- મારા હોઠ ફાટી ગયા છે અને તેમાંથી લોહી નીકળે છે. હોઠ પર લિપસ્ટિક લગાડી શકાય કે નહીં તે જણાવશો.
હું ૩૫ વરસની ગૃહિણી છું. સોંદર્યવર્ધક તરીકે ટામેટાનો ઉપયોગ કઇ રીતે કરી શકાય તે જણાવશો.
એક મહિલા (મુંબઇ)
* એક નાનો ચમચો ટામેટાનો રસ,બે ટીંપાં લીંબુનો રસ અને એક નાનો ચમચો ગુલાબજળ ભેળવી ચહેરા પર લગાડવાથી ત્વચા આકર્ષક બને છે.
બે ચમચા ટામેટાના રસમાં ચાર ચમચા છાશ ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા પર તડકાની અસર થતી નથી તેમજ ત્વચા કોમળ રહે છે.
હું ૨૭ વરસની યુવતી છું. તડકામાં મારે વધારે વખત બહાર રહેવું પડતું હોવાથી પીઠ પર કાળા ધાબા-ડાઘા પડી ગયા છે.તેને દૂર કરવાના ઘરગથ્થુ ુઉપચાર જણાવશો.
એક યુવતી (ગાંધીનગર)
* સૂર્યના આકરા કિરણોથી ત્વચા ટેન થાય અને ધાબા પડી જાય છે.લીંબુ,હળદરની પેસ્ટ લગાડવી.
* ચોખાના લોટમાં દહીં ભેળવી લાંબા હેન્ડલવાલા બ્રશ પર લગાડી પીઠ પર લગાડવું. સુકાઇ જાય બાદ ધોઇ નાખવું. મૃત કોશિકાઓ દૂર થઇ ત્વચા સાફ તેમજ ચમકીલી થાય છે.
* બદામના ભૂક્કામાં ગુલાબજળ ભેળવી સ્ક્રબની માફક લગાડવું.
* ચોખાનો લોટ અને દહીં ભેળવી પેસ્ટ બનાવી લગાડવી સુકાઇ જાય બાદ ધોઇ નાખવું.
મારા હોઠ ફાટી ગયા છે અને તેમાંથી લોહી નીકળે છે. હોઠ પર લિપસ્ટિક લગાડી શકાય કે નહીં તે જણાવશો.
એક યુવતી (અમદાવાદ)
* ફાટેલા હોટ પર લિપસ્ટિક લગાડવાથી નુકસાન થતું નથી. પરંતુ આવા હોઠ ખરાબ દેખાય છે.તેથી હોઠની દેખભાળ પ્રત્યે ધ્યાન આપવું જરૂરી છે.જેથી હોઠની ત્વચા ફાટે નહીં.
હોઠ પર લિપ જેલ અથવા મોઇશ્ચરાઇઝર લગાડી નરમ મુલાયમ રાખી શકાય છે.
રાતના સૂતી વખતે દેશી ઘી લગાડવું ફાયદો થશે.
લિપસ્ટિક લગાડતાં પહલા જેલ અથવા મોઇશ્ચરાઇઝર લગાડવું.
હું ૨૧ વરસની યુવતી છું. મારા નખ પીળા પડી ગયા છે. તેને ખૂબસૂરત કરવાના ઉપાયો જણાવશો.
એક યુવતી (ગોંડલ)
* ઘેરા રંગની અથવા તો સસ્તી નેઇલ પોલીશ લગાડવાથી નખ પીળા પડી જાય છે. નેલપોલિશ લગાડતા પહેલાં 'બેઝ કોટ'લગાડવું. જેથી નખને સુરક્ષા પ્રદાન થાય. અને ત્યાર બાદ હળવા રંગની નેઇલપોલીશ લગાડવી.
નખની પીળાશ દૂર કરવા નખ પર લીંબુ રગડવું અને હેન્ડ ક્રીમથી મસાજ કરવું. અઠવાડિયામાં એક વખત નખને નેઇલપોલીશ વગર જ રહેવા દેવા.
હું ૩૩ વરસની નોકરિયાત મહિલા છું. ચહેરા પર અધિક મેકઅપ કરવાથી કાળા ધાબા થઇ ગયા છે. મારી આ સમસ્યાનું નિવારણ કરતા ઉપચાર જણાવશો.
એક મહિલા (ગુજરાત)
* સારી ગુણવત્તાવાળો મેકઅપ કરશો. સંતરાની છાલના ભૂક્કામાં બદામ અને દૂધ ભેળવી પેસ્ટ બનાવી નિયમિત ધાબા પર લગાડવાથી ધાબા હળવા થવા લાગશે. આ ઉપરાંત ઊચ્ચગુણવત્તાયુક્ત સ્કિન લાઇટનિંગ ક્રીમનો પણ ઉપયોગ કરશો.
- જયવિકા આશર


