Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image

- શું કોઈ એવી નેલપોલિશ છે, જે શાઈન કરવાની સાથેસાથે લોંગલાસ્ટિંગ પણ હોય?

હું ૧૭ વરસની યુવતી છું. મારા હોઠની આસપાસ વાળ ઊગે છે. થોડા વખત મેં હેર રિમૂવરથી વાળ દૂર કર્યા તો હવે તે સ્થાને ડાઘ પડી ગયેલ જણાય છે. મારી આ સમસ્યા દૂર કરવાના ઉપચાર જણાવશો.

એક યુવતી (ભાવનગર)

ઉત્તર :   અણવાંચ્છિત વાળ કાયમ માટે દૂર કરવા કોસ્મેટિક નિષ્ણાંતની સલાહ લેવી. વાળને દૂર કરવા થ્રેડિંગ કરાવી શકો છો તથા વાળને છુપાવવા બ્લિચ કરાવી શકાય. હેર રિમુવરનો ઉપયોગ હિતાવહ નથી તેનાથી ડાઘ પડી જવાની શક્યતા રહે છે.

મારી આંખ નીચે સાઈન ઓફ એજિંગ દેખાય છે, હું શું કરું જણાવો?

એક મહિલા (વડોદરા)

* આંખ નીચે લાઈન ઓફ એજિંગ દેખાતાં પહેલાં સ્કિનની દેખરેખ કરવાનું શરૂ કરી દો અને અંડર આઈ ક્રીમનો ઉપયોગ કરો. આંખ નીચે મસાજ હમેશાં રિંગ ફિંગરથી ચારેય બાજુ કરો કારણ કે તેનાથી સ્કિન પર પ્રેશર ઓછું આવે છે. અંડર આઈ ક્રીમની અંદર આંખને આરામ અને પોષણ પહોંચાડતા તત્ત્વ હોય છે. બજારમાં આઈ ક્રીમ ઉપલબ્ધ છે જેમ કે જેલ બેઝ ક્રીમ. આ સ્કિનમાં જલદી ઓબ્જર્વ થાય છે અને સ્કિનને હાઇડ્રેટ કરે છે. તે ઉપરાંત જેલનો અહેસાસ આંખને ઠંડક પહોંચાડે છે.જેલ ક્રીમનો ઉપયોગ રાત્રે અને દિવસે બંને સમયે કરી શકો છો.

સીરમ - તેમાં સ્કિનને રિપેર કરતા તત્ત્વ કોન્સેન્ટ્રેટેડ ફોર્મમાં હોય છે, જેથી ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને વધારે અસરકારક હોય છે. જ્યારે ક્રીમ માઈલ્ડ હોય છે. તેથી સીરમ ક્રીમથી વધારે સારું હોય છે.

કેપ્સ્યુલ - સીરમની જેમ કેપ્સ્યૂલમાં પણ ઇન્ગ્રિડિએન્ટ્સ કોન્સંટ્રેટડ વર્જનમાં હોય છે. આ કેપ્સ્યૂલને તોડીને તેનું લિક્વિડ લગાવવાથી ખૂબ જ ફાયદો થાય છે.

મને નેલપોલિશ લગાવવાનો ખૂબ જ શોખ છે. હું ઇચ્છુ છું કે નેલ્સ પરથી નેલપોલિશ જલદી ન ઊતરે. શું કોઈ એવી નેલપોલિશ છે, જે શાઈન કરવાની સાથેસાથે લોંગલાસ્ટિંગ પણ હોય?

એક યુવતી (અમદાવાદ)

શિમર, ગ્લોસ, ગ્લિટર્સ બેઝ નેલપોલિશની સાથેસાથે તાજેતરમાં સોક ઓફ નેલપોલિશનો પણ ઉપયોગ કરી શકો છો. સોક ઓફ નેલપોલિશ જેલ બેઝ હોય છે, જે સિંગલ કોટ જ શાઈન કરે છે, સાથે લોંગ લાસ્ટિંગ પણ હોય છે. તાજેતરમાં નખ માટે ખાસ ચિત્રકારી અને મીનાકારી કરવામાં આવે છે. તેમાં નખ પર ફૂલનાં પાંદડાં, ડોલ્ફિન, પતંગિયું વગેરે ડિઝાઈન બનાવી શકો છો અને ઉપરથી સ્ટડ્સ લગાવીને તેને વધારે આકર્ષક બનાવી શકો છો. તે ઉપરાંત આર્ટ તરીકે નેલ્સ પર હીરામોતી કે કુંદન જડીને ખાસ મીનાકારી દ્વારા નેલ્સને જ્વેલરીની જેમ સજાવી શકો છો અને નેલ્સને એક ખાસ સીલર્સ દ્વારા એક પારદર્શક પડ ચઢાવીને સીલ પણ કરી શકો છો.

તેનાથી નેલ્સ પર કરવામાં આવેલી ચિત્રકારી અને મીનાકારી લગભગ ૧ મહિના સુધી સલામત રહે છે અને તેની ચમક જળવાઈ રહે છે.

 - જયવિકા આશર