Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image

- મારી આંખો ઘણી નબળી છે. ડોક્ટરને બતાવ્યા પછી ખબર પડી કે આંખોનોે વિકાસ થતો નથી. પરંતુ મારે આવી આંખો સ્વીકારવી નથી. મને મારી આંખોે ગમતી નથી. ખૂબ જ તકલીફ પડે છે. 

હું  ૧૯ વર્ષની છું. ઉંમર પ્રમાણે  મારી ઊંચાઈ ઓછી છે, ઊંચાઈ વધારવા ઘણા  પ્રયત્નો કર્યા પરંતુ બધા જ  પ્રયાસો નિષ્ફળ ગયા છે. હાઈટ કેટલી ઉંમર સુધી વધી શકાય?

-- એક યુવતી  (અમદાવાદ)

- ઊંચાઈ વધારવા માટે કોઈ ઉપાય નથી. ઊંચાઇનો આધાર હોર્મોન્સ અને જીન્સ પર રહેલો છે. સાધારણ રીતે ૧૭-૧૮ વર્ષ  પછી ઊંચાઈ વધતી નથી. તમારે તમારી ઊંચાઈથી સંતોષ માનવો જ પડશે. આ માટે તમે ઊંચાઈ વધુ હોવાનો ભાસ થાય એવા કપડાં અને એડીવાળા જૂતા પહેરીને ઊંચાઈ વધારે હોવાનો સંતોષ લઈ શકો છો. આ કારણે આત્મવિશ્વાસ ખોવાની જરૂર નથી. આત્મવિશ્વાસ તમને આકર્ષક અને સ્માર્ટ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

હું ૧૯ વર્ષનો છું. મારી આંખો ઘણી નબળી છે. ડોક્ટરને બતાવ્યા પછી ખબર પડી કે આંખોનોે વિકાસ થતો નથી. તે કુદરતી છે તેને સ્વીકારવી  જ પડશે. પરંતુ મારે આવી આંખો સ્વીકારવી નથી. મને મારી આંખોે ગમતી નથી. ખૂબ જ તકલીફ પડે છે. મારું ભવિષ્ય આના પર આધારિત છે. મારા મામા અને માસીના પુત્રને પણ આવી જ આંખો છે.   શું હું કોન્ટેક્સ લેન્સ નખાવું કે પછી ચક્ષુદાનમાંથી બીજાની આંખો બેસાડું? યોગ્ય સલાહ આપવા વિનંતી.

- એક યુવક (મહેસાણા)

-  કીકીઓના પ્રોબ્લેમ હોય તો આંખો રિપ્લેસ થઈ શકે છે. ઓપ્ટિક નર્વની સમસ્યા હોય તો મુશ્કેલી છે. તમારે ડોક્ટરની સલાહ લઈને જ આગળ વધવાની જરૂર છે. જીવનમાં  અમુક વસ્તુઓ એવી હોય છે કે તેને સ્વીકાર્યે જ છૂટકો. ઈશ્વરે આપેલી આંખો સાથે સમાધાન કરવાનો પ્રયાસ કરો. આમ પણ ઈશ્વર એક માર્ગ બંધ કરે છે તો સામે બીજા ઘણા માર્ગ ખોલે છે. કોઈ સારા નેત્રચિકિત્સક સલાહ લો. ડોક્ટરની સલાહ વિના કોઈપણ  ઉપાય  અજમાવો નહીં. આ કારણે આંખને વધુ નુકસાન થવાની શક્યતા છે.

હું હું ૨૦ વરસની યુવતી છું. મારો રંગ ઘઉંવર્ણો છે. મારા હોઠ બહારના ભાગથી કાળા તથા અંદરથી સફેદ છે. હોઠનો એક સરખો રંગ થાય તે માટેના ઉપચાર જણાવશો.

એક યુવતી (આણંદ)

* હોઠના રંગને એક સરખો કરવા કાચી હળદરને વાટી તેનો લેપ બનાવી હોઠ પર લગાડવો ઉપરાંત ખાલી પેટે સવારે એક ચમચો કાચી હળદરનો રસ તથા ૧૦ ટીપાં મધ ભેળવી પીવાથી લાભ થશે.

હું ૨૧ વરસની યુવતી છું. મારા ચહેરા પર બારીક રેખાઓ દેખાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.

એક યુવતી (મુંબઇ)

* ૧૮ વરસની ઊંમર બાદ ત્વચા પાતળી થતી જાય છે. તડકામાં વધારે વખત રહેવાથી બારીક રેખાઓ ચહેરા પર ઊભરવા લાગે છે. ચહેરા અને આંખની આસપાસ દેખાય છે. ત્વચા પર સનસ્ક્રિન લોશન લગાડશો. એન્ટી ઓક્સિડન્ટ યુક્ત મોઇશ્ચરાઇઝર લગાડશો. 

- જયવિકા આશર