સૌંદર્ય સમસ્યા .
- મેં થોડા દિવસ પહેલાં જ વાળ હાઈલાઈટ કરાવ્યા છે. વાળની સરખામણીમાં હવે આઈબ્રોઝ બહુ ડાર્ક દેખાય છે.
હું ૨૩ વરસની યુવતી છું. મારી આંખની નીચે સોજા આવી જાય છે. સવારના સમયે આ તકલીફ વધુ હોય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો.
એક યુવતી (મુંબઇ)
* વધુ પડતું કામનું દબાણ તેમજ અનિંદ્રાને કારણે આંખ નીચે સોજો આવી જાય છે. તેથી પૂરતા પ્રમાણમાં ઊંઘ લેશો. આંખની નીચેનો સોજો યૂરીન ઇન્ફેકશનના કારણે પણ આવી શકે છે. તેથી તમારા ફેમિલિ ડોકટરની સલાહ લેશો. સોજાનું મુખ્ય કારણ 'લિંફ'નું એક જ જગ્યાએ એકઠાં થવું છે. તેથી નિયમિત હળવા હાથે આંખની આસપાસ માલિશ કરશો. જેથી રક્ત સંચાર વધશે. અને રક્ત વાહિનીઓ 'લિંફ'નો નિકાસ વ્યવસ્થિત રીતે કરી શકશે.કોસ્મેટિક નિષ્ણાંતની સલાહ લઇ 'લિંફ ડ્રેનેજ'પણ કરાવી શકાય.
હું ૧૯ વરસની યુવતી છું. મેં થોડા દિવસ પહેલાં જ વાળ હાઈલાઈટ કરાવ્યા છે. વાળની સરખામણીમાં હવે આઈબ્રોઝ બહુ ડાર્ક દેખાય છે. શું મારે આઈબ્રો હાઈલાઈટ કરાવવી જોઈએ?
- એક યુવતી (ભાવનગર)
ચ હાઈલાઈટમાં કેમિકલ્સ હોય છે, નુકસાનકારક છે. તેથી હાઈલાઈટ ન કરાવશો. આઈબ્રોને ઘાટ્ટી, અને ચમકીલી કરવા સ્પેશ્યલ હર્બલ ઑઈલ આઈબ્રો પર લગાડી શકાય છે. રાતના સૂતી વખતે ઑઈલના બે ટીપાં આઈબ્રો પર લગાડી પાંચ મિનિટ હળવું મસાજ કરવું.
હું ૩૦ વરસની મહિલા છું. ૨૨ વરસની વયથી જ ઘરે વેક્સિંગ કરું છું. વેક્સિંગ બાદ રોમછિદ્ર લાલ થઈ ઉપસી આવે છે. હવે આ સ્થાન પર ભૂરા રંગના સ્થાયી નિશાન પડી ગયા છે. તેને દૂર કઈ રીતે કરી શકાય?
- એક યુવતી (રાજકોટ)
ચ તમારા પત્રથી એ વાત સ્પષ્ટ નથી થતી કે તમે પગ પર જ વેક્સિંગ કરો છો કે હાથ પર આવી તકલીફ થાય છે. તમે બે-ત્રણ વખત બ્યૂટિ પાર્લરમાં વેક્સિંગ કરાવો. પગ પર જે નિશાન પડી ગયા છે તેના માટે પપૈયાના ગરમાં પા ચમચી ખસખસ, એક ચમચી ચંદન પાઉડર અને અડધી ચમચી મુલતાની માટી ભેળવી લગાડી રગડવું. ત્યારબાદ પાણીથી ધોઈ નાખવું, બરાબર લૂછી એએચએ યુક્ત ક્રિમ લગાડવું.
* હું ૨૧ વરસની યુવતી છું, મારા વાળમાં ખોડો થાય છે. મારી આ સમસ્યાનું નિવારણ કરતાં ઉપચાર જણાવશો.
એક યુવતી (દમણ)
* ઈંડાની સફેદીમાં બે ચમચા લીંબુ નાખી વાળ પર લગાડવું. સુકાઈ જાય બાદ વાળ ધોઈ નાખવા. * સરસવના તેલમાં એક નાનું લીંબુ ફીણવું. વાળ પર લગાડી વાળને ગરમ પાણીથી શેક આપી શેમ્પૂ કરવું.
- જયવિકા આશર