મૂંઝવણ .
- મને આખો દિવસ માનસિક તાણ, નકારાત્મક વિચારો આવ્યા કરે છે. આનંદ, ઉમંગ રહેતો નથી. વારંવાર રડવાનું મન થાય છે. આપઘાતના વિચારો આવે છે.
* માતૃત્વ ધારણ કરવા માટે પુરુષના વીર્યની ભૂમિકા કેટલી મહત્ત્વની છે?
પલ્લવી (કલ્યાણ)
* લોકો પોતે કેટલા તંદુરસ્ત અને ફીટ છે. તે જાણવા માટે દર મહિને, બે મહિને આખા શરીરનંુ ચેકઅપ કરાવે છે. ઘણાં માણસો ચાર-પાંચ માઈલ દોડીને પોતે કેવી સરસ તંદુરસ્તી ધરાવે છે તેની ખાતરી કરી લે છે. તમારી સાચી તંદુરસ્તીની સ્થિતિનો આયનો તમારા શરીરમાં જ છે. અને તે વીર્યરૂપે પુરુષોમાં રહેલ છે. માનસિક તાણ, વધુ પડતી કસરત, આહાર-વિહાર અને બીજી ઘણી બધી કુટેવની અસર વીર્યની ગુણવત્તા ઉપર અચૂક પડે છે. વીર્યની ગુણવત્તા બગડે તો બાળક થવાનાં પ્રોગ્રામ ઉપર ચોકડી લાગી જાય અને કદાચ બાળક પેદા થાય તો બાળક શારીરિક ખોડખાંપણવાળું પણ હોઈ શકે. વીર્ય ચીકણો, પીળાશ પડતો, ઘટ્ટ પ્રવાહી છે. જે પુરુષના સ્કોટમ એટલે કે વૃષણમાં પેદા થાય છે. વીર્યના પ્રોડકશનની પ્રક્રિયા સતત ચાલ્યા જ કરે છે. વીર્ય કેટલીકવાર સ્વપ્નદોષ, હસ્તમૈથુન અને સમાગમ દ્વારા શરીરની બહાર ફેંકાય છે. સેકસોલોજીસ્ટ કહે છે શરીરમાં પેદા થયેલ વીર્ય સમયસર, વખતસર, સ્ખલન પામે એ જરૂરી છે. વીર્યના દરેક સીસી દીઠ તેમાં વીર્યના પ્રતિ સીસી ૨ કરોડ શુક્રાણંુ સામાન્ય ગણાય. તેનાથી ઓછા અસામાન્ય ગણાય છે. આજથી ૫૦થી ૬૦ વર્ષ પહેલાં પુરુષનું સ્પર્મકાઉન્ટ ૧૪ કરોડ હતું. પરંતુ ૧૯૯૦-૯૧માં છ કરોડ થઈ ગયો છે. એટલે કે પુરુષોનું પુરુષત્વ સતત ઘટી રહ્યું છે. સંભોગ પછી વીર્યસ્ખલન થયા બાદ શુક્રાણુંઓ શરીરના અંડકોષ સુધી પહોંચીને સ્ત્રીબીજને ફલીત કરે છે. તેના માટે સમયસર પહોંચવું જરૂરી છે. શુક્રાણુને માથું, ધડ, પૂંછડી હોવંુ એ આદર્શ શુક્રાણું ગણાય છે. આ પ્રકારનાં શુક્રાણું અંડકોષ સુધી સમયસર પહોંચી શકે છે. પાશ્ચાત્ય વિજ્ઞાાન મુજબ જસતવીર્યના ઉત્પાદનમાં તેજી લાવે છે. જેથી જસત વીર્યની ક્વોલટી અને ગુણવત્તા માટે જરૂરી છે. વિટામીન સીફ્રી રેડિકલ્સ નામના ફ્રી રેડિકલ્સ નામનો પદાર્થ જે વીર્યનો દુશ્મન છે. તેના હુમલાથી બચાવે છે. જે લોકોમાં વિટામીન સીની અછત હોય છે. તેઓને વિટામીન સી આપવાથી શુક્રાણુંની ગતિ શીલતા વધે છે. વધુ પડતી કસરત વીર્યની ગુણવત્તા, ગતિશીલતા અને શુક્રાણુંના આદર્શ, આકાર માટે નુકસાનકારક છે. માનસિક તાણ અને વીર્યની ગુણવત્તાને સીધો સંબંધ છે. દારૂડિયા અને સતત સિગારેટ પીવાની કુટેવ ધરાવનારા પુરુષોનાં બાળકો શારીરિક કે માનસિક ખામી લઈને જન્મી શકે છે. યુનિર્વિસિર્ટી ઓફ નોર્થ કેરોલિનાએ ચકાસણી કરીને આ વાતની સાબિતી આપી હતી. જેથી વીર્યની ગુણવત્તા જાળવી રાખવા અને વધારવા કુટેવથી અને માનસિક તાણથી દૂર રહેવું. આયુર્વેદ ઔષધોમાં મલભસ્મ ૧ ચોખાભાર, કૌચાચૂર્ણ ૧ ચમચી, શુંકજન્ય ચૂર્ણ ૧ ચમચી અશ્વગંધાદિ ચૂર્ણ ૧ ચમચી અને વદારીકંદ ચૂર્ણ ૧ ચમચીનંુ મિશ્રણ વીર્યની ગુણવત્તા માટે, ગતિશીલતા માટે અને શુક્રાણુનાં આદર્શ, આકાર માટે ખૂબ જ ઉપયોગી છે.
