈ શકે છે, જેવી કે ગર્ભાશયમાં રસોળી થવી, લોહી જામી જવું વગેરે શું આ સાચું છે? સાચી માહિતી આપી મારી આશંકા દૂર કરશો તો તમારી આભારી થઈશ.

* હાલમાં મળતાં ગર્ભનિરોધકોમાં ગર્ભનિરોધક ગોળીઓ જ સૌથી વિશ્વાસપાત્ર ઉપાય છે. તેમના પર ૯૯ ટકા ભરોસા કરી શકાય છે અને તે રતિક્રિડામાં જરાય અડચણરૂપ નથી. તે તેનો મોટો ફાયદો છે. આથી જ ભણેલી-ગણેલી મહિલાઓમાં તે સૌથી લોકપ્રિય ગર્ભનિરોધક છે.

આમ છતાંય હકીકત તો એ જ છે કે આવી ગોળીઓ સિન્થેટીક હોર્મોનમાંથી બને છે, એટલે શરીરની અંદરના અવયવો પર તે ઘણી રીતે અસર કરે છે. એની કેટલીક સારી અસરોની સાથે કેટલીક આડઅસરો પણ જોવા મળે છે. લાંબા સમય સુધી આવી ગોળીઓ લેતાં રહેવાથી ગર્ભાશયનું કેન્સર થવાની વાત વારંવાર ચર્ચાયા કરે છે, પરંતુ સર્વેક્ષણો અને મળતા પુરાવાના આધારે આ વાત ખોટી સાબિત થઈ છે. હા, શિરાઓમાં લોહી જામી જવાના અને લોહી ગંઠાઈ  જવાથી ફેંફસામાં  લોહીનો પ્રવાહ અવરોધાવાના મામલા ગર્ભનિરોધક ગોળીઓ લેતી મહિલાઓમાં પ્રમાણમાં વધારે જોવા મળે છે, પરંતુ એની સંખ્યા એટલી મોટી નથી હોતી કે એના લીધે ગર્ભનિરોધક ગોળીઓ લેવાનું છોડી દેવાય. ૩૫ થી વધારે વર્ષની અને ધૂમ્રપાન કરતી મહિલાઓ માટે આવું જોખમ ઊભું થઈ શકે છે. ૩૫ વર્ષની  ઉંમર પછી બીજું કોઈ ગર્ભનિરોધક અપનાવવામાં જ સમજદારી છે. ડોક્ટરોનું માનવું છે કે આવી ગોળીઓ લાંબા સમય સુધી લેવીજ હોય, તો દર વર્ષે બે મહિના માટે એ બંધ કરી બીજું કોઈ સાધન અપનાવવું જેથી શરીરની હોર્મોનલ પ્રણાલિ થોડા સમય માટે પ્રાકૃતિક અવસ્થામાં રહી શકે. એટલે મારી સલાહ છે કે તમે થોડા મહિના માટે આ ગોળીઓ લેવાનું બંધ કરી બીજું સાધન અપનાવો જો તમને વાંધો ન હોય તો કોપર-ટી એ માટેનું સારું સાધન છે. તેની પર ૯૫ થી ૯૭ ટકા વિશ્વાસ કરી શકાય છે અને તે સાધન પણ રતિક્રિડામાં અડચણરૂપ બનતું નથી. કોપર-ટી કાઢી નાખ્યા પછી તમે બહુ જલદી સંતાન ધારણ કરવા માટે સક્ષમ બની જાવ છો.

- અનિતા