મૂંઝવણ .
- મારી ઉંમર 34 વર્ષની છે. મારાં લગ્નને સાત વર્ષ થયાં છે, પણ ! મને બાળક નથી થતું. એની માટેની બધી ટેસ્ટ મેં કરાવી છે.
મારી ઉંમર ૪૮ વર્ષની છે. હું અને મારા મિત્રો બારમાં ડ્રિક્સ લેવા ગયા હતા. એ પછી અમે રી સવસ માટે ગયા હતાં. ત્યાં મેં અને એક સવસ ગર્ભે એકબીજાનું હસ્તમૈથુન કર્યું હતું અને ઉત્તેજનામાં મેં તેની યોનિમાં નાખેલી આંગળી મારા લિંગની આસપાસ ફેરવી હતી. શું એમ કરવાથી મને એઈસ થવાની શક્યતા છે? હું મારી પત્ની સાથે સંભોગ કરું તો કોઈ વાંધો તો નહી આવેને?
- એક પુરુષ (કલ્યાણ)
* ના, તમને એઈસ થવાની કોઈ શક્યતા નથી અને તમે તમારી પત્ની સાથે સંભોગ કરો તો પણ કોઈ વાંધો નહીં આવે. એચઆઇવી કે એઇસ પોઝિટિવ થવા માટે દ્રવ્યની આપ-લે થવી જરૂરી છે. તમારા કેસમાં દ્રવ્યની આવી કોઈ જાતની આપ-લે નથી થતી એટલે તમારે કોઈ જાતની ફિકર કરવાની જરૂર નથી.
પરિણીત સ્ત્રી દિવસ દરમ્યાન અન્ય કોઈ પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધે તો એની જાણ તેના પતિને રાત્રે સંભોગ દરમ્યાન થાય? મુખમૈથુન દરમ્યાન પુરુષનું વીર્ય સ્ત્રીના મોઢામાં જાય તો એનાથી કોઈ નુકસાન થાય?
- એક સ્ત્રી : (કાંદિવલી )
* હા, ખબર પડે, પણ જો સ્ત્રી પોતે કહે તો જ. જો તે ન કહે તો પતિ જ નહીં, કોઈ ડોક્ટર પણ ન કહી શકે કે તેણે દિવસ દરમ્યાન કોઈ અન્ય પુરુષ સાથે સંભોગ કર્યો છે. મુખમૈથુન દરમ્યાન પુરુષનું વીર્ય સ્ત્રીના મમોઢામાં જાય તો એનાથી કોઈ જ નુકસાન નથી થતું, એમ કોઈ ફાયદો પણ નથી થતો.
મારી ઉંમર ૩૪ વર્ષની છે. મારાં લગ્નને સાત વર્ષ થયાં છે, પણ ! મને બાળક નથી થતું. એની માટેની બધી ટેસ્ટ મેં કરાવી છે. એમાં વીર્યમાં શુક્રાણુનું પ્રમાણ જરાય નથી એવું આવ્યું છે તો સંતાનપ્રાપ્તિ માટે કઈ દવા કે ઈલાજ કરાવવો અને શુક્રાણુનું પ્રમાણ વધે એ માટે શું કરવું એ જણાવશો?
* તમે વીર્યના રિપોર્ટમાં શુક્રાણુનું પ્રમાણ જરાય નથી આવ્યું એમ લખ્યું છે, પણ સાથે ફ્રક્ટોસ નેગેટિવ છે કે પોઝિટિવ છે એ નથી જણાવ્યું. જો ફ્રુકટોસ પોઝિટિવ હોય તો આપણે આગળ ટ્રીટમેન્ટ કરી શકીએ, પણ જો એ નેગેટિવ હોય તો તમારી તકલીફ જન્મજાત છે અને એના ઇલાજની શક્યતા ઘણી ઓછી છે. ઘણી વાર અંડકોષમાં શુક્રજંતુ બનતા હોય, પણ જો શુક્રનલિકામાં ક્યાંક અવરોધ - હોય તો એ ઉપર સુધી ન પહોંચી શકે. આમ પહેલાં તો શુક્ર જંતુ બને છે કે નહીં એ જાણવું જરૂરી છે અને એનો સાધારણ ખ્યાલ લોહીના પરીક્ષણ પરથી આવી શકે. કોઈ પણ હોસ્પિટલમાં સ્ટરિલિટી વિભાગમાં જઈને આની વધુ ચકાસણી કરાવી શકો છો.
