Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image

- મારી ગરદનનો રંગ મારા ચહેરા કરતાં ઘેરો થઇ ગયાં છે. જેથી હું ખુલ્લા ગળાના  પોષાક પહેરી શકતી નથી. 

* હું ૨૫ વરસની યુવતી છું. વાળની કાળજી માટે દાંતિયાનો ઉપયોગ કઈ રીતે કરવો તે જણાવશો. 

એક યુવતી (અંજાર)

* વાળ પર વાતાવરણ , લાઈફસ્ટાઈલ તથા ખાનપાન જ ફક્ત પ્રભાવિત નથી કરતા પરંતુ વાળમાં યોગ્ય બ્રશ તથા દાંતિયાનો ઉપયોગ ન થાય તો પણ વાળ તૂટી શકે છે.

સામાન્ય રીતે વાળમાં વારંવાર બ્રશ અથવા દાંતિયો  ફેરવવાની  લોકોને આદત હોય છે પરંતુ આમ કરવાથી વાળની જડના છિદ્રો ખૂલી જવાથી વધુ  માત્રામાં સીબમ તત્ત્વ બહાર નીકળવા લાગે છે. પરિણામે  વાળ રૂક્ષ થઈ જાય છે. આ ઉપરાંત તમે કયા પ્રકારનું  બ્રશ તથા દાંતિયો વાપરો છો તેના પર પણ આધાર રહેલો છે. એટલું જ નહીં વાળ ખેંચીને ઓળવાથી પણ વાળ તૂટવાની શક્યતા રહે છે. સામાન્ય રીતે દિવસમાં ૨૦ વખતથી વધુ વાર વાળમાં બ્રશ ફેરવવું નહીં.

શેમ્પૂ કર્યા બાદ કંડિશનરનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોય  તો પણ કેશ તૂટી શકે છે.  શેમ્પૂ બાદ વાળમાં કંડિશનિંગ જરૂરી છે.

* હું ૨૫ વરસની યુવતી છું, પહેલાં તો મારા ગાલ ભરેલા હતા. પરંતુ માનસિક તાણને કારણે મારી આંખ તથા ગાલ બેસી ગયા છે.  નિવારણ કાજે પહેલાંની  જેમ ગાલ ઉપસેલા થઈ જાય તે માટે શું કરવું તે જણાવશો.

એક યુવતી (થાણા)

* પહેલાં તમે  માનસિક તાણથી છૂટકારો પામવાનો પ્રયત્ન  કરો. હજી તો તેની અસર ગાલ પર જ થઈ છે ધીરે ધીરે સંપૂર્ણ સ્વાસ્થ્ય પર થશે. રોજિંદા  આહારમાં પનીર, દાળ, સલાડ, ફળ, દૂધ, દહીંનું પ્રમાણ વધારો. ગાલ ફૂલેલા કરવા ચહેરાનો  વ્યાયામ કરો. મોઢેથી ફુગ્ગો ફૂલાવો અથવા મોઢામાં હવા ભરી રાખવી અને ધીરે ધીરે હવા મોઢામાંથી બહાર કાઢવી. માનસિક તાણ દૂર કરવા મેડીટેશન તથા યોગ કરશો તો ફાયદો થશે.

હું ૧૭ વરસની વિદ્યાર્થીની છું. મારા નખની નીચેના ભાગમાં મેલ જમા થઇ ગયો છે તેને દુર કરવાના ઉપચાર જણાવશો.

એક યુવતી (સુરત)

* હુંફાળા પાણીમાં એક ચમચો શેમ્પૂ અને અડધો ચમચો લીંબુનો રસ ભેળવી આ પાણીમાં દસ મિનિટ સુધી હાથ ડૂબાડી રાખવા. મેનિક્યોર કરવાના સેટમાંથી ઓરેન્જ સ્ટિક પર રૂ લગાડી મેલ કાઢી નાખવો.

હું ૧૭ વરસની યુવતી છું. મારી ગરદનનો રંગ મારા ચહેરા કરતાં ઘેરો થઇ ગયાં છે. જેથી હું ખુલ્લા ગળાના  પોષાક પહેરી શકતી નથી. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો.

એક યુવતી (ગુજરાત)

* તમારી સમસ્યા પરથી જણાય છે કે તમે ગરદનની સ્વચ્છતા પર બરાબર ધ્યાન આપતાં નથી. ચાર ચમચા મુલતાની માટી માં બે ચમચા ચંદન પાઉડર, એક ચમચો ચણાનો લોટ, અડધી ચમચી હળદર, ૨ થી ૪ ટીપાં ભેળવી પેસ્ટ બનાવી ગરદન પર લગાડવું. સુકાઇ જાય બાદ પાણીથી ધોઇ નાખવું. સ્નાન પૂર્વે નિયમિત આ પેસ્ટ લગાડવાથી ફાયદો થશે. ત્વચાને તડકાથી રક્ષણ આપવું. તડકામાં બહાર જતી વખતે સનસ્ક્રીન લૉશન લગાડવું. છત્રીનો ઉપયોગ અવશ્ય કરવો.

- જયવિકા આશર