Get The App

મૂંઝવણ .

Updated: Aug 2nd, 2021

GS TEAM


Google News
Google News
મૂંઝવણ                                . 1 - image


- હું બાવીસ વર્ષનો યુવાન છું. સંભોગ કરતી વખતે મારા શિશ્નની ચામડીમાંથી લોહી નીકળે છે. તો શું કરવું?

પ્રશ્ન : હું બાવીસ વર્ષનો યુવાન છું. સંભોગ કરતી વખતે મારા શિશ્નની ચામડીમાંથી લોહી નીકળે છે. તો શું કરવું?

એક યુવક (આણંદ)

ઉત્તર : આ પરિસ્થિતિ સર્જાવાનું મુખ્ય કારણ ઈન્દ્રિયની ઉપરની ચામડી તમે પાછળ લઈ નથી શકતા એ છે. આના ઉપાય તરીકે તમે કોપરેલ લગાવીને શિશ્નની ઉપરની ચામડી ધીમે-ધીમે પાછળ સરકાવવાની કોશિશ કરો. જેથી ઈન્દ્રિયોનો અગ્રભાગ (લાલ ભાગ) બરાબર જોઈ શકો. આમાં સફળતા ન મળે તો સુન્નતનું ઑપરેશન એકમાત્ર વિકલ્પ રહે છે. આ એક મામૂલી ઑપરેશન છે. જો ઑપરેશન ન કરાવવું હોય અથવા થોડા વખત પછી કરાવવું હોય તો આ સમય દરમ્યાન કૉન્ડોમ (નિરોધ) પહેરીને સમાગમ કરશો તો કોઈ સમસ્યા  નહીં સર્જાય. નિરોધ પહેરી લીધા પછી ચામડી આગળપાછળ થવાની કોઈ શક્યતા ન હોવાથી દુખાવો નહીં થાય કે લોહી પણ નહીં નીકળે.

પ્રશ્ન : હું ૨૮ વર્ષની પરિણીત સ્ત્રી છું. બાળકને સ્તનપાન છોડાવ્યાને બે વર્ષ થયાં છતાં સ્તનમાંથી ચીકાશવાળું દૂધ નીકળે છે અને સ્તન ભરાઈ જાય એવો દુખાવો થાય છે. આ પ્રવાહીથી કોઈ પણ પ્રકારનું નુકસાન થઈ શકે ખરું? એનો ઉપાય શું?

એક સ્ત્રી (વડોદરા)

ઉત્તર : તમારે સૌપ્રથમ પ્રોલેક્ટિન (ઁર્નિચબૌહી) હૉર્મોનની તપાસ કરાવવી. આ તપાસ સવારે ભૂખ્યા પેટે લોહીમાંથી થાય છે. જો એમાં પ્રોલિક્ટિન હોર્મોનનું પ્રમાણ નોર્મલ કરતાં બમણું કે એથી વધુ આવે તો તરત જ હોર્મોન સ્પેશ્યલિસ્ટની સલાહ લઈને યોગ્ય ઈલાજ કરવો ઘણી વખત આ જાતનું ચિહ્ન મગજમાં ઉદ્ભવતી કોઈ ગાંઠ લક્ષણ હોઈ શકે છે.

પ્રશ્ન : હું ૨૪ વર્ષની યુવતી છું. મારાં લગ્નને બે વર્ષ થયાં છે. હવે અમને એક બાળક જોઈએ છે, પણ મારી સમસ્યા એ છે કે સમાગમ વખતે મને ખૂબ જ દુખાવો થાય છે. મારે એ જાણવું છે કે હું સંભોગ કર્યા વગર સિરિન્જની મદદથી ગર્ભધારણ કરી શકું ખરી?

