Get The App

મૂંઝવણ .

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
મૂંઝવણ                                                               . 1 - image

- હું અને મારી પત્ની  મહિનામાં એકાદવાર જાતીય સુખ માણીએ છીએ. પરંતુ મને ઈચ્છા લગભગ દર અઠવાડિયે થાય છે......

 મારી પત્નીની ઉંમર આશરે ૩૮ વર્ષની છે. અમારે બે બાળકો છે. પત્ની આદર્શ ગૃહિણી છે. અમારો સંસાર સુખી છે, પરંતુ તે મને જાતીય  આનંદ માટે સહકાર આપતી નથી. સમાગમ  માટે તે પોતાની જાતે તૈયારી બતાવતી નથી અને હા, જો મારી ઈચ્છા હોય તો ના પણ પાડતી નથી. અમે મહિનામાં એકાદવાર જાતીય સુખ માણીએ છીએ. પરંતુ મને ઈચ્છા લગભગ દર અઠવાડિયે થાય છે, પણ પત્ની તરફથી શરૂઆત ન હોવાથી ઈચ્છા દબાવી રાખું છું. તો આ અંગે મારે શું કરવું?

એક પતિ (નડિયાદ)

પત્ની જો પુરુષને સેક્સની બાબતમાં સાથ ન આપતી હોય અથવા પહેલ ના કરતી હોય તો તેનું કોઈ કારણ અચૂક હોવું જોઈએ. કેટલીક સ્ત્રીઓને ભારતીય સામાજિક ઢાંચાને કારણે સેક્સની બાબતમાં રસ ઓછો થઈ જાય છે. અતિચુસ્ત ધાર્મિક વાતાવરણ, જાતીય શિક્ષણનો અભાવ, બાળપણમાં થયેલ સેક્સના ખરાબ અનુભવો વગેરે કારણોથી સ્ત્રીઓ જાતીય જીવનની બાબતમાં નીરસ બની જઈ શકે છે.  અન્ય કારણોમાં માનસિક કે શારીરિક બીમારી, ડિપ્રેશન, કુટુંબમાં કે એકબીજા જોડે કથળેલા સંબંધો, આત્મીયતા, પ્રેમાલાપ અને પૂર્વક્રીડાનો અભાવ, અતિશય શ્રમપૂર્ણ જીવન વગેરેમાંથી કોઈક હોઈ શકે છે. એકબીજા જોડે ખુલ્લા દિલેથી વાતચીત કરો અને પોતે જ આનું કારણ શોધો. ઘણીવાર શરૂઆતના અનુભવો સારા ન હોવાથી પણ પત્નીની જાતીય જિંદગીમાંથી રસ ઓછો થઈ શકે છે અને માત્ર પતિને સંતોષ આપવા જ સ્ત્રી સાથ આપતી હો છે. માટે યાદ રાખો, સેક્સ માગવાથી નથી મળતું, બહેતર છે કે એ માટેનું વાતાવરણ તૈયાર કરો. તમે પત્નીને સેક્સ આપવા તેની ઉપર દાબદબાણ કરશો તો તે તમને યંત્રવત્ આનંદ આપવા કોશિશ કરશે, પણ આવી મનોદશા સાથે તે તમને પૂર્ણ આનંદ ભાગ્યે જ આપી શકશે.

 હું ૩૨ વર્ષની પરિણીતા છું. લગ્નને ૮ વર્ષ થઈ ગયાં છે. મારે બે બાળકો છે. ગર્ભ ન રહે એટલા માટે હું છેલ્લાં ૩ વર્ષથી ગર્ભનિરોધક 'ઓવરલ' લઉં છું. મેં સાંભળ્યું છે કે લાંબા સમય સુધી ગર્ભનિરોધક ગોળીઓ લેતા રહેવાથી કેટલીક બીમારીઓ થઈ શકે છે, જેવી કે ગર્ભાશયમાં રસોળી થવી, લોહી જામી જવું વગેરે. શું આ સાચું છે? સાચી માહિતી આપી મારી આશંકા દૂર કરશો તો તમારી આભારી થઈશ.

એક પરિણીતા (સુરત)

* હાલમાં  મળતી  ગર્ભનિરોધક ગોળીઓ જ સૌથી વિશ્વાસપાત્ર ઉપાય છે. તેમના પર ૯૯ ટકા ભરોસો રી શકાય છે અને તે રતિક્રિડામાં જરાય અડચણરૂપ નથી, તે તેનો મોટો ફાયદો છે. આથી જ ભણેલી-ગણેલી મહિલાઓમાં તે સૌથી લોકપ્રિય ગર્ભનિરોધક છે.

આમ છતાંય હકીકત તો એ જ છે કે આવી ગોેળીઓ સિન્થેટીક હોર્મોનમાંથી બને છે, એટલે શરીરનાં અંદરના અવયવો પર તે ઘણી રીતે અસર કરે છે.  એની કેટલીક સારી અસરોનીસાથે કેટલીક આડઅસરો પણ જોવા મળે છે. લાંબા સમય સુધી ગોળીઓ લેતાં રહેવાથી ગર્ભાશયનું કેન્સર થવાની વાત વારંવાર ચર્ચાયા કરે છે, પરંતુ સર્વેક્ષણો અને મળતા પુરાવાના આધારે આ વાત મોટી સાબિત થઈ છે. હા, શિરાઓમાં લોહી જામી જવાથી ફેંફસામાં લોહીનોે પ્રવાહ અવરોધાવાના મામલા ગર્ભનિરોધક ગોળીઓ લેતી મહિલાઓમાં પ્રમાણમાં વધારે જોવા મળે છે, પંરતુ એની સંખ્યા એટલી મોટી નથી હોતી કે એના લીધે ગર્ભનિરોધક ગોળીઓ લેવાનું છોડી દેવાય. ૩૫ થી વધારે વર્ષની અને ધૂમ્રપાન કરતી મહિલાઓ માટે આવું જોખમ ઊભું થઈ શકે છે. ૩૫ વર્ષની ઉંમર પછી બીજું કોઈ ગર્ભનિરોધક અપનાવવામાં જ સમજદારી છે.

ડોક્ટરોનું માનવું છે કે જો આવી ગોળીઓ લાંબા સમય સુધી લેવી જ હોય તો દર વર્ષે બે મહિના માટે બંધ કરી બીજું કોઈ સાધન અપનાવવું, જેથી શરીરની હોર્મોનલ પ્રણાલી થોડા  સમય માટે પ્રાકૃતિક અવસ્થામાં રહી શકે.

તમે તો આમેય ૩ વર્ષથી ગર્ભનિરોધક ગોળીઓ લઈ રહ્યા છો, એટલે મારી સલાહ છે કે તમે થોડા મહિના માટે આ ગોળીઓ લેવાનું બંધ કરી બીજું કોઈ સાધન અપનાવો.

જો તમને વાંધો ન હોય તો કોપર-ટી એ માટેનું સારું સાધન છે. તેના  પર  પણ ૯૫ થી ૯૭ ટકા વિશ્વાસ કરી શકાય છે અને તે સાધન પણ રતિક્રિડામાં અડચણરૂપ  બનતું નથી. કોપર-ટી કઢાવી નાખ્યા પછી તમે બહુ જલદી સંતાન ધારણ કરવા માટે સક્ષમ બની જાવ છો. 

- અનિતા