Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image

- મારા વાળમાં ખોડો થઇ ગયો છે. બજારમાં મળતા ડેન્ડ્રફ શેમ્પૂનો પણ વપરાશ કર્યો. તેનાથી ફાયદો તો થયો. પરંતુ તેનો ઉપયોગ છોડી દીધા બાદ ફરી તકલીફ શરૂ થઇ ગઇ છે.

હું ૧૮ વરસની યુવતી છું. મને ખીલથી રક્ષા કરતું પેક જણાવશો.

એક યુવતી (નવી મુંબઇ)

લીમડાની પેસ્ટ  મુલતાની માટી અને ચંદન પાવડર સપ્રમાણ માત્રામાં લઇ પેસ્ટ બનાવવી જોઇતા પ્રમાણમાં લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાડવી. સુકાઇ જાય બાદ ધોઇનાખવું. આ એક ઉત્તમ એન્ટી-એકને ફેસ પેક છે.

હું ૩૦ વરસની મહિલા છું. મારા વાળમાં ખોડો થઇ ગયો છે. બજારમાં મળતા ડેન્ડ્રફ શેમ્પૂનો પણ વપરાશ કર્યો. તેનાથી ફાયદો તો થયો. પરંતુ તેનો ઉપયોગ છોડી દીધા બાદ ફરી તકલીફ શરૂ થઇ ગઇ છે. મારી આ સમસ્યાનું નિવારણ કરતાં ઉપચાર જણાવશો.

એક યુવતી (ગુજરાત)

 માથાની ત્વચાની સ્વચ્છતા બરાબર થતી ન હોય તો આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી શકે છે. માથાની ત્વચા અસ્વચ્છ રહેવાથી અને સીબમ અતિસક્રિય થવાથી ખોડો થાય છે. જ્યાં સુધી સંપૂર્ણ ખોડો વાળમાંથી નીકળે નહીં તેટલો વખત એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂનો ઉપયોગ કરવો જરૂરી છે. શેમ્પૂ કરવાના અડધો કલાક પહેલાં તેલથી મસાજ કરવું. સરસવના તેલમાં લીંબુનો રસ ભેળવવો. અથવા કૉપરેલમાં કપૂરની ટીમ્ડી નાખી થોડીવાર રહેવા દેવું. બરાબર ભળી જાય બાદ રૂનું પૂમડું અથવા કૉટનથી વાળની જડમાં પહોંચે તે રીતે લગાડી પછી શેમ્પૂ કરવું. 

હેર પેક માટે મુલતાની માટીનો ઘોળ બનાવો. તેમાં દહીં, લીંબુનો રસ અથવા ઇંડાનો પીળો ભાગ ભેળવો. ૨૫-૩૦ મિનિટ બાદ શેમ્પૂ કરવું. શક્ય હોય તો વાળ રોજ ધોવા. દાંતિયા તથા હેરબ્રશ સ્વચ્છ રાખવા.

હું ૨૦ વરસની યુવતી છું. બજારમાંથી ફેસિયલ સ્ક્રબ ખરીદી લાવી અને ચહેરા પર ૨૦-૨૫ મિનિટ લગાડી રાખવો. ચહેરો ધોયા બાદ કોઇ ફાયદો જણાતો નથી. મને એ સમજ નથી પડતી કે ફેસિયલ સ્ક્રબ સારી ગુણવત્તાવાળું નહીં હોય કે પછી મને તેનો ઉપયોગ કરતાં બરાબર આવડયો નથી. મારી આ સમસ્યાનું નિવારણ કરતો ઉત્તર આપશો.

એક યુવતી (સુરત)

* તમારા પત્રમાં તમે એ નથી જણાવ્યું કે સ્ક્રબ ચહેરા પર લગાડયાના ૨૦-૨૫ મિનિટ બાદ તેને રગડયંસ હતું કે નહીં? જ્યારે પણ ચહેરા પર સ્ક્રબ લગાડો, તો થોડી વાર રહી હળવે હાથે ગોળાકારમાં ધીરે ધીરે પાંચ-સાત મિનિટ રગડવું જરૂરી છે. જેથી મૃત ત્વચા દૂર થશે. સ્ક્રબનો ઉપયોગ મૃત ત્વચાને દૂર કરવા માટે કરવામાં આવે છે.

ત્વચા પર જમા થયેલ ડેડસ્કીન સ્ક્રબથી દૂર થવાથી ત્વચા કોમળ અને કાંતિવાન બને છે.

હું ૨૩ વરસની યુવતી છું. મારે એ જાણવું છે કે બ્લશર લગાડતી વખતે રંગના થાપા જેવું ચહેરા પર થઇ જાય તો તેને કઇ રીતે સુધારી શકાય?

એક યુવતી (અમદાવાદ)

* બ્લશર લગાડતી વખતે એક વાતનું ધ્યાન રાખવું કે બ્રશ પર વધુ રંગ લેવાઇ નહીં, બ્રશ પર રંગના વધુ થપેડા લીધા હોય તો ગાલ પર પણ રંગ વધુ લાગશે. જો એવું થાય તો બ્રશ પર થોડો રંગ લઇ ધીરે ધીરે ગાલ પર ફેરવવો. જેથી વધારાનો રંગ દૂર થઇ જશે.

- જયવિકા આશર