એક યુવતી (ડાકોર)

ઉત્તર : ચોક્કસ. તમને સમાગમ વખતે જે દુખાવો થાય છે એનું મુખ્ય કારણ એ હોઈ શકે કે સમાગમ પહેલાંની સંવનનની ક્રિયામાં તમારા પતિ ઓછો સમય ગાળતા હોય અને એને લીધે યોનિમાર્ગમાં યોગ્ય ચીકણાહટ પેદા ન થતાં ઈન્દ્રિયપ્રવેશ વખતે દુખાવાનો અહેસાસ થાય. તમે સમાગમ પહેલાંની સંવનની ક્રિયામાં થોડો વધારે સમય ગાળશો તો તમારી આ સમસ્યા દૂર થઈ જશે. યોગ્ય ચીકણાહટ પેદા ન થવાનાં બીજાં કારણોમાં યોનિમાર્ગમાં ઈન્ફેક્શન અથવા હોર્મોનનું અસંતુલન હોઈ શકે.

તમારે જો સિરિન્જથી ગર્ભ રાખવો હોય તો તમારી ઓવરીમાંથી (અંડકોશાષય) સ્ત્રીબીજ છૂટું પડે એના ૨૪ થી ૪૮ કલાકમાં જો શુક્રજંતુ એને મળે તો ગર્ભ રહેવાની શક્યતા રહે છે. તમને મહિનો આવી ગયા પછી એક અઠવાડિયું અને છેલ્લું અઠવાડિયું છોડીને બીજા અને ત્રીજા અઠવાડિયામાં દરમ્યાન ગર્ભ રહેવાની શક્યતા વધુ રહે છે. એ સમય દરમ્યાન જો તમારે સમાગમ ન કરવો હોય તો તમારા પતિને એ દિવસોમાં એક ચોખ્ખી રકાબીમાં હસ્તમૈથુનથી વીર્યસ્ખલન કરવાનું કહો. પછી બજારમાં મળતી સ્ટરિલાઈઝ ડિસ્પોઝિબલ સિરિન્જથી વીર્ય સિરિન્જમાં લેવું અને જે રીતે તમે સમાગમ કરો છો એ પોઝિશનમાં આવીને સિરિન્જ દ્વારા વીર્ય યોનિમાર્ગમાં નાખવું. સિરિન્જ બહાર કાઢ્યા પછી તમારા બન્ને ઘૂંટણ છાતી નજીક રાખવા. ઋષિ વાત્સ્યાયનના સૂચન પ્રમાણે આ આસનમાં ગર્ભ રહેવાની શક્યતા વધારે રહે છે.

પ્રશ્ન : મારી ઉંમર ૫૩ વર્ષની છે. મારી સમસ્યા એ છે કે મારું ઈન્દ્રિય કડક થયા પછી તરત જ ઢીલું થઈ જાય છે અને સ્ખલન થઈ જાય છે. બીજું, સંભોગ પછી બીજા દિવસે આખો દિવસ પગમાં દુખાવો રહે છે. હું દિવસમાં બે તમાકુવાળાં પાન ખાઉં છું. મને નિરોધ ફાવતું નથી. મારી આ સમસ્યા છેલ્લાં બે વર્ષથી જ છે. યોગ્ય દવા જણાવવા વિનંતી.

એક પુરુષ (જામનગર)

ઉત્તર : તમારી સમસ્યા એ છે કે તમને ઈચ્છા થાય છે, પણ ઈન્દ્રિયમાં જોઈએ એવી ઉત્તેજના નથી આવતી. સાથોસાથ ચરમ અવસ્થા  (સ્ખલન) પણ તમે ઈચ્છો છો એના કરતાં વધુ જલદી પહોંચી જાય છે. જો તમે બ્લડપ્રેશર માટેની નાઈટ્રેટયુક્ત ગોળી ન લેતા હો તો દેશી વાયેગ્રા (કેવર્ટા-રૅનબૅક્સી, પૅનિગ્રાકૅડિલા, ઍડિગ્રા-સનફાર્મા) ૧૦૦ મિલીગ્રામની ગોળી અને પૅરોક્સિટિન (પારી-આઈપીસીએલ, પેરોટિનક્રોટેક, એક્સઈટી-કૅડિલા)ની ૧૦ મિલીગ્રામની ગોળી સમાગમના ચાર કલાક પહેલાં લેશો તો ઈન્દ્રિયમાં યોગ્ય ઉત્તેજના આવશે અને શીઘ્રસ્ખલનની સમસ્યા પણ મહદ અંશે દૂર થઈ જશે. દેશી વાયેગ્રા એક કલાક પહેલાં લેવી જોઈએ અને એની અસર છ કલાક સુધી રહે છે, જ્યારે પેરોક્સિટિન ૪ કલાક પહેલાં લેવી જોઈએ અને એની અસર ૧૨ કલાક સુધી રહે છે. તમને અનુકૂળતા રહે એટલે બન્ને ગોળી ૪ કલાક પહેલાં લેવાનું સૂચન કર્યું છે.

