Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image

- મને ઓફિસ કામ માટે તડકામાં વારંવાર બહાર જવું પડતું હોવાથી ત્વચા કાળી પડી જાય છે. મારી આ સમસ્યાનો યોગ્ય ઉપચાર જણાવશો.

હું ૨૧ વરસની યુવતી છું. મને આઇમેકઅપ ખૂબ જ પસંદ છે અને તેનાથી મારી આંખો વધુ આકર્ષક પણ લાગે છે.મને આઇમેકઅપની થોડી ટિપ્સ આપશો.

એક યુવતી (અમદાવાદ)

આઇમેકઅપથી આંખ તેમજ પોશાકનો ઉઠાવ આવે છે. આઇમેકઅપ ડાર્ક કર્યો હોય તો લિપકલર હળવો રાખવો.

દિવસમાં વોટરપ્રૂફ આઇલાઇનર પેન્સિલનો ઉપયોગ સારો છે. પરંતુ એમાં બે રંગને બ્લેન્ડ કરવા નહીં. જો બે રંગનો ઉપયોગ કરવો હોય તો પાવડર આઇશેડો સારો રહેશે. આઇપેન્સિલને આઇલાઇનરની માફક લગાડવી. દિવસમાં ડાર્ક બ્લશર અને લિપર ન લગાડવું. જો તમે ગોરા હશો તો કોઇ પણ કલર તમને  સારો લાગશે.  ઘઉંવર્ણા પર લાલ, કોપર, ડાર્કપિંક, ટરક્વાઇઝ બ્લેક અને મરૂન રંગ સારો લાગે છે. ડસ્કી અથવા શ્યામ ત્વચા પર કોપર, બ્રાઉન, નેવી બ્લ્યૂ, ગ્રે રંગ સારા લાગે છે.

હું ૧૯ વરસની યુવતી છું. નખની કાળજીના ઉપાય જણાવશો.

એક યુવતી (નવસારી)

હાથ ધોયાબાદ હંમેશા ક્રીમ અથવા મોઇશ્ચરાઇઝર લગાડવું અનેસૂતા પહેલાં નખ પર ક્યુટિકલ ક્રીમ તેમજ ક્યુટિકલ ઓઇલ લગાડવું.બેબી ઓઇલ પણ લગાડી શકાય.

નખ વધારે પડતા ખરાબ હોય તો ખૂશબૂદાર લોશન ન સ્પર્શે તેનું ધ્યાન રાખવું. આ પ્રકારના લોશનમાં સમાયેલ આલ્કોહોલ નખને હાનિ પહોંચાડે છે.

નખ વધુ પડતા સખત હોય તો એસિટોન રહિત નેઇલ પોલીશનો ઉપયોગ કરવો, કારણકે એસિટોન નખને વધુ સખત બનાવે છે.

નેઇલ પોલીશ દૂર કર્યા બાદ ક્યુટૂકલ ક્રીમ અથવા ઓલિવ ઓઇલથી માલિશ કરવું.

હું ૨૨ વરસની યુવતી છું. ત્વચાની કાળજી લેવાના ઉપાય જણાવશો.

એક યુવતી (વલસાડ)

સ્નાન બાદ શરીર લૂછતા પહેલાં બોડી ઓઇલ લગાડવું.

જે ભાગ પર તડકો પડતો હોય તે ભાગ પર સનસ્ક્રીન લગાડવુ ંભૂલવું નહીં. 

મહિનામાં એક વખત ત્વચાને સ્ક્રબ કરવી અને ત્યાર બાદ કોઇ બોડી પેક લગાડવું. જેથી તાજગી અનુભવાશે અને ત્વચામાં કસાવ આવશે.

હું ૨૫ વરસની નોકરિયાત યુવતી છું. ઓફિસ કામ માટે તડકામાં વારંવાર બહાર જવું પડતું હોવાથી ત્વચા કાળી પડી જાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.

એક યુવતી (રાજકોટ)

તડકામાં નીકળતા પૂર્વે ત્વચા પર સનસ્ક્રિન લોશન લગાડવું.  શક્ય હોય તેટલું અંગ ઢાંકવું. ચહેરા પર લીંબુના રસનો ઉપયોગ કરવો.છત્રીનો ઉપયોગ કરવો હિતાવહ છે.

હું ૨૧ વરસની યુવતી છું. મારી પાંપણના વાળ પાતળા છે તેને ઘટ્ટ કરવાના ઉપાય જણાવશો.

એક યુવતી (આણંદ)

જૈતૂનનું તેલ આંગળી પર લગાડી હળવે હાથે પાંપણ પર લગાડવું. અને ધીરે ધીરે મસાજ કરવો. સૂતા પહેલાં કરવું. આંખમાં તેલ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

- જયવિકા આશર