Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image

- હું નોકરી કરતી યુવતી છું.  મારા વાળ એકદમ શુષ્ક અને નિસ્તેજ છે. વાળ મુલાયમ બને એ માટે શું કરું?

મારા ચહેરા પર ખીલના કાળા ડાઘ પડી ગયા છે, તે દૂર કરવા શું કરવું?

એક યુવતી (વડોદરા)

* ચહેરા પરના ડાઘ દૂર કરવા માટે લીંબુ, ફુદીના અને ટામેટાંનો રસ સરખા ભાગે લઈ, ભેળવીને રોજ રૂના પૂમડાથી ડાઘ પર લગાવો. ખીલને ક્યારેય નખથી ખોતરવા નહીં તેમજ તેમને વારંવાર હાથ પણ ન અડાડવો. ખીલ ફોડવાથી ત્વચા પર ડાઘ પડી જાય છે. ત્વચા વધારે પડતી તૈલી હોય તો મુલતાની માટી, ચંદન પાઉડર અને ગુલાબજળ ભેળવીને અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વાર ચહેરા પર લગાવો.

મારા નાક ઉપર તેમજ નાકની બંને બાજુએ સફેદ દાણા જેવું થઈ જાય છે. જેને લીધે નાક સફેદ ખીલ અથવા તલને કારણે કદરૂપું દેખાય છે. આમ થવાનું કારણ શું?

એક યુવતી (મુંબઈ)

* તમારી સમસ્યાને જોતાં લાગે છે કે તમને બ્લેકહેડ્સ જેવા જ વ્હાઈટહેડ્સ થાય છે. આથી ચહેરા પર કોઈ ક્રીમનું હળવે હાથે માલિશ કર્યા બાદ વરાળ લો અને બ્લેકહેડ્સ રીમૂવરની મદદથી વ્હાઈટહેડ્સ કાઢી નાખો.

મારા હાથની આંગળીઓ ખૂબ જાડી છે. કોઈએ મને એવી સલાહ આપી કે, આંગળીઓને વાળીને ટચાકા ફોડવાથી તે પાતળી થઈ જશે. શું આંગળીઓ પાતળી કરવા માટે આ યોગ્ય ઉપાય છે?

એક યુવતી (ભાવનગર)

* કોઈએ તમને ખોટી સલાહ આપી છે. આંગળીના ટચાકા ફોડવાથી હાંડકા નબળાં પડી જશે અને આંગળીઓ પાતળી થવાને બદલે વધારે જાડી થઈ જશે. કેટલાક માણસોને વાત કરતી વખતે આંગળીઓના ટચાકા ફોડવાની કુટેવ હોય છે, જે માત્ર એમની કૂવડતા દર્શાવે છે. સામાન્ય રીતે શારીરિક બાંધાના પ્રમાણમાં હાથ પગ જાડા કે પાતળાં હોય છે. હા, નિયમિત કોલ્ડક્રીમથી માલીશ કરવાથી ચરબી ઓથી થઈ જશે. પરંતુ જો તમારાં હાડકાં જાડાં હશે તો આંગળીઓ પાતળી નહીં થાય.

હું ૧૭ વર્ષીય વિદ્યાર્થિની છું. મારો રંગ ગોરો છે, પરંતુ મારા ચહેરા પર લાઈનસર ત્રણ તલ છે. તેમને કાઢી  નાંખવાનો કોઈ ઘરગથ્થું ઉપાય બતાવશો?

એક યુવતી (સુરત)

* તલના કારણે નાહક ચિંતિત થવાની જરૂર નથી. કેમકે તલ કુદરતી રીતે આપોઆપ જ ઉત્પન્ન થાય છે અને ધીમે ધીમે આપોઆપ દૂર થઈ જાય છે. કેટલાક લોકો ચૂનો લગાવીને તલ કાઢી નાખવાની સલાહ આપતા હોય છે, પરંતુ તેનાથી તલ નીકળી ગયા બાદ ચામડી બળી ગયાનો ડાઘ રહી જાય છે. જોકે તલ ઉત્પન્ન કે દૂર કરવાનો કોઈ સૌંદર્ય ઉપચાર નથી. હા, તમે તેને  મેકઅપ કરતાં પહેલાં તલ પર કન્સિલર સ્ટિક  અથવા ઈરેઝ સ્ટિક લગાવો.

હું નોકરી કરતી યુવતી છું.  મારા વાળ એકદમ શુષ્ક અને નિસ્તેજ છે. વાળ મુલાયમ બને એ માટે શું કરું?

એક યુવતી (ભરૂચ)

* વાળમાં તેલ સીંચો, ઉત્તમ પ્રકારના શેમ્પૂથી વાળ ધૂઓ. બે અઠવાડિયે એકવાર વાળથી ઈંડુ લગાવો. વાળ ધોતાં પહેલાં અડધો કલાક મેંદી લગાવી, સૂકાવા દઈ પછી ધૂઓ. ક્યારેક દહીંથી પણ વાળ ધૂઓ. એ સિવાય તમે બજારમાં મળતા કન્ડિશનરનો પણ ઉપયોગ કરી શકો. વાળમાં ઘસીને કાંસકો ન ફેરવતાં વાળ હળવેકથી ઓળો.

- જયવિકા આશર