સમાગમના બીજે દિવસે જો પગ કે શરીર દુખતું હોય તો તમે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગાયનું ઘી (ડાયનૅમિક્સ કંપનીનું) અને ખડી સાકર નાખીને લેશો તો દુખાવામાં ૫૦ થી ૬૦ ટકા રાહત થશે અને તમાકુવાળા પાનનું સેવન બંધ કરી દેશો તો તમે કદાચ ૯૦ થી ૯૫ ટકા રાહત અનુભવશો.

જો તમારી પત્નીની ઉંમર ૪૫ની આસપાસ થઈ ગઈ હોય અને માસિક ન આવતું હોય તો તમારે નિરોધનો ઉપયોગ કરવાની જરૂરી નથી.

પ્રશ્ન : મારી ઉંમર ૨૫ વર્ષની છે. મારાં લગ્નને ત્રણ મહિના થયા છે. હું અને મારી પત્ની સંભોગ કરતાં પહેલાં થોડો સમય ફોરપ્લેમાં પસાર કરીએ છીએ. ફોરપ્લેમાં હું મારી પત્નીના સ્તનને મોઢામાં લઉં છું. આ ક્રિયાથી મારી પત્નીને ખૂબ જ આનંદ મળે છે, પણ તેના સ્તનની સાઈઝ થોડી વધી ગઈ છે. શું સ્તનને મોઢામાં લેવાથી એની સાઈઝ વધી હશે? શું મારે એ ક્રિયા બંધ કરી દેવી જોઈએ? યોગ્ય સલાહ આપશો.

એક યુવક (દીવ)

ઉત્તર : સ્તનને મોઢામાં લેવાથી કોઈ જ સમસ્યા નથી સર્જાતી. જો તમારી પત્નીને દુખાવો ન થતો હોય અને એને વધુ આનંદ આવતો હોય તો ફોરપ્લેની આ ઉત્તમ ક્રિયા છે એમ સમજીને તમે સુખેથી આગળ વધી શકો છો.

ઘણા લોકો આ પ્રકારની વાતો કરતા હોય છે કે સ્તનપાન કરવાથી કે સ્તનમર્દન કરવાથી તેમના પાર્ટનરની બ્રેસ્ટની સાઈઝ વધી ગઈ. તમે જે વાત કરો છો એના માટે અર્વાચીનયુગમાં પણ કોઈ કારણ ઉપલબ્ધ નથી. બ્રેસ્ટ એ માસની બનેલી છે, સ્નાયુઓની નહીં. સ્નાયુઓની બનેલી હોત તો એને 'વપરાશથી વૃદ્ધિ'નો નિયમ લાગુ પડી શકે. માત્ર માસમાં આ નિયમ લાગુ પડતો નથી. આ ક્રિયા કરવાથી તમને કે તમારી પત્નીને કોઈ જ સમસ્યા સર્જાવાની નથી અને તમે સુખેથી આ ક્રિયા કરીને આનંદ લઈ શકો છો અને તમારી પત્નીના આનંદમાં અભિવૃદ્ધિ કરાવી શકો છો.

સ્તનમર્દનથી કોઈ જ સમસ્યા નથી સર્જાતી, પણ શરત એ છે કે એ માટે બન્ને વ્યક્તિની પસંદ અને અનુમતિ હોવી જરૂરી છે.

-અનિતા

Tags :