Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image

- મારા વાળ પાતળા છે તેને જાડા કરવાનો કોઈ ઉપાય હોય તો જણાવશો

હું ૪૦ વરસની મહિલા છું. મારી સમસ્યા ખુલ્લા છિદ્રોની છે. ગરમી તથા ચોમાસામાં આ તકલીફ વધી જતાં છિદ્રો વધુ પહોળાં થઇ જાય છે. મારી આ સમસ્યાનું નિવારણ કરતાં ઉપચાર જણાવશો.

એક મહિલા (ભરૂચ)

* વય વધતાં છિદ્રો ખુલી જવાની સમસ્યા વધી જાય છે. તેથી જ્યારે પણ  ત્વચાને ક્લિન કરો તો ટોનિંગ જરૂર કરવું. જેથી છિદ્રોની ત્વચા સંકોચાશે. સ્કિન ટોનર ઉપરાંત ગુલાબજળનો ઉપયોગ કરવો. મુલતાની માટી તેના માટે ઉત્તમ ફેસપેક છે. જે છિદ્રોમાં જમા થયેલ ગંદકીને બહાર કાઢે છે અને છિદ્રોને બંધ કરે છે.

હું ૨૧ વર્ષની યુવતી છું. મારે વાળમાં હેર કલર કરાવવો છે. પરંતુ ત્યારબાદ વાળ રૂક્ષ તથા નિસ્તેજ થવાનો, કે ખરવાનો ડર લાગે છે. વાળ સ્વસ્થ રાખવાના ઉપાય જણાવશો.

એક યુવતી (મુંબઇ)

* ઉત્તમ પ્રશ્ન તમે પૂછ્યો છે. મૉડેલ તથા અભિનેત્રીઓને જોઇ સામાન્ય યુવતીઓ પણ વિવિધ પ્રકારનાં મેકઅપ તથા સૌંદર્ય પ્રસાધનો અપનાવે છે. પરંતુ તેને યોગ્ય રીતે ઉપયોગ કરતા જાણતા નથી. પરિણામે આ સૌંદર્ય-પ્રસાધનોની વિપરિત અસર થાય છે. હેરકલર કરવામાં કોઇ હાનિ નથી. પરંતુ તેમાં રસાયણ સમાયા હોવાથી તેની વિપરિત અસર વાળ પર પડે છે. હેરકલર કર્યા બાદ વાળની વધુ કાળજી રાખવી પડે છે. જેથી વાળ સ્વસ્થ રહે. કલર કરેલા વાળ ધોવા બજારમાં અલગ શેમ્પૂ મળે છે. તેનો ઉપયોગ કરવો. અઠવાડિયામાં એક વખત હુંફાળા જૈતૂનના તેલથી વાળમાં મસાજ કરવો. શેમ્પૂ કર્યાં બાદ વાળમાં કંડીશનર લગાડવું. જેથી વાળ રૂક્ષ તથા કાંતિહીન નહીં થાય.

હું ૧૮ વરસની યુવતી છું. મારા વાળ પાતળા છે તેને જાડા કરવાનો કોઈ ઉપાય હોય તો જણાવશો

- એક યુવતી (અમદાવાદ)

* પાતળા વાળ વંશપરંપરાગત પણ હોઈ શકે છે. માથાની ત્વચામાં કોઈ તકલીફ ન હોય તો ચિંતા કરવી નહીં. પાતળા વાળને જાડા કરવા અશક્ય છે પરંતુ અહીં જણાવેલ ઉપચાર કરવાથી થોડો ફાયદો થશે.

વિટામિન ઇ નો ઉપયોગ કરો. સાથે સમતોલ આહાર લેશો. જેમાં પ્રોટીનની ભરપુર માત્રા વધારે હોય.

યોગાસનથી પણ ફાયદો થશે. એવા આસનોની પસંદગી કરવી જેનાથી થાઇરોઇડ ગ્લેન્ડ ઉત્તેજીત થાય અને  રક્તસંચાર વઘે.

વાળમાં માલિશ કરવું. વાળને  બ્લિચ કરવાથી પણ વાળ ઘટ્ટ દેખાશે.સાથે પ્રોટીન શેમ્પુ અને કંડિશનરનો ઉપયોગ કરવો.એકાંતરે વાળ ઘોવા. સ્વચ્છ ધોયેલા વાળ ફૂલેલા દેખાશે.

હું  ૨૦ વરસની યુવતી છું. ચાર મહિના પૂર્વે મારા લગ્ન થયા છે. હું મુલતાની માટી, ગુલાબજળ, લવિંગ,લીમડાની પેસ્ટ, અને કપૂર નું મિશ્રણ લગાડું છું પરંતુ મારી ત્વચા ચમકીલી થતી નથી.મારી ત્વચા ચમકીલી કરવાના ઘરગથ્થુ ઉપાય જણાવશો.

- એક યુવતી (ભરૂચ)

* તમને જેણે પણ આ પેસ્ટ લગાડવાની સલાહ આપી છે તે તદ્દન ખોટ્ટી છે. આ ઉબટન લગાડવાથી ત્વચા મુલાયમ થાય છે એ ફક્ત તમારો ભ્રમ છે. તમે તમારી ત્વચાનો પ્રકાર પણ જણાવ્યો નથી. આ ફેસપેક તૈલીય ત્વચા તથા ચહેરા પર જેને ખીલ થતા હોય તેના માટે ફાયદાકારક નીવડે છે. તમારી ત્વચાના પ્રકાર જાણ્યા સિવાય હું તમને કોઈ સલાહ આપી શકું નહીં.

- જયવિકા આશર