અમે પતિ-પત્ની બંને એન્જિનીયર્સ છીએ. ઓરલ સેક્સ વિશે મારું અને મારા પતિનું એક અંગ્રેજી મેગેઝિનમાં આવેલા લખાણ તરફ ધ્યાન ગયું. તે અંગેના પ્રશ્નો રજૂ કર્યા છે. તમે ઉત્તર આપો તેવી વિનંતી.
- એક મહિલા (વડોદરા)
* પરિણીત, સુશિક્ષિત યુવતીના પાત્રમાંથી ટૂંકાવીને ઉપર પ્રશ્ન રજૂ કર્યો છે. પ્રશ્નો ઉપર મૂક્યા નથી. પ્રશ્નોના જવાબ અહીં આપું છું. ઓરલ સેક્સનો આનંદ પતિ અને પત્ની પરસ્પર આપી લઈ શકે છે. બંને રોગરહિત હોય તો ઓરલ સેક્સથી કોઈ રોગ થવાનો સંભવ નથી. બંનેએ પોતાના જનનમાર્ગોની પાણીથી શુદ્ધિ કરવા સિવાય બીજી કોઈ ખાસ જંતુનાશક દવાથી શુદ્ધિ કરવાની જરૂર નથી. યુવતીએ પૂછેલા પ્રશ્નનો જવાબ ઘણા વિલંબથી અપાયો છે. તેનું કારણ વાચકો તરફથી નિયમીત મોટી સંખ્યામાં આવતા પત્રો છે. બધાને ક્રમમાં ઉત્તર આપવાનો નિયમ રાખ્યો છે તેથી કોઈને તરત જવાબ આપવાનું શક્ય નથી.
મારી ઉંમર ૩૬ વર્ષની છે. મારી પત્નીની ઉંમર ૩૨ વર્ષની છે. અમારાં લગ્ન ચાર વર્ષ પહેલાં થયાં છે. અઢી વર્ષનો એક પુત્ર છે. મારી પત્નીનું કહેવું છે કે સંભોગ વખતે સંપૂર્ણ તૃપ્તિ મળતી નથી, કારણ કે મારા લિંગની લંબાઈ અને જાડાઈ નાની છે જેથી ઘર્ષણ ઓછું થાય છે. વળી વીર્યસ્ખલન જલદી થઈ જાય છે. લિંગની લંબાઈ અને જાડાઈ વધારવા શું કરવું જોઈએ? અને જલદી વીર્યસ્ત્રાવ ન થઈ જાય તે માટેનો ઉપાય શો?
- એક પુરુષ (મુંબઈ)
* આ વિભાગમાં ઘણી વખત સ્પષ્ટતા કરવામાં આવી છે તેમ ઉત્થાન પામેલા લિંગની લંબાઈ ઓછામાં ઓછી બે ઈંચની હોય તો તે પર્યાપ્ત છે. કેમ કે સ્ત્રીના યોનિમાર્ગના આરંભના જ એકતૃતીયાંશ ભાગમાં કુદરતે કામોત્તેજનાનો અનુભવ કરાવનારા જ્ઞાાનતંતુઓ મૂકેલા છે. ઉત્થાન પામેલા બે ઈંચ જેટલી લંબાઈવાળા પેનિસથી યોનિના આગળના એક તૃતીયાંશ ભાગમાં સ્પર્શ-સંઘર્ષ બરાબર થાય છે. હવે પેનિસની જાડાઈના સંદર્ભમાં વાત કરીએ તો ટચલી આંગળી જેટલી જાડાઈ હોય તો તે પણ પૂરતી ગણાય. તમારા પતિ-પત્નીના કેસમાં જે મુશ્કેલી જણાય છે તે આ છે.
તમારાં પત્ની કામોત્તેજિત થતાં નથી. જોે મૈથુન પૂર્વે સ્ત્રી કામોત્તેજિત થાય તો તેના યોનિમાર્ગની દીવાલોમાં રક્તસંચાર વધતા અને રક્તનો ત્યાં ભરાવો થતાં દીવાલો ફૂલી જાય છે. ફૂલી ગયેલી દીવાલો ટચલી આંગળી જેટલી જાડાઈના પેનિસને પણ ચપોચપ દબાણ આપે છે.
- અનિતા