- હું 22 વરસની યુવતી છું. મને ત્વચાને મુલાયમ તથા સ્વસ્થ કરવાનો ઘરગથ્થુ ઉપાય જણાવશો.
હું ૧૯ વરસની યુવતી છું. મને વાળ ખુલ્લા છૂટ્ટા રાખવા ગમે છે પરંતુ મારા વાળ ખુલતા ન રહેતાં એકબીજા સાથે ચોંટી જાય છે.મારા વાળ લીસા, ચળકતા રાખવાના ઉપાય જણાવશો.
એક યુવતી ( મુંબઇ)
વાળ ધોવા માટે હર્બલ શેમ્પૂનો ઉપયોગ કરવો.શેમ્પૂથી વાળ ધોયા બાદ છેલ્લે લીંબુના રસમાં ચાનું પાણી ભેળવેલા મિશ્રણથી વાળ ધુવો.એક લિટર પાણીમાં બે ચમચા ચાની ભૂક્કી નાખી ઉકાળો. પાણી અડધું બળી જાય પછી તેને ગાળી તેમાં બે લીંબુનો રસ નાખવો.આ મિશ્રણથી વાળ લીસા તથા ચમકીલા થશે.
હું ૧૮ વરસની યુવતી છું.મારી ત્વચા સામાન્ય છે. ત્વચાના નિખાર માટેનો પેક જણાવશો.
એક યુવતી (અમદાવાદ)
લીમડાની પેસ્ટ,હળદર, દૂધ,ચણાનો લોટ , કપૂર તથા બે ચમચા સુખડનો પાવડર ભેળવી પેસ્ટ બનાવી લગાડવું. સુકાઇ જાય બાદ ચહેરો ધોઇ નાખવો. ત્વચા તો નિખરશે સાથેસાથે રક્તભ્રમણ પણ વધશે.
હું ૨૩ વરસની યુવતી છું. મારા વાળમાં ખોડો થાય છે. તેને દૂર કરવાના ઉપચાર જણાવશો.
એક યુવતી (ભાવનગર)
એક ભાગ લીંબુના રસમાં બે ભાગ કોપરેલ ભેળવી વાળના મૂળને સ્પર્શે તે રીતે મસાજ કરવું. અથવા એક ટેબલ સ્પૂન એરંડિયું, રાઇ અને કોપરેલને ભેળવી વાળની જડમાં મસાજ કરવું.અને ત્રણ-ચાર કલાક બાદ વાળ ધોવા.
જૈતુનું તેલ,લીંબુનો રસ અને કોપરેલ ભેળવી હુંફાળું કરી આંગળીઓના ટેરવાથી વાળની જડને સ્પર્શે તે રીતે માલિશ કરી બે-ત્રણ કલાક બાદ વાળ ધોવા.
હું ૨૨ વરસની યુવતી છું. મને ત્વચાને મુલાયમ તથા સ્વસ્થ કરવાનો ઘરગથ્થુ ઉપાય જણાવશો.ફેસિયલ માટે કઇ પેસ્ટ ઉપયોગમાં લેવી તે પણ જણાવશો.
એક યુવતી (સુરત)
બદામનો ભૂક્કો અને જવનો લોટ ભેળવી તેેમાં ચપટી કેસર નાખવું. તેમાં લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવી ત્વચા પર લગાડી સુકાઇ જાય બાદ દૂધથી ભીંજવી ધીરે ધીરે દૂર કરતાં જવું.અને ઠંડા પાણીથી ધોઇ નાખવું.
હું ૩૩ વરસની મહિલા છું. મારી આંખ પાસે કાળા કુંડાળા થઇ ગયા છે. તેને દૂર કરવાના ઉપાય જણાવશો. તેમજ ત્વચાના નિખાર માટેનો પેક પણ જણાવશો.
એક યુવતી (વાપી)
આંખની આસપાસ કુંડાળા ઘણાં કારણોસર થતાં હોય છે જેમકે, અનિંદ્રા, રક્તમાં હેમોગ્લોબિનની ઊણપ,તેમજ લાંબી બીમારી. પહેલાં તમે આમાંથી લગતું તમને કારણ શોધી તબીબની સલાહ લો.એ દરમિયાન બટાટાનો રસ તથા ટામેટાંનો ગર ભેળવી આંખની આસપાસ લગાડવું. પંદર મિનિટ બાદ પાણીથી ધોઇ નાખવું. થોડા દિવસ નિયમિત કરવું.
હું ૨૯ વરસની મહિલા છું. મારા નાક પર કાળા તલ થઇગયા છે. બ્લેક હેડ રિમૂવરથી થોડા દૂર તો કર્યા પરંતુ નાક પર કાળા ડાઘા રહી ગયા છે. મારે બ્લેક હેડ્સ કાઢવા કે નહીં તે જણાવશો.
એક યુવતી (અમદાવાદ)
બ્લેક હેડ્સ કાઢો તેનો કોઇ વાંધો નથી. પરંતુ પદ્ધતિ યોગ્ય હોવી જોઇએ. તમારી સમસ્યા જોતા લાગે છે કે, તમે ચહેરા પર ક્રીમ લગાવી સ્ટીમ લીધી નથી. આથી બ્લેકે હેડ્સ કાઢવા માટે ત્વચાને વધારે દબાવવામાં આવી હોય તો કાળા ડાઘ રહી જાય છે. હવે તેના પર રોજ લીંબુનો રસ લગાવો. બ્લેકહેડ્સ કાડવા માટે પહેલાં રોમકૂપ ખોલવા વરાળ અવશ્ય લો. જેથી બ્લેક હેડ્સ રિમૂવરના સામાન્ય દબાણથી જ બહાર નીકળી જશે.
- જયવિકા આશર


