Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: May 12th, 2025

GS TEAM


Google News
Google News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image


- ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાની જરૂર ક્યારે પડે છે તે જણાવશો. તેમજ મોઇશ્ચરાઇઝર કેટલા સમય સુધી વાપરી શકાય તે પણ જણાવશો.

હું ૨૫ વરસની યુવતી છું. મારે ઓફિસના કારણોસાર વારંવાર પાર્ટીઓમાં જવું પડે છે. જેથી ત્વચા નિખાર માટે મને ફેસિયલ કરાવવાની જરૂર પડે છે. ફેસિયલ કરાવવા મારે બ્યુટિપાર્લરમાં ન જવું પડે તે માટેનો ઉપચાર જણાવશો.

એક યુવતી (મુંબઇ)

ત્વચાને મુલાયમ બનાવવા તેમજ નિખાર માટે પાર્ટીમાં જતા પહેલાં કોઇ પણ ઘરગથ્થુ ફેસપેક લગાડી શકાય છે. મુલતાની માટીનો પેક લગાડશો તો પણ ચાલશે. આ ઉપરાંત બજારમાં પણ ત્વચાને સ્વચ્છ તેમજ ગ્લો કરતા ફેસિયલ પ્રોડક્સ મળે છે જેનો ઉપયોગ કરી શકાય છે. 

હું ૨૩ વરસની યુવતી છું. અંજીર સૌંદર્ય નિખાર માટે ઉત્તમ ફળ છે તેવી સલાહ મને કોઇએ આપી છે. પરંતુ તેને કેવી રીતે વાપરવું તેની મને જાણ નથી. મારી આ સમસ્યા બાબત મને યોગ્ય સલાહ આપશો.

એક યુવતી (વડોદરા)

અંજીરમાં એન્ટી ઓક્સીડન્ટનો ખજાનો છે. સૂર્ય અને પ્રદૂષણની અસરથી ત્વચાને છૂટકારો અપાવવા માટે અંજીર રામબાણ ઇલાજ પૂરવાર થયું છે. કહેવાય છે કે, ૨૦૦૦ વરસ પહેલાં પણ અંજીર સૌંદર્ય ઉપચાર માટે વિખ્યાત હતું. 

બ્યૂટી ક્વિન ક્લિયો પેટ્રા પોતાના સોંદર્ય ઉપચારમાં અંજીરનો સોથી વધુ પ્રમાણમાં ઉપયોગ કરતી હતી. આજે પણ ઘણા બ્યૂટિ પ્રોડક્ટ્સમાં અંજીરનો સમાવેશ થાય છે. અંજીરના ઉપયોગથી ત્વચા યુવાન અને કરચલીરહિત રહે છે. અંજીરને પાણીમાં ભીંજવી તેને છૂંદી નાંખવું અને તેમાં એક પાકું કેળું  ભેળવવું.ચહેરા પર વીસ મિનિટ સુધી લગાડી રાખીને હળવે હળવે રગડતાં ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાખવો.

હું ૨૦ વરસની યુવતી છું. ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાની જરૂર ક્યારે પડે છે તે જણાવશો. તેમજ મોઇશ્ચરાઇઝ ક્મ કેટલા સમય સુધી વાપરી શકાય તે પણ જણાવશો.

એક યુવતી (અંકલેશ્વર)

ત્વચાની કમનીયતા અને નમી બનાવી રાકવા માટે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવી જરૂરી છે. સામાન્ય અથવા તૈલીય ત્વચાવાળાઓએ વોટર બેસ્ડ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો. જ્યારે રૂક્ષ ત્વચા માટે ઓઇલ બેસ્ડ મોઇશ્ચરાઇઝ વાપરી શકાય.

મોઇશ્ચરાઝરનો ઉપયોગ કઇ રીતે કરવો તે પણ જાણી લેવુ ંજરૂરી છે. મોઇશ્ચરાઇઝરને આંગળીના ટેરવાથી લેવું નહીં, નહીં તો તેમાં બેકટેરિયા થવા લાગે છે. રૂના પૂમડાની સહાયતાથી જ તેનો ઉપયોગ કરવો. સામાન્ય રીતે મોઇશ્ચરાઇઝર એક થી દોઢ વરસ સુધી વાપરી શકાય છે.

હું ૨૮ વરસની યુવતી છું. સોનાના ઘરેણાં પહેરવાનો હવે જમાનો રહ્યો નથી તેથી નવી-નવી ડિઝાઇનનાં નકલી ઘરેણાં પહેરવાનો ખૂબ જ શોખ છે. પરંતુ નકલી આભૂષણો પહેર્યાં પછી ત્વચા પર દાણા ફૂટી નીકળે છે. મારી આ સમસ્યાને હલ કરતો ઉપાય જણાવશો.

એક યુવતી (વલસાડ)

* તમારી સમસ્યા પરથી જણાય છે કે તમારી ત્વચા વધુ પડતી સંવેદનશીલ છે. અને નકલી ઘરેણાં તમારી ત્વચાને અનુકુળ નથી. તેથી તમે તેનો ઉપયોગ ઓછો કરો તો સારું. કોઇ ખાસ પ્રસંગે નકલી ઘરેણાં પહેરતાં પહેલાં ત્વચા પર એન્ટિસેપ્ટિક ક્રિમ અથવા તેલ લગાવો, જેથી ઘરેણાં સીધાં જ ત્વચાના સંપર્કમાં ન આવે. ઘરેણાંના ઉપયોગ બાદ તરત જ ઘરેણાં કાઢી નાખવા. 

- જયવિકા આશર

Tags :