* મને આખો દિવસ માનસિક તાણ, નકારાત્મક વિચારો આવ્યા કરે છે. આનંદ, ઉમંગ રહેતો નથી. વારંવાર રડવાનું મન થાય છે. આપઘાતના વિચારો આવે છે. મારે એક ચાર વર્ષનું બાળક છે. મને ખૂબ દયા આવે છે. ડૉક્ટરો ડિપ્રેશન છે તેમ કહે છે. ઉંઘ બિલકુલ નથી. યોગ્ય ઉપચાર બતાવશો.
એક ભાઈ (અમદાવાદ)
* આજના આ યુગમાં માણસે પોઝીટીવ બનવું જોઈએ. જીવનમાં સુખદુ:ખ આવ્યા જ કરે છે. જે માણસ દુ:ખનો સામનો મક્કમતાથી કરે છે. તેઓ જ જંગ જીતી શકે છે. નેગેટિવ વિચારો શરીરમાં પ્રવેશવા દેવાં નહીં. EMPTY MIND IS A DEVIL'S WORKSHOP. મનને સતત પ્રવૃત્તિશીલ રાખવું. કુદરતે પણ એવી રચના કરી છે કે ગુલાબનું ફૂલ પણ અસંખ્ય કાંટાની વચ્ચે ઊગે છે. અને કમળ પણ કાદવમાં ઊગે છે. ઘણાં માણસો પોતાનો ગમતો પ્રસંગ બન્યો હોય તે યાદ નહીં રાખતા ન ગમે તેવી ઘટના બની હોય તે જ મમળાવ્યા કરે છે. જે ખોટું છે. જિંદગી જીવવા માટે જરૂરી સંઘર્ષ ખૂબ જરૂરી છે. કોઈકે સાચું કહ્યું છે કે જિંદગી એક જંગ છે. ઉપચારમાં શંખપુષ્પી ચૂર્ણ ૧ ચમચી, બ્રાહ્મીચૂર્ણ ૧ ચમચી, જયમાંસી ચૂર્ણ પા ચમચી, સારસ્વત ચૂર્ણ ૧ ચમચી, અશ્વગંધા ચૂર્ણ ૧ ચમચીનંુ મિશ્રણ તેનંુ સેવન લાભપ્રદ છે. ઉંઘ માટે ૨ ગોળી નિદ્રોધ્યરસના ગંઠોડાવાળાં દૂધ સાથે લેવાં. સુવર્ણ બ્રાહ્મીવટીનંુ સેવન પણ કરી શકાય. પિત્ત પ્રકૃત્તિવાળી વ્યક્તિ માટે ભેંસનું દૂધ ઉત્તમ છે. પ્રાર્થના, ધ્યાન, પ્રાણાયામ, અને યોગા શ્રેષ્ઠ ઉપચાર બની શકે તેમ છે. જ્યોતિષ્મતી તેલનંુ સેવન વૈદ્યની દેખરેખ હેઠળ પતાસા સાથે કરવું. જીવનમાં ઘણી વખત એવું બનતું હોય છે કે આ મુશ્કેલીમાંથી બહાર નહીં નીકળી શકાય. જીવનમાં હવે ઉપર ઉઠવાની સંભાવના ખતમ થઈ ગઈ છે. કામને અધવચ્ચે છોડી દેવાનંુ મન થાય છે. હતાશા ચોતરફ ઘેરી લે છે. જ્યારે આવું થાય ત્યારે જેને ખૂબ મહત્ત્વપૂર્ણ ગણાતા હોઈએ તેમાં નકારાત્મક પરિણામ મળે. મંદી, નોકરી છૂટી જવંુ, પ્રમોશન ન મળવું. પરિણામમાં ઝઘડા જેવા ઘણાં કારણો નિરાશા માટે જવાબદાર છે. આવા નાજુક સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો લડત આપવી. એક જ વિકલ્પ છે. અંધકારને દૂર કરનાર સૂરજ પણ રોજ ચોક્કસ ઊગે છે એ વાત ભૂલવી ન જોઈએ.
- અનિતા