- હું 16 વરસની યુવતી છું. મારા વાળ જાડા તથા ચમકીલા હતા. થોડા વખતથી મારા વાળમાં ખોડો થવાથી તે ખરવા લાગ્યા છે.
પ્રશ્ન : હું કોલેજમાં ભણતી વિદ્યાર્થીની છું. હોસ્ટેલમાં રહું છું. મારો રંગ કાળો પડતો જાય છે, વાળ ખરે છે તથા વજન પણ ઘટી ગયું છે. હું ખોરાક બરાબર લઈ શકું છું તે જાણશો.
એક યુવતી (ભાવનગર)
ઉત્તર : ત્વચાનો રંગ શ્યામ થવાનું મુખ્ય કારણ તડકો હોઈ શકે. તડકામાં બહાર નીકળતાં પૂર્વે ચહેરા તથા ગરદન પર સનસ્ક્રીન લોશન લગાડશો. તમારા વાળ કેટલા પ્રમાણમાં ખરે છે તે જણાવ્યું નથી. સામાન્ય રીતે ૫૦-૬૦ વાળ ખરે તો ચિંતા કરવી નહીં.
તમારું વજન કેટલું ઓછું થયું છે તે જણાવ્યું નથી. વધુ પડતું ઊતરી ગયું હોય તો તબીબનો સંપર્ક કરશો.
પ્રશ્ન : હું ૧૬ વરસની યુવતી છું. મારા ચહેરા પર ખીલ થાય છે તેમાંથી છૂટકારો અપાવવાના ઉપચાર જણાવશો.
એક યુવતી (સુરત)
ઉત્તર : ચહેરાને દિવસમાં ત્રણ-ચાર વખત અહીં જણાવેલ મિશ્રણથી ધોવો. આ ઉપરાંત ૧૦૦ મિ.લિ. ગુલાબજળમાં ૧/૨ ચમચી કપૂર ઉમેરી મિશ્રણ બનાવવું. આ મિશ્રણને રેફ્રિજરેટરમાં રાખવું. આ મિશ્રણથી વારંવાર ચહેરો ધોવાથી ફાયદો થશે.
ચહેરા પર લીમડાના પાનનો રસ લગાડી સુકાઈ જાય બાદ ચહેરો અવશ્ય ધોવો.
આહારમાં દહીં, દૂધ, ફણગાવેલા કઠોળ, પાંદડાયુક્ત ભાજીનું પ્રમાણ વધારવું. ૧૨-૧૫ ગ્લાસ પાણી પીવું. નિયમિત વ્યાયામ તથા તાજી હવામાં ચાલવાથી પણ ફાયદો થશે.
પ્રશ્ન : હું ૨૨ વરસની ભાવનગર શહેરમાં રહેતી યુવતી છું. મારા ચહેરા તથા ગરદન પર મસા થયા છે. ઉપરાંત ચહેરા પર વાળ પણ ઘણા છે. આ સમસ્યામાંથી છૂટકારો પામવા મને કોઇએ 'લેઝર થેરપી' ટ્રીટમેન્ટ લેવાની સલાહ આપીછે તો મને આ ટ્રીટમેન્ટ બાબત જણાવશો તથા તેનો ખરચ કેટલો આવે તે પણ જણાવશો. એટલું જ નહીં તેની આડઅસર વિશે પણ માહિતી આપશો.
એક યુવતી (ભાવનગર)
ઉત્તર : 'લેઝર થેરપી' એસલામત થેરપી છે. મોટા શહેરોમાં લેઝર થેરપી અમલમાં મૂકવામાં આવી રહી છે. એ હાનિકારક પણ નથી. સિવાય કે જે ભાગ પર લેઝર થેરપી લીધી હોય તે ભાગ બે-ત્રણ દિવસ આછો રાતાશ પડતો રહે છે.
ઘણી વખત તો મસા ત્યારે ખરી પડે છે અને ઘણી વખત થેરપી લીધા બાદ ખરે છે. એ મસાની સંખ્યા પર તથા કદ પર આધાર છે કે તમારે કેટલી બેઠક લેવ પડે. ખરચા બાબત તમે પૂછ્યું છે તો એ તો તમારા શહેરના તબીબ જ જણાવી શકે.
પ્રશ્ન : હું ૧૮ વરસની યુવતી છું. મને ચહેરા પર ખીલ થતા હોવાથી મેં ચહેરા પર લસણની પેસ્ટ લગાડી જેથી મારી ત્વચા લાલાશ પડતી થઇ ગઇ. ઉપરાંત તે ભાગ કાળાશ પડતો થઇ ગયો. મહેરબાની કરી મને આ સમસ્યામાંથી છૂટકારો અપાવવા ઘરગથ્થુ ઉપચાર જણાવશો.
એક યુવતી (વલસાડ)
ઉત્તર : ચંદનની પેસ્ટ લગાડો સુકાઇ જાય બાદ ધોઇ નાખવો. નિયમિત કરવાથી ૧૫-૨૦ દિવસમાં જ ફરક પડશે. મહેરબાની કરી ખીલ પર કાંદા- લસણનો ઉપચાર તરીકે ઉપયોગ કરવો નહીં તેનાથી ખીલ તથા ત્વચા વકરી જશે.
- જયવિકા આશર


