Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image

- હમણાં મારા લગ્ન થવાના છે. મારે કેવું ફેશિયલ કરાવવું જેથી મારી ત્વચા લગ્ન સમયે હેલ્ધી લાગે તથા ગ્લો કરે 

હુ ૧૫ વરસની યુવતી છું.છેલ્લા પાંચ છ મહિનાથી મારી ગરદન પર ઘેરા પેચીસ પડી ગયો છે.મેં વિવિધ જાતના સાબુ અને તેલ વાપરી જોયાં પરંતુ કોઈ ફાયદો થતો નથી. મારી ગરદન સ્વચ્છ થાય તેવા ઉપચાર જણાવશો.

એક યુવતી(પાલઘર)

* સામાન્ય રીતે ગરદનની સ્વચ્છતા પર લેવી જોઈએ તેટલી કાળજી લેવાતી હોતી નથી.પરિણામે ત્વચાના રંગમાં ફરક પડવા,અકાળે કરચલી પડવી જેવી સમસ્યા ઉદભવે છે.

તમારી ગરદનને ક્રિમયુક્ત કિંલજરથી ગરદન સાફ કરવી.સાબુ અને પાણીથી ગરદનની સફાી જોઈેએ તેવી સ્વચ્છ થતી નથી.ન્યુરિશિંગ ક્રિમથી ત્વચાને કોમળ બનાવો અને વરાળનો પાંચ મિનિટ શેક દિવસમાં બે વખત આપવો.

વિટામિનયુક્ત ક્રિમથી રાતના ગરદન પર મસાજ કરવો જોથી બ્લડ સરક્યુલેશન બરાબર થાય.

સ્નાન બાદ તરત જ મોઈશ્ચરાઈઝર લગાડવું.શક્ય હોય તેટલું ત્વચાને કોમળ રાખવાના પ્રયત્ન કરવા બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લોશન લગાડીને નીકળવું.

હું ૨૪ વરસની યુવતી છું.મારો વાન ગોરો છે. મારે કેવો મેકઅપ કરવો જોઇએ તે જણાવશો.

એક યુવતી (અમદાવાદ)

ગોરા વાન ધરાવનારે મેકઅપ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે મેકઅપ વધુ પડતો ન લાગે.કારણકે ગોરા રંગ પર મેકઅપ થોડો પણ વધારે હોય તો ભદ્દો દેખાય છે.

પહેલા બેસ મેકઅપ કરવું. ફાઉન્ડેશન હેવી ન લગાડાય તેનું ધ્યાન રાખવું. નેચરલ લુક માટે  ટિન્ટેડ અથવા શિયર ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો.

આંખે ફોકસ કરવી હોય તો લિપ મેકઅપ હળવો અને આંખને સોફ્ટ લુક આપવું.

આઇ મેકઅપ માટે મેટલિક કલર્સ બ્રાઉન અથવા કોપર પસંદ કરવો.

બ્રાઇટ પિંક રંગની લિપસ્ટિક લગાડવી નહીં.ઓરેન્જ તેમજ બ્રાઉન શેડ્સ હોટ લુક આપશે.કુદરતી શેડ્સની લિપસ્ટિક સારી લાગશે.

અંતમાં બ્લશઓન લગાડી ગાલને હાઇલાઇટ કરવા.

હમણાં મારા લગ્ન થવાના છે. મારે કેવું ફેશિયલ કરાવવું જેથી મારી ત્વચા લગ્ન સમયે હેલ્ધી લાગે તથા ગ્લો કરે તે જણાવશો.મેં આ પૂર્વે બે વરસ પહેલાં મારી બહેનના લગ્નમાં ફેશિયલ કરાવ્યું હતું તે જાણશો.

એક યુવતી (ભાવનગર)

તમારા લગ્ન હોવાથી તમે પ્રોફેસનલ બ્યુટિશિયન પાસે જ ફેશિયલ કરાવશો.ફેશિયલ હંમેશા સ્કિન ટાઇપને ધ્યાનમાં રાખીને તેમજ તે અનુસાર સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ થવો જોઇએ.તમારી ત્વચા વધારે પડતી રૂક્ષ અથવા સંવેદનશીલ હોય તો તે રીતે ફેશિયલ કરાવવું જોઇએ.વધારે પડતી ડ્રાય સ્કિન પર સ્ક્રબ તથા સ્ટીમનું પ્રમાણ નહીંવત હોય છે. તમે ત્વચાની કોઇ પણ પ્રકારની ટ્રીટમેન્ટ લેતા હોય તો તે બ્યુટિશિયનને પહેલાંથી જણાવી દેવું.લગ્ન પહેલાં કોઇ અવનવા સૌંદર્ય પ્રસાધનોનો  પ્રયોગ  ટ્રાઇ કરશો નહીં. જો તે તમારી ત્વચાને માફક નહીં આવે તો એલર્જી થવાની શક્યતા રહે છે.સવારે સનસ્ક્રિન અને રાતના મોઇશ્ચરાઇઝિંગ ક્રિમનો ઉપયોગ જરૂર કરવો. 

 - જયવિકા આશર