Get The App

મૂંઝવણ .

Updated: May 3rd, 2021

GS TEAM

Google News
Google News
મૂંઝવણ                             . 1 - image


- હું 22 વર્ષની પરિણીત યુવતી અને ૨ બાળકોની મા છું. હું મારા પતિના એક મિત્રને પ્રેમ કરું છું. અમારા બંને વચ્ચે અનૈતિક સંબંધ પણ છે.

મારી ઉંમર ૧૬ વર્ષની છે. મારા પિતાનો સ્વભાવ ખૂબ જ ગરમ છે. ગુસ્સે ભરાય ત્યારે તેઓ સારા નરસાનું ભાન ગુમાવી બેસે છે. કેટલીક વખત મને મારે છે. કોઈક વાર તો હાથમાં આવે તે વસ્તુ છૂટી મારે છે. તેમને ઘણા સમજાવ્યા પણ તેમનો સ્વભાવ સુધરતો નથી. મારી મમ્મી પણ મારી સાથે સારી રીતે વર્તતી નથી મારે શું કરવું તે સમજાવવા વિનંતી.

એક કન્યા (ખંભાત)

ખરેખર તમારી હાલત ઘણી દયનીય છે. અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી હોસ્ટેલમાં રહેવાની ગોઠવણ કરો. શાંતિ ચિત્તે પરિસ્થિતિનો સામનો કરો. શક્ય હોય તો તેમનાથી દૂર રહેવાનો પ્રયાસ કરો ઘર મોટું હોય તો ઘરમાં રહો તેટલો સમય તમારા રૂમમાં જ પસાર કરો. રજાનો દિવસ ઘરની બહાર સહેલીઓ સાથે વિતાવો.

મારી ઉંમર ૨૩ વર્ષની છે. મારા લગ્ન થયા નથી છેલ્લાં બે મહિનાથી મને માસિક આવતું નથી. મેં ગાયકોનેકોલોજીસ્ટની સલાહ લીધી છે. તેમની સલાહ અનુસાર કેટલાક ટેસ્ટ પણ કરાવ્યા. પરંતુ આ રિપોર્ટ નોર્મલ આવ્યા. આ પૂર્વે મારે આવી સમસ્યાનો સામનો કરવો પડયો નથી. હમણા હમણા મારું વજન પણ વધ્યું છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક યુવતી (વડોદરા)

સમસ્યા પ્રથમ વાર જ ઉદ્ભવી છે એટલે ખાસ ચિંતા કરવાની જરૂર નથી. માનસિક તાણ બીમારી, એન્ટિબાયોટિક્સ, જગ્યામાં ફેરફાર જેવા કારણોસર આમ થઈ શકે છે. થોડો સમય રાહ જુઓ. તમારા ગાયનેકોલોજીસ્ટની સલાહ મુજબ સારવાર ચાલુ રાખો. 

હું ૧ વર્ષથી એક છોકરાને પ્રેમ કરું છું. અમે કેટલીય વાર શારીરિક સંબંધ પણ બાંધ્યા છે. હવે મારાં લગ્ન બીજા છોકરા સાથે થવાનાં છે. મને ડર છે કે મારા થનારા પતિને પ્રથમ સમાગમમાં રક્તસ્ત્રાવ ન થતા ખબર પડી જશે કે લગ્ન પહેલાં મારા કોઈની સાથે સંબંધ રહ્યા છે. હવે હું શું કરું, વિચારીવિચારીને થાકી ગઈ છું. ઘરમાં કોઈની સાથે આ બાબતે હું વાત નથી કરી શકતી. શું લગ્ન માટે ના પાડી દઉં?

એક યુવતી (મુંબઈ)

* લગ્નપૂર્વેના અનૈતિક સંબંધ ભવિષ્ય માટે ચિંતાનું કારણ બને જ છે. તેથી લગ્નપૂર્વે તેનાથી બચવું જોઈએ. જોકે તમે આ ભૂલ કરી ચૂક્યા છો, તેથી તમારી ચિંતા પણ વાજબી છે. પરંતુ લગ્ન કરવાની ના પાડવી એ તેનો ઉકેલ નથી. તેથી લગ્ન કરી લો. પતિને તમારા આ સંબંધો બાબતે ક્યારેય કંઈ ન કહો.

