Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image

- હું ચહેરો કેટલોપણ સાફ કરું છું. છતાં પણ ચહેરો તૈલી રહે છે. મારી આ સમસ્યાનું નિવારણ કરજો.

હું ૨૦ વરસની યુવતી છું. મારા ગાલ, નાક અને આંખની આસપાસ કાળા નિશાન ઊભરી આવ્યા છે.જેથી ચહેરાનો રંગ એકસરખો રહ્યો નથી. મારા ચહેરાનો રંગ એક સરખો રહે તે માટેનો ઉપચાર જણાવશો.

એક યુવતી (મુંબઇ)

એસપીએફ ૩૦ અથવા તેનાથી વધારે  સનસ્ક્રીન ક્રીમ લગાડવાનું ચાલુ કરો. તડકામાં બહાર જતા પહેલાના ૨૦ મિનિટ પહેલા લગાડવું. મોઇશ્ચરાઇઝર અથવા ત્વચાને નમી આપતા પદાર્થ અથવા ક્રિમ લગાડવા. લીલી ચાનો લેપ અઠવાડિયામાં બે વાર લગાડવો. આ પ્સેટ વીસ મિનિટ સુધી ચહેરા પર રહેવા દેવો.  અને ત્યારબાદ  ચહેરો ધોઇ નાખવો. બપોરના તડકાથી બચવું.

હું ૨૧ વરસની યુવતી છું. ચહેરો કેટલોપણ સાફ કરું છું. છતાં પણ ચહેરો તૈલી રહે છે. મારી આ સમસ્યાનું નિવારણ કરજો.

એક યુવતી (વડોદરા)

તૈલીય ત્વચાને સામાન્ય કરવા માટે તમે ઓઇલ ફ્રી લોશન સવાર અને સાંજ ચહેરા પર લગાડો. 

પા ભાગની મુલતાની માટીમાં સંતરાનો રસ ભેળવવો. તેમજ તેમાં દહીં અથવા મધ ભેળવી એક ડબ્બામાં રાકવું. જરૂર પડે તો બે નાની ચમચી પાવડર લઇ તેમાં ગુલાબ જળ મેળવી પેસ્ટ બનાવી વીસ મિનિટ સુધી ચહેરા પર  રાખવી. થોડા દિવસ સુધી નિયમિત લગાડવાથી ચોક્કસ ફાયદો થાય છે.

હું ૨૫ વરસની યુવતી છું. નખની કાળજી રાખવાના ઉપાય જણાવશો.

એક યુવતી (ભરૂચ)

મેનિક્યાર-પેડિક્યોર કરતી વખતે ઉપયોગમાં લેવાતા સાધનો સ્વચ્છ છે કે નહીં તેની ખાતરી કરી લેવી. નહીં તો ઇન્ફેકશન થવાની શક્યતા રહે છે. શક્ય હોય તો સ્ટરલાઇઝ કરેલા સાધનો જ વાપરવા જોઇએ જેથી ઇન્ફકશન લાગે જ નહીં. 

નખ વધુ પડતા નબળા હોય તો નેલહાર્ડનરનો ઉપયોગ કરવો. નેલહાર્ડર નખને સુરક્ષા પ્રદાન કરે છે.

નખ પર અઠવાડિયામાં બે વખત નેલ સ્ટ્રેન્થર લગાડવું. નેલપોલિશ લગાડેલા નખ પર પણ લગાડી શકાય.

હાથ અને નખ રોજ સારી રીતે સ્વચ્છ કરવા. જેથી તેમાં ફસાયેલો મેલ નીકળી જાય. જેથી બેકટેરિયા ઇન્ફેકશન થવાની શક્યતા ન રહે.

સૌથી પહેલા નેલ પેન્ટ રિમૂવરથી જૂનું નેલપોલિશ સારી રીતે દૂર કરવું. અને નખને વ્યવસ્થિત ફાઇલ કરી મનપસંદ આકાર આપો.

હું ૨૨ વરસની યુવતી છું.  ઘઉંના થૂલાવાળા ફેસ પેકની રીત જણાવશો.

એક યુવતી ( અમદાવાદ) 

થૂલુ, બદામ અને એક ચમચી મધ, ઇંડાનો યોક અને દહીં ઇંડાની સફેદી અઠવાડિયામાં બે વાર લગાડવા. જે ત્વચા પરના મૃત કોષોને દૂર કરે છે અને ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે.

હું ૨૨ વરસની યુવતી છું. રૂક્ષ ત્વચા માટે કયા ફેસ માસ્ક વાપરવા  તે જણાવશો.

એક યુવતી (ગાંધીનગર)

રૂક્ષ ત્વચા માટે અડધી ચમચી મધ, એક ચમચી ગુલાબજળ અને એક ચમચી દૂધનો પાવડર ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવી અને ૨૦ મિનિટ બાદ ધોઇ નાખવું. ચહેરો  સાફ કરવા માટે મેયોનીઝ અથવા ઇંડાનો યોકથી પણ દૂર કરી શકો.

સામાન્ય ત્વચા માટે, કેળા, સફરજન, પપૈયા અને સંતરાનો ગર લગાડી શકાય. ૨૦ મિનિટ સુધી ચહેરા પર લગાડી રાખવું.પપૈયાથી મૃત ત્વચા દૂર થાય છે. કેળું ત્વચાન ેસખત કરે છે. સફરજન ત્વચાને સ્વચ્છ કરે છે. સંતરામાં રહેલ વિટામિન સી ત્વચાનું એસિડ-અલ્કાલાઇનનું સંતુલન જાળવી રાખે છે.

- જયવિકા આશર