- છેલ્લાં ચાર વર્ષથી મેં એક પુરુષ સાથે સંબંધ બાંધ્યો છે. અમે સંભોગ પણ કર્યો છે. કમનસીબે અમે પરણી નથી શક્યા.
હું પરિણીત યુવક છું. મને એક વર્ષની બેબી છે.હવે થોડા વખત સુધી હું અને મારી પત્ની બીજું બાળક નથી ઈચ્છતાં એટલે મારી પત્નીએ કોપર-ટી બેસાડી છે. મારી સમસ્યા એ છે કે પત્નીએ કોપર-ટી બેસાડયા પછી હું જ્યારે સંભોગ કરું છું ત્યારે મારા શિશ્નમાં ઈજા થાય છે અને ક્યારેક લોહી પણ નીકળે છે. આને કારણે હું સંભોગસુખ નથી માણી શકતો. આ બાબતે શું કરવું એ વિશે યોગ્ય સલાહ આપશો.
- એક યુવક (અંધેરી)
* કૉપર-ટી બેસાડવાની ક્રિયા એકદમ મામૂલી છે. મોટા ભાગે કૉપર-ટી બેસાડયા પછી કોઈ તકલીફ નથી થતી. ધારો કે તમને એનાથી તકલીફ થતી હોય તો થોડા ચીકાશવાળા પદાર્થનો ઉપયોગ કરો અથવા સંભોગ પહેલાં તમારી પત્નીને યોેગ્ય રીતે ઉત્તેજિત કરો જેથી તેની યોનિમાં ચીકાશ ઉત્પન્ન થાય. જરૂર પડે તો થોડા કોપરેલના તેલનો પણ ઉપયોગ કરી શકો. આને લીધે તમે ઘર્ષણથી કે લોહી નીકળવાની સમસ્યાથી મુક્ત થઈ જશો. આમ છતાં તકલીફ ચાલુ રહે તો નિરોધનો ઉપયોગ કરી શકો.
મને જાન્યુઆરીમાં પેટમાં પાણી ભરાવાની તકલીફ થઈ હતી. એ વખતે મેં હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને એ પછી ડોક્ટરે મને દવા ચાલુ રાખવાની સલાહ આપી હતી. છેલ્લા બે મહિનાથી મારા લિંગ પરની ચામડી જે પહેલાં આખી ખૂલતી હતી એ એકદમ બંધ થઈ ગઈ છે, અંદરથી થોડા સોજા જેવું પણ લાગે છે અને ખંજવાળ પણ આવેછે. જોકે હું સંભોગ બરાબર કરી શકું છું. મારા ફેમિલી ડોક્ટરે મને સહેજ હૂંફાળા પાણીમાં પોટેશ્યિમ પરમેન્ગેનેટ નાખીને શિશ્ન ધોવાનું કહ્યું હતું, પણ એનાથી કોઈ ફરક નથી પડયો. યોગ્ય માર્ગદર્શન આપી આનો ઉપાય બતાવવા વિનંતી
- એક યુવક (વિલે પાર્લે)
* આ સમસ્યા બહુ ગંભીર નથી. તમે પેટમાં પાણી ભરાવાની તકલીફનો ઉપચાર કર્યો ત્યારે ડોક્ટરે તમને એન્ટિબાયોટિક ગોળીઓ આપીહશે. જ્યારે તમે લાંબા સમય સુધી એવી ગોળીઓ લો ત્યારે ઘણી વાર બીજી તકલીફ થતી હોય છે. તમને ઈન્દ્રિયમાં મોનિલિયલ (ફંગલ) ઈન્ફેક્શન થયું હોવાની શક્યતા છે. તમે ક્લોટ્રા મિઝોલ (ભર્નાચિ સૈર્ડની ) નામનો મલમ લગાડશો તો ત્રણ-ચાર દિવસમાં તમારી તકલીફ દૂર થઈ જશે.
હું ૨૭વર્ષની અપરિણીત સ્ત્રી છું. છેલ્લાં ચાર વર્ષથી મેં એક પુરુષ સાથે સંબંધ બાંધ્યો છે. અમે સંભોગ પણ કર્યો છે. કમનસીબે અમે પરણી નથી શક્યા. હવે મારાં લગ્ન એક રૂઢિચુસ્ત પરિવારના પુરુષ સાથે થવાના છે. હું તેમનાથી આ વાત છૂપી રાખવા માગું છું, પરંતુ હું કુમારિકા નથી એ હકીકત છુપાવી શકું એમ નથી. હું જાણું છું કે સંભોગ સિવાય બીજાં અનેક કારણોસર યોનિનું આવરણ તૂટી શકે છે. મારે શી રીતે પુરવાર કરવું કે મારા કિસ્સામાં પણ એવું જ થયું છે?
- એક યુવતી
* જો કોઈ સ્ત્રી એમ કહે કે તે કુમારિકા છે તો દુનિયામાં કોઈ પણ ટેસ્ટ સાબિત ન કરી શકે કે તે કુમારિકા નથી. તમારા નિર્ણયને મક્કમતાથી વળગી રહો. આવી મામૂલી વાતને મોટું સ્વરૂપ ન આપશો.
સંભોગમાં ફોરપ્લેનું મહત્ત્વ કેટલું? સ્ત્રીઓમાં જી-સ્પૉટ કયાં હોય છે? પુરુષોમાં આવું કોઈ સ્પૉટ હોય છે ખરું?
* સંભોગમાં ફોરપ્લે એટલે કે સંવનનની પ્રક્રિયાનું ઘણું મહત્ત્વ છે. સંભોગ કરતાં સંવનનની પ્રક્રિયામાં વધુ ઉત્તેજના મળે છે. કહે છે ને કે જે મજા સફરમાં છે એ મંઝિલમાં નથી. વાત્સ્યાયને સંવનનની ક્રિયા પર આખું પ્રકરણ લખ્યું છે.
ભારતમાં પુરુષો ફોરપ્લેનું મહત્ત્વ સમજે તો તેઓ સ્ત્રીને ઊંઘની ગોળીની જેમ વાપરે છે એ બંધ થઈ જાય અને સ્ત્રીને ઘણી રાહત મળે. ફોરપ્લેને સમજવા માટે ફોર લેટર વર્ડ છે. -ALK સ્પર્શ, વાતચીત, સુંદર વસ્તુ જોવી, સારું સંગીત સાંભળવું અને સારો સ્વાદ માણવો આ પાંચ ઈન્દ્રિયોના સમન્વયથી મહત્તમ ઉત્તેજના મળે છે. આખરે સેક્સ બે કાન વચ્ચે હોય છે, બે પગ વચ્ચે નહીં.
અમુક વિજ્ઞાાનીઓ કહે છે કે સ્ત્રીના યોનિમાર્ગમાં બહારના મુખથી દોઢ ઈંચ અંદર ઉપલી દીવાલ પર ઘર્ષણ કરવાથી સ્ત્રીને વધુ ઉત્તેજના મળે છે. પુરુષોમાં આવું કોઈ જી-સ્પૉટ નથી, પણ ગુદા અને વૃષણ વચ્ચેની જગ્યામાં દબાણ આપવાથી પુરુષોમાં ઉત્તેજના વધતી હોવાનું માનવામાં આવે છે.
- અનિતા


