Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image

- મારી ફરવાની નોકરી હોવાથી પરસેવો બહુ વળે છે. અને શરીરમાં પરસેવાની વાસ આવે છે 

હું ૨૨ વરસની યુવતી છું. મારો વાન ઘઉંવર્ણો છે. મને કેવા રંગ શોભે તથા કેવા રંગની લિપસ્ટિક લગાડવી જોઇએ તેની માહિતી આપશો.

એક યુવતી (અમદાવાદ)

ઘઉવર્ણી યુવતીઓએ સિલ્વરની બદલે ગોલ્ડનશેડની એક્સેસરીઝ પહેરવી.લાઇટ બ્લ્યુ, વ્હાઇટ અને બેબી પિંક કલર તમને શોભશે.અને ડાર્ક કલર જેવાકે રેડ, યલો, બોટલ ગ્રીન નાઇટ પાર્ટી માટે સારા લાગશે. જ્યાં સુધી ડ્રેસનો સવાલ છે તો વોર્મ કલર જેવા કે ફ્લોરેસંટ યલ્લો, ફ્લોરેસંટ ગ્રીન સારા લાગશે. ઓરેન્જ રેડ અને ચોકલેટ બ્રાઉન, ટોમેટો રેડ લિપસ્ટિક શોભશે. તેમજ દિવસના સમયે પિંક ટોનવાળા ગ્લોસનો ઉપયોગ કરવો.

હું ૩૩ વરસની ગૃહિણી છું. મેં કદી બ્લીચ કરાવ્યું નથી.મારા ઘરે પ્રસંગ હોવાથી મારે બ્લીચ કરાવવું છે પણ મને ત્વચા ખરાબ થઈ જશે તેનો ડર લાગે છે. તો મારી આ ચિંતાનું નિવારણ કરશો.

એક મહિલા (ગુજરાત)

તમારી ચિંતા સહજ છે. તમે બ્યુટી નિષ્ણાંત પાસે જ બ્લીચ કરાવશો અને તેને તમે જણાવજો કે તમે પહેલી જ વાર બ્લીચ કરાવો છો તેથી તે સમજીને તેની રીતે કરશે. સામાન્ય રીતે હર્બલ બ્લીચ કરાવવું જેની ત્વચા પર તેની વિપરિત અસર થતી નથી.

હું ૨૮ વરસની યુવતી છું. મારી ફરવાની નોકરી હોવાથી પરસેવો બહુ વળે છે. અને શરીરમાં પરસેવાની વાસ આવે છે તેવા ભ્રમને કારણે મને સંકોચ રહ્યા કરે છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.

એક યુવતી (મુંબઇ)

તડકામાં બહાર ફરવાથી પરસેવો વળે એ સ્વાભાવિક છે.તમે સ્નાનના પાણીમાં યુડીકોલન ભેળવો જેનાથી શરીર સુગંધિત થશે. તેમજ સ્ટિક ડિયોડર્ન્ટ વાપરો. બાથરૂમમાં ફ્રેશ થવા જાવ ત્યારે ડિયોડરન્ટની સ્ટિક  બગલમાં ફેરવો. તેમજ શક્ય હોય તેટલા સિન્થેટિક કપડાનો ઉપયોગ ઓછો કરવો અને સુતરાઉ કપડાં પહેરવાથી પણ થોડી રાહત થશે.

હું ૨૪ વરસની યુવતી છું. ક્યા પ્રકારના કંડિશનર ફાયદાકારક હોય છે તે જણાવશો.

એક યુવતી (સુરત)

સામાન્ય રીત ેઊંચગુણવક્તાયુક્ત કંડિશનર ફાયદાકારક જ હોય છે. પરંતુ તેમાં પણ મોઇશ્ચરાઇઝર, મિલ્ક અને ફાઇબરયુક્ત કંડિશનરનો ઉપયોગ વધુ લાભકારી હોય છે.જેનાથી વાળ મુલાયમ થવાની સાથે મજબૂત પણ થાય છે. 

હું ૨૬ વરસની છું પરંતુ મારું વજન વધ્યા કરે છે વજન ઓછું કરવાના ઉપાયો જણાવશો.

એક યુવતી (જામનગર)

વજન ઓછું કરવા કાર્ડિયો વસ્ક્યુલર એક્સરસાઇઝ, જેમ કે ચાલવું, જોગિંગ, સાઇલિંગ, તેમજ સ્વિમિંગ વગેરેમાંથી કોઇ પણ અઠવાડિયામાં ત્રણ દિવસ ૪૫ મિનિટ કરવી. તેમજ બાકીના દિવસો માટે વેટ ટ્રેનિંગ પ્લાનને અનુસરવું. એનાથી વજન જલદી ઘટશે. સ્નાયનુે લગતી કસરતોથી કેલરી વધુ બળે છે તેથી બ્રિસ્ક વોક કરવું. ડાયેટ પર વધુ ધ્યાન આપવું. દિવસમાં પાંચ-છ વાર થોડી-થોડી માત્રામાં ખાવું.મીઠાઇ તથા તળેલા ખાધપદાર્થોનું પ્રમાણ નહીંવત કરવું.

- જયવિકા આશર