હું ૨૭ વર્ષની યુવતી છું. ઘરમાં મારા સંબંધની વાત ચાલી રહી છે. મેં મારી મમ્મીને મારી પસંદના છોકરા વિશે જણાવ્યું જેને હું છેલ્લાં ૪ વર્ષથી પ્રેમ કરું છું. તે સાંભળતાં જ મમ્મી ગુસ્સે થઈ ગઈ. જન્મકુંડળી, જાતિ-સમાજ વગેરેની દુહાઈ આપીને મને હેરાન કરવા લાગી. તેણે મને ધમકાવી છે કે આ વાત પપ્પાના કાન સુધી ન પહોંચવી જોઈએ. હું મમ્મીને ખૂબ પ્રેમ કરું છું. તે પણ મને ખૂબ પ્રેમ કરે છે પણ તેનું રૌદ્ર રૂપ જોઈને હું ડરી ગઈ છું. ઘરમાં બીજું કોઈ નથી એવું, જે મારી મદદ કરે. બોલો હું શું કરું?

એક યુવતી (સુરત)

* કહેવા ખાતર આજે સમાજ ખૂબ પ્રગતિશીલ છે, આંતરજ્ઞાાતીય લગ્ન સામાન્ય થઈ ગયા છે. હજી પણ કેટલાક પરિવારમાં જન્મકુંડળી, જ્ઞાાતિ-સમાજ વગેરે અંધશ્રધ્ધાને વ્યક્તિના ગુણથી વધારે મહત્ત્વ આપવામાં આવે છે. આ પ્રકારના લોકો પોતાના જુનવાણી વિચારો પ્રત્યે હજી પણ કટ્ટર છે. તમારો પરિવાર પણ આ જ શ્રેણીમાં આવે છે. તમે તમારી મમ્મી સાથે તમારા દિલની વાત કહીને સારું કર્યું. એકવાર હિંમત કરીને તેમને કહો કે તમે તે છોકરા સાથે લગ્ન કરીને સુખી રહેશો. તેઓ તમારા પિતા સાથે આ બાબતે વાત કરે. જો તેઓ કોઈપણ રીતે તૈયાર ન થાય અને તમે તેમની વિરુદ્ધ જવા નથી ઈચ્છતા તો તમારા પ્રેમીને ભુલાવીને મમ્મીપપ્પા  દ્વારા પ્રસ્તાવિત વર સાથે લગ્ન કરવાનું વિચારી લો. નકામી ચિંતા ન કરો.

હું ૨૨ વર્ષની પરિણીત યુવતી અને ૨ બાળકોની મા છું. હું મારા પતિના એક મિત્રને પ્રેમ કરું છું. અમારા બંને વચ્ચે અનૈતિક સંબંધ પણ છે. મને મારા પતિ સાથે સહવાસમાં તે સુખની અનુભૂતિ નથી થતી, જે મારા પ્રેમી પાસેથી મેળવું છું. મન થાય છે કે તેની સાથે રહું, પરંતુ પતિને પણ નથી છોડવા ઈચ્છતી. જો મારા પ્રેમીને તેને છોડવાની વાત કરું તો તે કંઈક આડુંઅવળું કરવાની વાત કરીને ડરાવી દે છે. કૃપા કરીને કહો કે હું શું કરું?

એક બહેન (વડોદરા)

* તમે માત્ર પરિણીતા જ નથી,  ૨ બાળકોની માતા પણ છો. તેથી તમને આ પ્રકારની સ્વચ્છંદતા શોભતી નથી. પતિ સાથે સમાજમાં તમારું એક માન છે અને તેને દાવ પર લગાવીને તમે કોઈ બીજા સાથે સંબંધ બાંધીને તમારી બરબાદી નોતરી રહ્યા છો. આ પ્રકારનો વ્યભિચાર વધારે દિવસો સુધી છુપાતો નથી.  વહેલામોડા પ્રકાશમાં આવે જ છે. એવું થતા તમારી શું હાલત થશે. તમે જાતે અંદાજ લગાવી શકો છો. વધારે યોગ્ય એ રહેશે કે, તમે આ વાત પર અહીં જ પૂર્ણવિરામ મૂકી દઈને તમારા પતિ અને બાળકો પર ધ્યાન આપો.

- અનિતા 

Tags :